________________
જૈન દૃષ્ટિથી બંધ ચાર પ્રકારના છે - (૧) પ્રકૃતિ બંધ, (૨) સ્થિતિ બંધ, (૩) અનુભાગ બંધ, (૪) પ્રદેશ બંધ. આનું વિસ્તૃત વર્ણન બંધ તત્ત્વમાં કરવામાં આવશે. અહીં તો સંક્ષેપમાં એ બતાવવું જ પ્રાસંગિક છે કે યોગના નિમિત્તથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે અને કષાયના નિમિત્તથી સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. સામાન્ય રીતે ચારેય પ્રકારના બંધોનું સ્વરૂપ આ પ્રકાર છે.
स्वभावः प्रकृतिः प्रोक्तः स्थितिः कालावधारणम् ।
અનુમાનો રસો ય:, પ્રદેશ હત-સંવ: | (૧) પ્રકૃતિ બંધઃ કમમાં આત્માના અલગ-અલગ ગુણોને આવૃત્ત કરવાની શક્તિનું પ્રગટ થવું પ્રકૃતિ બંધ છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જ્ઞાનને ઢાંકવાની છે.
(૨) સ્થિતિ બંધ : અમુક કર્મ આત્માની સાથે અમુક સમય સુધી રહેશે - આ કાળ મર્યાદાને સ્થિતિ બંધ કહે છે. જેમ કે જ્ઞાનાવરણીય જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે.
(૩) અનુભાગ બંધ : કર્મ પ્રવૃતિઓમાં સારું-ખોટું, તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિનું હોવું અનુભાગ બંધ છે. જેમ કોઈ કર્મ તીવ્ર ફળ આપે છે અને કોઈ મંદ ફળ આપે છે.
(૪) પ્રદેશ બંધ : બંધાનાર કર્મ દલિકોના પરિણામને પ્રદેશ બંધ કહે છે. જેમ કોઈ પ્રકૃતિ ઓછા પ્રદેશોવાળી બંધાય છે અને કોઈ વધુ પ્રદેશોવાળી.
કષાયોદયવાળા આત્માઓ કાય-યોગ વગેરે ત્રણ પ્રકારના શુભ-અશુભ યોગથી જે કર્મ બાંધે છે, તે કષાયની તીવ્રતા કે મંદતાના કારણે વધુ કે ઓછી સ્થિતિવાળો હોય છે અને શુભાશુભ વિપાકનું કારણ પણ હોય છે. કષાયમુક્ત આત્માઓ જે કર્મ બાંધે છે તે કષાયના અભાવના કારણે ન તો વિપાકજનક હોય છે અને ન એક સમયથી વધુ સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે કર્મ બંધમાં સ્થિતિ અને રસનું કારણ કષાય છે અને પ્રકૃતિ તથા પ્રદેશનું કારણ યોગ છે. કષાયના અભાવમાં ઉપાર્જિત કર્મમાં સ્થિતિ ને રસનો બંધ નથી હોતો. તેથી મુખ્ય રૂપથી કષાયોને જ સંસારનું મૂળ કહેવામાં આવે છે -
कोहो य माणो य अणिग्गहीआ, माया य लोभो य पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाइं पुणब्भवस्स ॥
- દશવૈકાલિક, અ-૮, ગા- ક્રોધ અને માનને જો ન રોકવામાં આવ્યા અને માયા અને લોભ જો વધતા રહ્યા, તો એ ચારેય કષાય સંસાર પુનર્ભવની જડને સિંચન કરનાર હોય છે. કષાયોના અભાવમાં થનારો કર્મબંધ નામ માત્રનો હોય છે. તે ઈર્યાપથ કહેવાય છે, કારણ કે તે માત્ર હલનચલન(ગતિ)ના નિમિત્તથી હોય છે. તે માત્ર એક સમય સુધી જ રહે છે. સાંપરાયિક આસ્રવ જ સંસારની જડ (મૂળ) છે, તેથી એનાથી બચવાનો પ્રયાસ મુમુક્ષુ આત્માઓને સતત જાગૃત રહીને કરવો જોઈએ. (૪૮)
છેજિણધો]