Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 505
________________ કરવામાં આવતો. પ્રશ્ન થઈ શકે છે કે જે વસ્તુઓનો આપણે ઉપભોગ નથી કરતા, જેમના વિશે આપણે જાણતા સુધી નથી, એમના નિમિત્તથી આપણને ક્રિયા ક્યાંથી લાગી શકે છે ? આનું સમાધાન એ છે કે પોતાના મકાનમાં કચરો ભરવાની કોઈની ઇચ્છા નથી હોતી, છતાંય જ્યાં સુધી દરવાજા ખુલ્લા રહે છે ત્યાં સુધી ઘરમાં કચરો આવશે જ. જો દ્વાર બંધ કરી દેવામાં આવે તો કચરો આવતો બંધ થઈ શકે છે. એ જ રીતે જે વસ્તુ ભલે જાણીતી ન હોય કે જેની ઇચ્છા ન કરવામાં આવી હોય, પરંતુ જો એનો ત્યાગ પ્રત્યાખ્યાન ન કરવામાં આવ્યું હોય તો આસ્રવ દ્વારા ખુલ્લા રહેવાથી પાપરૂપી કચરો આવ્યા વગર નથી રહેતો. જ્યારે પ્રત્યાખ્યાન દ્વારા આસ્રવ બંધ કરવામાં આવે છે ત્યારે પાપ ક્રિયાનું આવવું બંધ થઈ જાય છે. બીજી વાત એ પણ છે કે જે વસ્તુનો નિયમપૂર્વક ત્યાગ નથી કરવામાં આવ્યો તે કદાચ એની સામે આવવાથી એનો ઉપભોગ કરી શકાય છે. જ્યાં સુધી કોઈ વસ્તુનો ત્યાગ નથી કરવામાં આવતો ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે પૂરી વિરતિ ઉત્પન્ન નથી થઈ, એ જ માનવું પડશે. એ વસ્તુના ઉપભોગની અવ્યક્ત ઇચ્છા બનેલી છે, એ જ સમજવું પડશે. અંદર રહેલી અવ્યક્ત ઇચ્છા અવસર જોઈને વ્યક્ત રૂપ ધારણ કરી શકે છે. તેથી જે વસ્તુના ઉપભોગની લેશમાત્ર પણ ભાવના ન હોય એનો વીતરાગ કે ગુરુદેવની સાક્ષીથી ત્યાગ કરી દેવો જ ઉચિત છે. આ પ્રકારના ત્યાગથી મનમાં દઢતા ઉત્પન્ન થાય છે અને અપ્રત્યાખ્યાનપ્રત્યયા ક્રિયાથી બચાવ પણ થઈ જાય છે. આ પ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયાના બે ભેદ છે - જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા અને અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા. સચિત્ત વસ્તુઓના ભોગપભોગનો પ્રત્યાખ્યાન કરવાથી લાગનારી ક્રિયા જીવ અપ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયા છે. અજીવ-મદ્યાદિ વસ્તુઓનું પ્રત્યાખ્યાન ન કરવાથી લાગવાવાળી ક્રિયા અજીવ-અપ્રત્યાખ્યાન, પ્રત્યયા ક્રિયા છે. (૧૦) મિથ્યાદર્શન પ્રત્યયા તત્ત્વ અશ્રદ્ધાન રૂપ મિથ્યાદર્શનના કારણે લાગનારી (થનારી) ક્રિયા મિથ્યાદર્શન પ્રત્યયા છે. એના બે ભેદ છે - જૂનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા અને તથ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા. વસ્તુનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનાથી ઓછું કે વધુ એને સમજવું ન્યૂનાતિરિક્ત મિથ્યાદર્શન છે. જેમ આત્મા સ્વદેહ પ્રમાણ છે, પરંતુ જો કોઈ કહે છે - “આત્મા તલમાત્ર યવમાત્ર કે અંગુષ્ઠ પર્વમાત્ર છે” તો આ કથન ન્યૂન મિથ્યાદર્શન છે. આ રીતે જો કોઈ આત્માને સર્વ વ્યાપક કહે તો તે અતિરિક્ત મિથ્યાદર્શન છે, કારણ કે આત્માનું અધિષ્ઠાન શરીર એક લાખ યોજનથી વધુ પ્રમાણવાળો નથી હોતો. આ રીતે ન્યૂન કે વધુ પ્રરૂપણા કરવી ન્યૂનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. જે ઉક્ત ન્યૂનાતિરિક્ત મિથ્યાદર્શનથી અલગ અન્ય પ્રકારની વિપરીત પ્રરૂપણા કરે છે કે વિપરીત શ્રદ્ધા રાખે છે, એને તવ્યતિરિક્ત મિથ્યાદર્શન ક્રિયા લાગે છે. જેમ કે કોઈ આ પ્રરૂપણા કરે કે આત્મા છે જ નહિ. (૧૧) દષ્ટિકા (દષ્ટિજા) ક્રિયા કોઈ રમણીય વસ્તુને રાગ-દૃષ્ટિથી જોવાથી થનારી ક્રિયા અથવા કોઈ દર્શનીય વસ્તુને જોવાના નિમિત્ત જવાથી લાગનારી ક્રિયા દૃષ્ટિકા ક્રિયા (૪૮૮) OOOOOOOOOOOOOOOX જિણધમો)

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538