________________
ભાંગ પીનારા, ધૂમ્રપાન કરનારા, ષટ્કાયના આરંભમાં રત રહેનારી વ્યક્તિ પણ સંસારમાં સાધુનું નામ ધરાવે છે. આવા સાધુ નામધારીને સાધુ માનવા પણ મિથ્યાત્વની શ્રેણીમાં છે.
કેટલાક ભોળા લોકો કહે છે કે - “અમારે ઊંડાણમાં ઊતરવાની શી જરૂર છે ? અમે તો સાધુના વેશને સાધુ માનીને પૂજીએ છીએ.” આવા ભોળા લોકોએ વિચારવું જોઈએ કેજો કોઈ બહુરૂપિયો સાધુનો વેશ ધારણ કરીને આવે તો શું તે સાધુની જેમ વંદનીય અને માનનીય થશે ? બિલકુલ નહિ.’ છેવટે મસ્તક-મસ્તક છે, નારિયેળ નથી કે જ્યાં ત્યાં પણ ફોડી શકાય. ગુણોને જોઈને મસ્તક નમાવવું જોઈએ. અન્યથા ગુણહીન લોકોને પ્રોત્સાહન આપવાનું પાપ લાગ્યા વિના રહેશે નહિ. તેથી મસ્તક ઝુકાવવામાં વિવેક રાખવો જરૂરી છે. આ દૃષ્ટિથી કહેવાયું છે
पासत्थं वंदमाणस्स नेव कित्ती न निज्जरा होई । होई काय किलेसो, अण्णाण कम्मं च पबन्धई ॥
કેટલાક લોકો પંચમ કાળના બહાને પોતાના દોષો પર પડદો નાખવાની કોશિશ કરે છે. પરંતુ આ માયાચાર છે. પ્રભુ મહાવીરે ફરમાવ્યું છે કે - “એમનું ધર્મશાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે.' હમણાં તો અઢી હજાર વર્ષ જ થયા છે. તેથી શુદ્ધ આચારવિચારના પ્રતિ ઉપેક્ષાભાવ અથવા નિરાશાવાદી દૃષ્ટિકોણ ન અપનાવવો જોઈએ. પંચમકાળના અંતિમ સમય સુધી ચાર એક ભવાવતારી જીવ હોવાનો ઉલ્લેખ આગમમાં મળે છે. તેથી સંયમના પાલનમાં અપ્રમત્તતા અને જાગરુકતા રાખવી આવશ્યક છે.
ઉક્ત રીતિથી સાધુત્વ સંપન્ન સત્પુરુષને સાધુ અને સાધુત્વના ગુણોથી રહિતને અસાધુ માનતા સાધુત્વ સંબંધી મિથ્યાત્વથી બચવું જોઈએ.
(૯-૧૦) : મુક્તને અમુક્ત અને અમુક્ત ને મુક્ત માનવા : જે આઠ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોથી સર્વથા મુક્ત થઈને સિદ્ધ-બુદ્ધ થઈ ચૂક્યા છે, તેમને અમુક્ત માનવા અને જે એમનાથી મુક્ત નથી, તેમને મુક્ત માનવા મુક્ત સંબંધી મિથ્યાત્વ છે. અનેક દર્શનાકાર એ માને છે કે જીવ પુનઃ સંસારમાં આવે છે. જેમ કે ‘ગીતા'માં કહ્યું છે -
" यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानाय धर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥"
હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મના પુનરુત્થાન માટે હું અવતાર ધારણ કરું છું. બૌદ્ધ ધર્મમાં પણ આવી જ વાત કહી છે. તીર્થની હાનિ જોઈને તેઓ પણ બુદ્ધોનો અવતાર થવાનું માને છે.
જ્યારે આપણે તટસ્થ બુદ્ધિથી વિચાર કરીએ છીએ તો અવતાર વાદની આ ધારણા સંગત દૃષ્ટિગોચર થતી નથી. ‘મુક્ત’ શબ્દનો અર્થ એ જ બતાવે છે કે જે બધા પ્રકારનાં બંધનોથી સદા-સર્વદા માટે છૂટી જવું. જો તે પુનઃ બંધનને પ્રાપ્ત થાય તો મુક્ત કેવી રીતે કહી શકાય છે ? જે રીતે લાકડી સંપૂર્ણ રૂપથી બળી ગયા પછી તે પુનઃ લાકડીના રૂપમાં થઈ શકતી નથી, તેવી રીતે જે આત્મા સર્વ-કર્મ કલંકથી મુક્ત થઈ ચૂક્યો હોય તેના માટે પુનઃ સંસારમાં આવવાનું કોઈ કારણ શેષ રહેતું નથી. સંસારમાં આવવાનું કારણ
૫૧૦
જિણધો