________________
કે તાડન કરવું જીવ સાહત્યિયા છે અને પોતાના હાથમાં તલવાર વગેરે નિર્જીવ વસ્તુ લઈને વધ કે તાડન કરવું અજીવ સાહત્યિયા ક્રિયા છે.
કોઈ-કોઈ આ ક્રિયાનો અર્થ દેડકો, મરઘો, સાંઢ, તેતરો વગેરે જાનવરોને પરસ્પર લડાવવાનો પણ કરે છે.
(૧૬) નૈસૃષ્ટિકી : કોઈ જીવાજીવ વગેરે વસ્તુને નિર્દયાપૂર્વક અને અયતનાપૂર્વક ફેંકવા કે પટકવાથી લાગનારી ક્રિયા નૈસૃષ્ટિકી ક્રિયા છે. એના બે ભેદ છે - જીવ નૈસૃષ્ટિકી અને અજીવ નૈસૃષ્ટિકી. કોઈ જીવને નિર્દયતાપૂર્વક ઉપર ફેંકવા કે નીચે પટકવાથી લાગનારી ક્રિયા જીવ નૈસૃષ્ટિકી ક્રિયા છે. કોઈ વસ્તુને અયતનાપૂર્વક ફેંકવા કે રાખવાથી લાગનારી ક્રિયા અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા છે. યંત્ર દ્વારા તળાવ વગેરેથી જળ કાઢવું જીવ નૈસૃષ્ટિકી અને ધનુષથી બાણ છોડવું અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા છે. ‘તત્ત્વાર્થ ભાષ્ય’માં પાપકારી પ્રવૃત્તિ માટે અનુમતિ દેવાને પણ નૈસૃષ્ટિકી ક્રિયા કહેવામાં આવી છે.
(૧૭) આજ્ઞાપનિકા ઃ કોઈના પર આજ્ઞા ચલાવવાથી કે આજ્ઞા આપીને કોઈ વસ્તુને મંગાવવાથી લાગનારી ક્રિયાને આજ્ઞાપનિકા કે આનયન ક્રિયા કહે છે. એના બે ભેદ છે - જીવ આજ્ઞાપનિકા અને અજીવ આજ્ઞાપનિકા. આજ્ઞા આપીને કોઈ સજીવ વસ્તુને મંગાવવી કે કોઈ જીવ ઉપર આજ્ઞા ચલાવવી જીવ આજ્ઞાપનિકા છે. કોઈ નિર્જીવ વસ્તુને મંગાવવી કે નિર્જીવ વસ્તુ સંબંધી આજ્ઞા કરવી અજીવ આજ્ઞાપનિકા ક્રિયા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આ ક્રિયાનો અર્થ - વ્રત પાલન કરવાની શક્તિના અભાવમાં શાસ્ત્રોક્ત આજ્ઞાના વિપરીત પ્રરૂપણા કરવી બતાવવામાં આવી છે.
(૧૮) વૈદારણિકા : કોઈપણ વસ્તુના વિદારણથી ચીરવા-ફાડવાથી લાગનારી ક્રિયાને વૈદારણિકા ક્રિયા કહે છે. અન્યનાં પાપોને પ્રકાશિત કરવાથી લાગનારી ક્રિયાને પણ વિદારણ ક્રિયા કહે છે. અથવા કોઈને ઠગવા માટે કોઈ જીવ-અજીવના વિશે મિથ્યા વાતો કરવી કે
‘આ એવો છે, તેવો છે,' આ પણ વિતારણ પ્રતારણ ક્રિયા છે અથવા કોઈપણ જીવાજીવ વગેરે વસ્તુના ક્રય-વિક્રયમાં દલાલી કરવામાં લાગનારી ક્રિયા પણ વિદારણી ક્રિયા છે. એના બે ભેદ છે - જીવ વિદારણી અને અજીવ વિદારણી. કોઈ જીવ સહિત વસ્તુને વિદારણથી, વિતારણથી કે જીવ વિષયક દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે, તે જીવ વૈદારણિકા ક્રિયા છે અને નિર્જીવ વસ્તુના વિદારણથી કે નિર્જીવ વસ્તુ સંબંધિત વિતારણ કે દલાલી કરવાથી લાગનારી ક્રિયા અજીવ વૈદારણિકા ક્રિયા છે.
(૧૯) અનાભોગ પ્રત્યયા : અજ્ઞાન કે અસાવધાનીથી કાર્ય કરવાથી લાગનારી ક્રિયાને અનાભોગ પ્રત્યયા ક્રિયા કહે છે. એના બે ભેદ છે - અનાયુક્ત આદાનતા અને અનાયુક્ત પ્રમાર્જનતા. ઉપયોગ રહિત અસાવધાનીથી વસ્ત્ર-પાત્ર વગેરેને લેવા કે રાખવાથી જે ક્રિયા લાગે છે, તે અનાયુક્ત આદાનતા છે અને વગર ઉપયોગે અસાવધાનીથી વસ્ત્ર-પાત્ર વગેરેની પ્રમાર્જના-પ્રતિલેખન વગેરે કરવાથી લાગનારી ક્રિયાને અનાયુક્ત પ્રમાર્જનતા છે.
જિણધમ્મો
૪૯૦