________________
પોતાના માટે હિતકારી વ્રત-નિયમાદિમાં દુઃખ અને પોતાના માટે અહિતકારી વિષયભોગોમાં સુખ માનવા લાગે છે. પોતાના આત્મિક સૌંદર્યને તુચ્છ માનીને પૌગલિક પદાર્થોમાં સુંદરતા જુએ છે, વીતરાગ પ્રરૂપિત અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મે અનાહત કરીને વિલાસના માર્ગ પર ચાલવા લાગે છે. આ મિથ્યાત્વનું ભયંકર પરિણામ છે. - મિથ્યાત્વ એ મહાવિષ છે, જે સમસ્ત સાધનાઓ, તપસ્યાઓ અને આરાધનાઓને વિષાક્ત, દૂષિત અને નિષ્ફળ બનાવી દે છે. મિથ્યાત્વ એ મહા જ્વર છે, જે આત્માના આરોગ્યને નષ્ટ કરી દે છે અને જ્યાં સુધી તે બની રહે છે ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક રસાયણ પણ તેને આરોગ્ય પ્રદાન કરી શકતું નથી. જ્યાં સુધી મિથ્યાત્વ બની રહે છે ત્યાં સુધી સંયમ, તપ, જ્ઞાન, ચારિત્ર વગેરે બધું નિરર્થક અને નિષ્ફળ થાય છે. કહેવાયું છે -
श्लाध्यं हि चरण ज्ञान वियुक्तमपि दर्शनम् ।
न पुनर्ज्ञान चारित्रे मिथ्यात्व विष दूषिते ॥ અર્થાત્ સમ્યગ્દર્શન કદાચિત્ વિશિષ્ટ જ્ઞાન અને ચારિત્રથી રહિત હોય, તો પણ તે પ્રશંસનીય છે. તેનાથી સંસાર પરિત થઈ જાય છે. પરંતુ મિથ્યાત્વના વિષથી દૂષિત વિપુલ જ્ઞાન અને ચારિત્રનું હોવું પ્રશંસનીય નથી. વધુ પણ કહ્યું છે -
नरत्वेऽपि पशूयन्ते, मिथ्यात्वग्रस्त चेतसः ।
पशुत्वेऽपि नरायन्ते, सम्यक्त्व व्यक्तचेतनाः ॥ જેનું અંતઃકરણ મિથ્યાત્વથી ગ્રસ્ત છે, તે મનુષ્ય થઈને પણ પશુની સમાન છે અને જેની ચેતના સમ્યકત્વથી નિર્મળ છે, તે પશુ હોવા છતાં પણ મનુષ્યની સમાન છે.
આસ્રવ અને બંધનાં કારણોમાં સૌથી પ્રધાન અને મુખ્ય કારણ મિથ્યાત્વ જ છે. તેથી કહેવાયું છે - मिथ्यादर्शनाविरति प्रमादकषाययोगाः बन्धहेतवः
- તવાર્થ સૂત્ર, અ-૮, સૂ-૧ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ પાંચ બંધના હેતુ છે. અહીં સૌથી પહેલાં મિથ્યાદર્શનને બંધનું કારણ કહેવાયું છે. જે એ વાતને સિદ્ધ કરે છે કે બધાં બંધકારણોમાં મિથ્યાત્વ સૌથી મુખ્ય કારણ છે. મિથ્યાત્વથી ગ્રસિત જીવ ન તો પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકે છે, ન બંધનને સમજી શકે છે અને ન તો તેનાથી છુટકારો મેળવવાના ઉપાયોને પણ સમજે છે. આચારાંગ સૂત્ર'ના નિર્યુક્તિકારે કહ્યું છે -
कुणमाणो व निवित्तिं परिच्चयंतोऽवि सयणधणभोए । दिन्तो वि दुहस्स उरं मिच्छदिट्ठी न सिज्झइ उ ॥
- ગાથા ૨ ૨૦ યમ-નિયમાદિ કરવા છતાં પણ કુટુંબ, ધન અને ભોગોનો ત્યાગ કરવા છતાં, પંચાગ્નિ તપ વગેરે દ્વારા શારીરિક કષ્ટ સહન કરવા છતાં પણ મિથ્યાદૃષ્ટિ પરમ સિદ્ધિ મેળવી શકતી નથી. [ મિથ્યાત્વ છે જે છે તે છે કે જે છે તે છે કે ૪૯૦)