Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 521
________________ 'संशयात्मा विनश्यति' ભગવત્ ગીતા સંશયી-શંકાશીલ આત્માનું અધ:પતન થાય છે, તેથી આત્મ-કલ્યાણના અભિલાષીઓને આ દઢ વિશ્વાસ હોવો જોઈએ કે - મેવ સર્ઘ સંવ, કં નિર્દિ પવે” - ભગવતી, ૧-૩ જિનેશ્વર દેવોએ જે કહ્યું છે તે સત્ય અને નિઃશંક જ છે. તેમાં કોઈ પ્રકારની પ્રરૂપિત અનેક ગહન તત્ત્વોના વિષયમાં સાધકોની બુદ્ધિ કામ કરતી નથી. તે તેમની સમજ બહાર હોય છે. તદાપિ સાધકોએ એ વિચારવું જોઈએ કે વીતરાગ પરમાત્મા જ્ઞાનના સમુદ્રની જેમ અગાધ અને ગહન છે. તે સાધારણ છદ્મસ્થોની બુદ્ધિમાં પૂરી રીતે આવી શકતું નથી. જેમ સમુદ્રનું આખું પાણી લોટા અથવા ઘડામાં સમાઈ શકતું નથી, એવી રીતે અનંત જ્ઞાનીના વચનોનું રહસ્ય પૂરી રીતે છઘસ્થની બુદ્ધિનો વિષય થઈ શકતો નથી. આવું સમજીને સંશય અને અનાસ્થાથી દૂર રહેવું જોઈએ. પ્રશ્ન થઈ શકે છે કે જો વીતરાગ વચનોમાં શંકા કરવી મિથ્યાત્વ છે તો શ્રી ગૌતમ સ્વામી દ્વારા ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવાની સ્થિતિનું વર્ણન કરતા શાસ્ત્રકારે તેમના માટે “નાત સંસઈ વિશેષણ લગાવ્યું છે, આ કેવી રીતે ઉચિત છે ? ઉક્ત પ્રશ્નનું સમાધાન એ છે કે તત્ત્વજ્ઞાન માટે, જિજ્ઞાસાની શાંતિ માટે સંશય અથવા શંકા કરવી અનુચિત નથી, પરંતુ એ શંકાને ચિરસ્થાયી ન રાખતા તેનું સમાધાન વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા કરી લેવું જોઈએ, યથોચિત સમાધાન ન મળવાથી “તત્વ ક્ષેત્રિખ્ય જાણીને શંકાની નિવૃત્તિ કરી લેવી જોઈએ. શંકાને બનાવી રાખવી અનુચિત છે. શ્રી ગૌતમ સ્વામીએ જિજ્ઞાસાવશ અથવા અન્ય જીવોના ઉપકારાર્થ શંકા પ્રસ્તુત કરી તેનું સમાધાન પ્રભુના શ્રીમુખથી મેળવી શંકાની નિવૃત્તિ કરી લીધી હતી. શંકાને બનાવી રાખી ન હતી. તેથી “નાત સંસા' વિશેષણ આપવામાં કોઈ વિસંગતિ નથી. વસ્તુતઃ અહીં આપણે સંશય શબ્દ જિજ્ઞાસાનો દ્યોતક છે, એમ તો નીતિકારોએ કહ્યું છે કે “ન સંશયમનાઈ નો ભદ્રાણિ પતિ' જ્યાં સુધી સંશયની સ્થિતિનો સામનો ન કરીએ ત્યાં સુધી સફળતા મળતી નથી. તેથી એક સીમા સુધી સંશયની ઉપયોગિતા છે. સંશયથી જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી આવો સંશય જેનું નિવારણ જિજ્ઞાસા અને તત્ત્વજ્ઞાનથી કરી લેવામાં આવે છે, અનુચિત નથી. સૂક્ષ્માર્થ વિષયોમાં સાધુઓને પણ સંશય થાય છે. પરંતુ તમેવ સર્વા સંૐ ગં નિહિં પડ્ય” અથવા “તત્ત્વ વનિ નણં' આ આગમોક્ત ભગવદ્ વચન-પ્રામાણ્યને પ્રધાનતા આપવાથી તે નિવૃત્ત થઈ જાય છે. જો આ સંશય બની રહે છે તો અવશ્ય જ તે સાંશયિક મિથ્યાત્વની શ્રેણીમાં આવે છે. તેથી ‘ભગવતી સૂત્ર'માં પ્રશ્ન કર્યો છે કે - “શું સાધું પણ શંકા-કાંક્ષા મોહનીયનું વેદન કરે છે?” ઉત્તરમાં કહેવાયું છે કે - “તેઓ પણ મહોદયથી શંકા-કાંક્ષાનું વેદન કરે છે. જો શંકાની નિવૃત્તિ કરી લેવામાં આવે છે અથવા શંકાની નિવૃત્તિ વિશિષ્ટ જ્ઞાની ગુરુથી કરવા ઇચ્છુક છે, તો મિથ્યાત્વનો દોષ લાગતો નથી. શંકાની અનિવૃત્તિની સ્થિતિમાં જ મિથ્યાત્વનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેથી ઉત્પન્ન શંકાનું નિવારણ કરીને સાંશયિક મિથ્યાત્વથી બચવું જોઈએ. (૫૦૪) જિણધમો

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538