Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 520
________________ સમજતો હતો, પરંતુ મત્સર્યના કારણે તે ઉસૂત્ર પ્રરૂપણા કરવા લાગ્યો. માત્સર્ય અને અભિમાનપૂર્ણ દુરાગ્રહના કારણે તે સત્યનો ઉત્થાપક અને મિથ્યાનો પ્રરૂપક બન્યો. આ અભિનિવેશનું ઘાતક પરિણામ છે. આવી વ્યક્તિ સ્વયં પણ ડૂબે છે અને અન્યોને પણ ડુબાડે છે. સ્વયં પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય છે અને અન્યોને પણ સમ્યકત્વથી પતિત કરે છે. આનું દુષ્પરિણામ બતાવતા કહેવાયું છે કે - अन्नेसिं सत्ताणं मिच्छत्तं जो जणेइ मूढ़प्पा । सो तेण निमित्तेण, न लहइ बोहिं जिणाभिहिअं ॥ જે અભિનિવેશ-ગ્રસ્ત વ્યક્તિ બીજા જીવોને મિથ્યાત્વની તરફ ઘસડી જાય છે, તેમને સત્ય માર્ગથી અલગ હટાવે છે, તે વ્યક્તિ એ પાપકર્મ દ્વારા એટલો ભારી થઈ જાય છે કે તેને આગળના જન્મોમાં બોધિની-પ્રાપ્તિ અત્યંત દુર્લભ થઈ જાય છે. દુબુદ્ધિ અને દુરાગ્રહના કારણે તે વ્યક્તિ પોતાનું ઘોરાતિઘોર નુકસાન કરી લે છે. પોતાના આત્માને કર્મોના ભારથી ભારી બનાવી લે છે. તેથી અભિનિવેશના ભયંકર પરિણામને જાણીને તેનાથી બચવું જ જોઈએ. જે સત્ય તત્ત્વ પ્રતીત થાય છે, તેના વગર કોઈ પૂર્વાગ્રહથી સાચા રૂપમાં પ્રગટ કરવો જોઈએ. મિથ્યાભિમાન અથવા દુરાગ્રહપૂર્ણ આવેશના ચક્કરમાં કદાપિ ફસવું જોઈએ નહિ. શાસ્ત્રીય અર્થના વિષયમાં સંશય અને મતભિન્નતા થઈ શકે છે. પરંતુ આટલા માત્રથી જ અભિનિવેશનો આશ્રય લેવો ન જોઈએ. આચાર્ય જિનભદ્ર અને આચાર્ય સિદ્ધસેનમાં કેટલાક શાસ્ત્રીય મતભેદ રહ્યા પરંતુ તેઓ અભિનિવેશના વશીભૂત ન થયા. બંનેએ વીતરાગ પ્રરૂપિત શાસ્ત્રના પ્રતિ નિષ્ઠાની સાથે પોતાના મતની પુષ્ટિ કરી વીતરાગ દેવના દ્વારા ઉત્પાદિત શાસ્ત્રોના પ્રતિ એમણે પરિપૂર્ણ આસ્થા વ્યક્ત કરતા તેના સમર્થનમાં પોતાના મત વ્યક્ત કર્યા. જ્યારે ગોષ્ઠામાહિલ વગેરે આભિનિવેશિકતાથી ગ્રસ્ત લોકો પોતાના મતના અનુસાર શાસ્ત્રીય અર્થને તોડતા-મરોડતા રહ્યા છે. તેઓ શાસ્ત્રીય અર્થની અવહેલના કરે છે જ્યારે શાસ્ત્રીય નિષ્ઠાવાળા અભિનિવેશ રહિત જીવ શાસ્ત્રીય સંદર્ભોને જોડીને તેને સંગત કરે છે. આ મહત્ત્વપૂર્ણ બુનિયાદી ભેદને સમજી લેવો ખૂબ જ જરૂરી છે. અભિનિવેશની તીવ્રતાના ઘાતક પરિણામોને જાણીને મુમુક્ષુ આત્માઓએ અભિનિવેશિક મિથ્યાત્વથી સદા દૂર રહેવું જોઈએ. (૪) સાંશયિક મિથ્યાત્વ ઃ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા દ્વારા કહેલાં વચનોમાં શંકા કરવી સાંશયિક મિથ્યાત્વ છે. મુમુક્ષુને આ દેઢ આસ્થા, મજબૂત વિશ્વાસ અને અડગ શ્રદ્ધા હોવી જોઈએ કે વિતરાગ પરમાત્માના વચન કદાપિ અન્યથા ન હોઈ શકે. અહંત ભગવાન સર્વજ્ઞ છે અને વીતરાગ છે, તેથી તેમના અન્યથા ભાષણનું કોઈ કારણ નથી. અન્યથા ભાષણનું કારણ છે. અજ્ઞાન અથવા રાગ-દ્વેષ આ બંને કારણ અરિહંત પ્રભુમાં ન હોવાથી તેઓ સત્યવક્તા જ છે. આવી નિષ્પકમ્પ શ્રદ્ધા મુમુક્ષુ આત્મામાં હોવી જોઈએ. વીતરાગ પરમાત્માનાં વચનોમાં શંકા કરવાથી આત્મા ડોલાયમાન અને અનિર્મીત સ્થિતિનો અનુભવ કરવા લાગે છે. જે પતનના દ્વાર ખોલે છે. તેથી કહેવાય છે કે - [ મિથ્યાત્વ 300000000000000000(૫૦૩)

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538