________________
છે
(3) સંયોગ : બે કે વધુ વસ્તુઓને મિલાવવી સંયોગ કહેવાય છે. એના બે ભેદ ભક્તપાન સંયોગાધિકરણ અને ઉપકરણ સંયોગાધિકરણ. આહાર-પાણીનું સંયોજન કરવું ભક્ત-પાન સંયોગાધિકરણ છે અને વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોનું સંયોજન કરવું ઉપકરણ સંયોગાધિકરણ છે.
.
(૪) નિસર્ગ : નિસર્ગનો અર્થ પ્રવર્તન છે. મન, વચન અને કાયાના પ્રવર્તનના રૂપમાં નિસર્ગના ત્રણ ભેદ છે. મનને ક્યાંક લગાવવું મન-નિસર્ગ છે. વચન બોલવું વાગ્-નિસર્ગ છે અને શરીરને કાર્યમાં લગાવવું કાય-નિસર્ગ છે. આમ, નિર્વર્તનાના ૨, નિક્ષેપના ૪, સંયોગના ૨ અને નિસર્ગના ૩ ભેદ - એ બધા મળીને અજીવ અધિકરણના ૧૧ ભેદ થાય છે.
આમ, જીવાધિકરણ અને અજીવાધિકરણના કારણથી કર્માસ્રવમાં ભિન્નતા થાય છે.
G
મિથ્યાત્વ
આત્માનો પ્રબળતમ શત્રુ મોહ છે. આ મોહરાજાએ આત્માના અનંત વૈભવ અને ઐશ્વર્યને લૂંટી લીધા છે. મોહરાજાએ આત્માના સામ્રાજ્ય પર આક્રમણ કર્યું છે. આત્મારાજા પ્રમાદમાં લીન રહ્યા અને જોતજોતામાં મોહરાજાએ વિશાળ સામ્રાજ્ય અને અપાર જ્ઞાનાદિ વૈભવને હડપી લીધા, એટલું જ નહિ તેમણે આત્માને બંદી બનાવી લીધો અને એના પર એવો પ્રભાવ પાડ્યો કે આત્મા-નૃપ પોતાના સ્વરૂપને જ ભૂલી ગયા અને મોહરાજા જે તેની દુર્દશાનું કારણ બન્યા - તેને પોતાના હિતૈષી માનવા લાગ્યા. આ મોહે આત્માનો એવો પરાભવ કર્યો કે તેની જાતિ જ વિપરીત કરી દીધી. તેના ફળ સ્વરૂપે આત્મા પોતાના વિદ્યમાન વૈભવશાળી સ્વરૂપને ભૂલી ગયા અને મોહરાજાના કારાગારમાં જ આનંદ માનવા લાગ્યા. કહેવાયું છે કે -
आया नाण सहावी दंसण सीलो विसुद्ध सुहरुवी । सो संसारे भमइ, एसो दोसो खु मोहस्स ॥१॥ जो उ अमुत्ति कत्ता, असंग निम्मल सहाव परिणामी । सो य कम्म कवयबद्धो दीणो सो मोह वसगत्ते ॥२॥
ही दुक्खं आयभवं मोहमहऽऽप्पाणमेव धंसेई । जस्सुदए णियभावं सुद्धं सव्वं पि नो सरइ ॥३॥ આત્મા જ્ઞાન સ્વભાવવાળો છે, તે દર્શનશીલ છે, (અનંત જ્ઞાન-દર્શનવાળો છે) તે વિશુદ્ધ છે અને સુખ સ્વરૂપવાળો છે. અર્થાત્ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિવાળો હોવા છતાં પણ તે સંસારમાં ભટકી રહ્યો છે - આ મોહનો પ્રભાવ છે ૧. આત્મા અમૂર્ત છે, અસંગ છે, નિર્મળ છે, તદાપિ તે કર્મરૂપી કવચમાં જકડાયેલ છે, દીન બનેલો છે, આ બધુ મોહદશાનું પરિણામ છે. ૨. આત્માની આવી દીન-હીન દશા પર ખેદ થાય છે કે તે મોહમાં વશીભૂત થઈને, મોહથી મોહિત થઈને પોતાની દુર્દશા કરે છે. આ
૪૯૫
મિથ્યાત્વ