________________
આજકાલની દુનિયામાં ગુરુના નામ પર ખૂબ ઠગાઈ ચાલી રહી છે. અનેક ગુરુ ગુરુના લક્ષણથી રહિત ગુરુ નામધારી જોગી, સંન્યાસી, ફકીર, બાબા, સાંઈ, પાદરી વગેરે સ્વયં ધર્મના રહસ્યથી અનભિજ્ઞ છે, સ્વયં ધર્મના નિયમોનું પાલન કરતા નથી, તો પણ ગુરુ કહેવાય છે. અને કોઈ-કોઈ તો પોતાને ભગવાન (સર્વજ્ઞ) સુધી કહે છે. આવા લોકો માયાચારનું સેવન કરે છે. આવી વ્યક્તિ સ્વયં ડૂબે છે અને બીજાને પણ ડુબાડે છે. તે સ્વયંપથ્થરની હોડીમાં ચઢેલા છે અને ભક્તોને પણ પથ્થરની હોડી પર ચઢાવીને પાર કરાવવા ઇચ્છે છે. અનેક ગુરુ નામધારી લોકો વિવિધ વ્યસનોના શિકાર છે, તેઓ ગાંજો-ચલમ પીએ છે, જૂઠું બોલે છે, ઠગાઈ કરે છે, કોઈ-કોઈ તો મધ-માંસ સુધીનું સેવન કરે છે. અનેક પ્રકારના પાખંડ અને આડંબર ચલાવે છે. આવા ગુરુ કહેવાતા ગુરુને ગુરુ માનવા અથવા તેમને પૂજવા ગુરુગત લૌકિક મિથ્યાત્વ છે. ગુરુ શબ્દની નિયુક્તિ કરતા કહેવાયું છે -
“જુ' શસ્તુ બન્ધાર: 'શબ્દ સ્તુનિરોધ:
अन्धकारं निरोधत्वात् गुरु शब्द इत्युच्यते ॥ ગુ'નો અર્થ છે અંધકાર અને “રુ'નો અર્થ છે રોકવું. અર્થાત્ જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે તે ગુરુપદને યોગ્ય હોય છે.
ગુરુનું કામ અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું છે. જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે તે ગુરુ છે. પરંતુ નામધારી ગુરુઓએ જગતને ખૂબ જ વ્યામોહમાં નાંખી દીધા છે. તેઓ પરસ્પર વિરોધી મનઃકલ્પિત સિદ્ધાંતોની રચના કરે છે. જાતજાતના મતમતાંતરો ચલાવે છે. જાતજાતનાં ક્રિયાકાંડ બતાવે છે, જેનાથી દુનિયાના લોકો ચક્કરમાં પડી જાય છે કે શું કરે અને શું ન કરે ? કોને માને અને કોને ન માને ? દાર્શનિક જગતમાં વિખ્યાત ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી, કાળવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરવાદી, કર્મવાદી વગેરે અનેકવિધ સેંકડો મત-મતાંતર પ્રચલિત છે. એકાંતવાદી આ દાર્શનિક ગુરુઓએ પરસ્પર વિરોધી સિદ્ધાંત સ્થાપિત કરી જગતને ભરમાવ્યું છે. આ આગ્રહી ગુરુઓએ એક દષ્ટિને પકડીને સિદ્ધાંત બનાવી દીધા છે, જ્યારે સત્યની વિવિધ બાજુઓ છે. આ નામધારી ગુરુઓએ સત્યને સ્પષ્ટ કર્યું નથી, પરંતુ તેને વાદોમાં ફસાવી દીધું છે, તેથી તેઓ અંધકારને દૂર કરનાર નહિ, પરંતુ અજ્ઞાનના અંધકારને વધારનાર સિદ્ધ થયા છે. આવા કદાગ્રહી, એકાંતવાદી અને ગુરુનાં લક્ષણોથી રહિતને ગુરુ માનવા ગુરુમત લૌકિક મિથ્યાત્વ છે. ગુરુ બનાવતા સમયે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. ખૂબ સમજી-વિચારીને અને પરીક્ષા કર્યા પછી ગુરુ બનાવવા જોઈએ. સ્ત્રીઓ અને પુરુષો બજારમાં માટીની હાંડલી ખરીદતા સમયે તો ઠોકી-વગાડીને ખરીદે છે, પરંતુ ગુરુ કરતા સમય આટલી પણ સાવધાની રાખવામાં આવતી નથી, આ વિચારવા યોગ્ય છે. કહેવાયું છે -
लोभी गुरु तारे नहीं, तिरे सो तारन हार ।
जो तू तिरनो चाहे तो, निरलोभी गुरु धार ॥ આવું સમજીને લોભી-પાખંડી ગુરુઓના ચક્કરથી બચવું જોઈએ અને નિર્ચન્થ ત્યાગી-વૈરાગી ધર્મગુરુઓને ગુરુના રૂપ માનવા જોઈએ. ( મિથ્યાત્વ છે.
છે પ૧૩)