________________
જે જોઈને વિષય-સુખોથી પરાગમુખ બનેલાં તત્ત્વદર્શી પુરુષ એમને નિસ્સાર જાણીને વૈરાગ્ય ભાવનાનું પોષણ કરે છે.
તાત્પર્ય એ છે કે આદાનની શુદ્ધિ કે અશુદ્ધિ અનુસાર, નિમિત્ત પણ શુદ્ધ કે અશુદ્ધ બનાવી લેવાય છે. આત્યંતર, ચિત્તવૃત્તિ અનુસાર એક જ પદાર્થ એક વ્યક્તિને એક રૂપમાં જોવા મળે છે, તો બીજાને બીજા રૂપમાં ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ પદાર્થો ઉપર પડે છે. એક વેશ્યાના મૃત શરીરને જોઈને એક ભોગી-કામી વિચારે છે કે - “કેવું સારું થાત જો આ જીવતી હોય. હું એની સાથે વૈષયિક સુખોપભોગ કરતો.” એ જ મૃત શરીરને જોઈને યોગી વિચારે છે કે - “ઓહો ! શરીરની ક્ષણભંગુરતા ! નર-નારી પોતાના સુંદર તનનું અભિમાન કરે છે અને રાત-દિવસ આને સજાવવામાં વ્યતીત કરે છે. આખરે આનું આ પરિણમન કે સળગીને રાખ થઈ જશે. આશ્ચર્ય ! મહાઆશ્ચર્ય !! આ વેશ્યા પોતાનું શીલ રત્ન વેચીને અનેકને પતિત કરતી હતી અને આજ શું સાથે લઈ જઈ રહી છે ? કેવી સંસારની વિડંબના છે !' એ જ વેશ્યાના શબને જોઈને કૂતરો વિચારે છે કે – “લોકો અહીંથી દૂર થાય તો હું એનું માંસ ખાઉં !” આ રીતે એક જ શબને જોઈને જોવાથી ભોગી, યોગી અને શ્વાનને અલગ-અલગ વિચાર થયા. કહેવાની જરૂર નહિ હોય કે આ એમની ચિત્તવૃત્તિનો પ્રભાવ છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે ચિત્તનાં પરિણામોની ધારા અનુસાર પદાર્થ સારા કે ખોટા બની જાય છે. પદાર્થમાં સ્વયં ન તો સારું છે ન ખોટું ! દુનિયાનો કોઈ પદાર્થ નિરુપયોગી નથી. શિક્ષા ગ્રહણ કરનાર વ્યક્તિ દુનિયાના પ્રત્યેક પદાર્થથી શિખામણ લઈ શકે છે અને ખોટું જોનારને પ્રત્યેક સારામાં સારા પદાર્થમાંથી ખોટું (ખરાબ) લઈ શકે છે. એનાથી આ વાત ફલિત થાય છે કે બાહ્ય પદાર્થ સ્વયં ખરાબ નથી, પરંતુ એમાં પ્રાણીઓની આસક્તિ અનિષ્ટનું કારણ છે. પદાર્થોનો સદુપયોગ અથવા દુરુપયોગ કર્તાની ચિત્તવૃત્તિઓ પર નિર્ભર છે. તેથી સૂત્રકારોએ ફરમાવ્યું છે કે - “જે કમેના આવવાના માર્ગ છે. તે જ કર્મની નિર્જરાના નિમિત્ત બની શકે છે અને જે કર્મની નિર્જરાના નિમિત્ત છે એ જ કર્મના આસવના નિમિત્ત બની જાય છે. મિથ્યા દૃષ્ટિઓ માટે જે પાપનાં કારણો છે તે જ તત્ત્વદર્શી સમ્યકત્વી જનો માટે કર્મ નિર્જરાના કારણ બની જાય છે. એ સ્ત્રી ચંદન, પુષ્પમાળા વગેરે કામીઓ માટે કર્મ હેતુ હોવાથી આમ્રવરૂપ છે. તે જ વિરક્તાત્માઓના વૈરાગ્યનું પોષણ કરવાની પરિસ્ટવ-નિર્જરાના સ્થાન થઈ જાય છે. આ રીતે સાધુસમાચારી, તપશ્ચરણ વગેરે નિર્જરાના સ્થાન અશુભ અધ્યવસાયો માટે અને સાતા-૨સ અને ઋદ્ધિગૌરવ વગેરેના કારણે કર્મ-બંધનના કારણ થઈ જાય છે. તેથી કહ્યું છે કે -
यथा प्रकाराः यावन्तः संसारावेश हेतवः ।
तावन्तस्तद्विपर्यासानिर्वाण सुख हेतवः ॥ અર્થાત્ જેટલા પ્રકારના અને જેટલા સંસારમાં પરિભ્રમણનાં કારણો છે, એટલા જ પ્રકારના અને એટલાં જ, એમને વિપરીત રીતિથી લેવાથી, મોક્ષ સુખના કારણ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેટલા કર્મ નિર્જરાને માટે સંયમમાં સ્થાન છે, એટલા જ કર્મ બંધનના માટે અસંયમના સ્થાન છે. [ આમ્રવ તત્ત્વ છે જે છે તે છે જે ૪૮૧)