________________
ઉક્ત પ્રશ્નનો ઉત્તર આપતા આર્ય સુધર્મા સ્વામી ફરમાવે છે કે - “પરમકૃપાળુ કાશ્યપ ગોત્રીય પ્રભુ મહાવીરે આ દુષ્કર ભવસમુદ્રને તરવાનો જે માર્ગ બતાવ્યો છે તેના પર ચાલીને ભૂતકાળમાં અનેક જીવોએ સંસારસમુદ્રને એવી રીતે પાર કરી લીધો જેમ વેપારી જહાજ દ્વારા સમુદ્રને પાર કરે છે. વર્તમાનમાં પણ અનેક જીવ સંસારસાગરને તરે છે અને આગળ એ માર્ગનો અવલંબન લઈને અનેક જીવ સંસારસાગરને પાર કરશે. તે ઘોર દુષ્કર ભવોદધિને પાર કરાવનાર માર્ગ આ છે.”
સંસારમાં આ વાત બધી યુક્તિઓથી સિદ્ધ છે કે સંસારની કોઈપણ વ્યક્તિ દુઃખ ઇચ્છતી નથી, તેથી કોઈ જીવની હિંસા ન કરવી જોઈએ. આ અહિંસામય માર્ગ જ મોક્ષપુરીની તરફ લઈ જનાર છે.
સમસ્ત જ્ઞાનનો સાર એ જ છે કે કોઈપણ જીવની હિંસા ન કરી શકાય. સમસ્ત સિદ્ધાંતોનો સાર અહિંસા છે. અહિંસાના સિદ્ધાંતનો તે જ માર્ગ છે, જેના પર ચાલીને જીવોએ મુક્તિ મેળવી છે, મેળવે છે અને મેળવશે.
ઉક્ત આગમિક સંદર્ભોથી સ્પષ્ટ થાય છે કે મુક્તિનો માર્ગ - કયો છે. સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યકચારિત્ર કહો, સમ્યક તપ અથવા અહિંસા કહો બધાનો અભિપ્રાય એક જ છે. આ મુક્તિના માર્ગથી વિપરીત માર્ગને હિંસા પ્રધાન માર્ગને મુક્તિનો માર્ગ સમજવો, માર્ગ સંબંધી મિથ્યાત્વ છે. આ રીતે યજ્ઞ-યોગાદિ જે ભૌતિક સમૃદ્ધિનો માર્ગ છે, તેને મોક્ષમાર્ગ માનવો મિથ્યાત્વ જ છે. જે અહિંસા પ્રધાન મોક્ષનો માર્ગ છે, તેને સંસારનો માર્ગ સમજવો પણ માર્ગ સંબંધી મિથ્યાત્વ છે. દયા અને દાનને ડૂબવાનું ખાતું બતાવવું, આ મિથ્યાત્વના અંતર્ગત સમજવું જોઈએ.
પૃથ્વીકાય આદિ ષડૂજીવ નિકાયની જેમાં હિંસા થાય તે હિંસાને ધર્મ માનવું પણ મિથ્યાત્વ છે. દેવી-દેવતાઓને સચિત્ત પુષ્પ, ફળાદિ ચઢાવવામાં, બલિ આપવામાં, સ્નાન અને યજ્ઞાદિમાં મદ્ય-માંસ, મૈથુનાદિ પાંચ મકારોના સેવનમાં ધર્મ માનવામાં - ઉન્માર્ગનો માર્ગ સમજવા રૂપ મિથ્યાત્વ છે.
(૫-૬) જીવને અજીવ અને અજીવને જીવ સમજવો : મુમુક્ષુ આત્માને જીવઅજીવનો વિવેક સારી રીતે સમજી લેવો જોઈએ, નહિતર સમ્યક રૂપથી મોક્ષમાર્ગની આરાધના સંભવ નથી. જેમ કે “આગમ'માં કહ્યું છે -
जो जीवेऽवि ण जाणइ, अजीवेऽवि ण जाणइ । जीवाजीवे अजाणन्तो, कहं सो नाहीई संजमं ॥
- દશવૈકાલિક, અ-૪, ગા-૧ર જે જીવને જાણતા નથી, અજીવને જાણતા નથી, જીવાજીવને જાણતા નથી, તે સંયમનું પાલન કેવી રીતે કરી શકે? અર્થાત્ સંયમની આરાધના માટે જીવ-અજીવનો વિવેક હોવો આવશ્યક છે.
સંસારમાં ઘણા લોકોને જીવ-અજીવના સ્વરૂપનું સમ્યગુજ્ઞાન થતું નથી, તેથી એ જીવને અજીવ સમજી લે છે અને અજીવને જીવ સમજી લે છે. આ જીવાજીવ સંબંધી મિથ્યાત્વ કહેવાય છે. (૫૦૮) ) છેજ છે જે છે તે છે જિણધો]