________________
ચોથો વિકલ્પ ? પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર તત્ત્વ છે, કારણ કે બંનેના ફળ અલગ-અલગ છે. જેના ફળ અલગ-અલગ હોય છે, એમના બીજ (કારણ) પણ અલગઅલગ જ હોય છે. પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. એ બંને અલગ ફળવાળા છે, તેથી એ બંને અલગ-અલગ તત્ત્વ છે. આ ચતુર્થ વિકલ્પ જ યથાર્થ છે. એની યથાર્થતા પૂર્વોક્ત ત્રણ વિકલ્પોની અયથાર્થતા સિદ્ધ કરવા માટે અપાયેલાં પ્રમાણોથી સ્વયં સિદ્ધ થઈ જાય છે.
પાંચમો વિકલ્પ : કર્મનું અસ્તિત્વ જ નથી તો પુણ્ય કર્મ કે પાપકર્મનો વિચાર જ નિરર્થક છે. આ જગત વ્યવહાર સ્વભાવથી સિદ્ધ છે. કર્મની કોઈ સત્તા નથી. આ પાંચમો વિકલ્પ છે. આ વિકલ્પ સર્વથા અસંગત છે, કારણ કે કર્મની સત્તા અને એના પુણ્ય અને પાપરૂપ તત્ત્વોનું પ્રમાણ-યુક્ત સિદ્ધિ પૂર્વમાં કરવામાં આવી ચૂકી છે.
“આ જગત પ્રપંચ સ્વભાવથી સિદ્ધ છે' - આ કથન અસંગત છે. પ્રશ્ન થાય છે કે – “આખરે સ્વભાવ શું છે? આ વસ્તુ રૂપ છે કે અવસ્ત રૂ૫? જો આ વસ્તરૂપ છે તો આકાશ કુસુમની જેમ અનુપલબ્ધ હોવાથી અસત્ છે. જો તે વસ્તુ રૂપ છે તો એનું કારણ શું છે ?” જો તે નિષ્કારણ છે તો ગધેડાના શૃંગથી પણ ઉત્પન્ન થવો જોઈએ. જો તે વસ્તુનો સ્વધર્મ છે તો જીવ અને કર્મનું પરિણામ જ છે. આ રીતે જગત પ્રપંચ સ્વભાવથી નહિ પણ કર્મ દ્વારા સિદ્ધ થાય છે. કર્મની સિદ્ધિ કાર્યાનુમાન અને કારણાનુમાન દ્વારા થાય છે. જે રીતે કૃષિ વગેરે ક્રિયાનું પરિણામ શાલિ, જવ, ઘઉં વગેરેના રૂપમાં જોવામાં આવે છે. એ રીતે જીવની દાન વગેરે ક્રિયા અથવા હિંસા વગેરે ક્રિયાનું પરિણામ પુણ્ય કે પાપના રૂપમાં દૃષ્ટિગોચર થાય છે. આ કારણાનુમાન છે. દેહાદિનું કોઈ કારણ હોવું જોઈએ, કારણ કે આ કાર્ય રૂપ છે. જે કાર્ય થાય છે, એનું કોઈ કારણ અવશ્ય હોય છે, જેમ કે ઘટનું કારણ માટી, ચાખડો વગેરે. દેહનું જ કારણ છે, તે શુભાશુભ પુણ્ય કે પાપ કર્મ છે. આ કાર્યાનુમાન છે. આ રીતે પુણ્ય તત્વ તથા પાપ તત્ત્વની સ્વતંત્ર સત્તા સિદ્ધ થાય છે.
એમ પ્રતિપ્રાણી દ્વારા અર્જિત પાપ અલગ-અલગ પ્રકારના હોવાથી પાપના અનંત ભેદ થઈ શકે છે. પછી પણ પાપના અઢાર ભેદ વિશેષ રૂપથી પ્રસિદ્ધ છે. અઢાર પાપોનાં નામ આ પ્રમાણે છે. પાપના ભેદઃ
(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) ક્લેશ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) પરપરિવાદ, (૧૬) રતિ-અરતિ, (૧૭) માયા-મૃષાવાદ અને (૧૮) મિથ્યાદર્શન શલ્ય.
આ અઢાર મુખ્ય પાપ છે. એમનું સેવન કરવાથી આત્મા ભારે થાય છે અને અધોગતિમાં આવે છે. આ અઢાર મુખ્ય પાપો અને અન્ય સામાન્ય પાપોના ફળ જીવને ૮૨ પાપ-પ્રકૃતિઓના રૂપમાં ભોગવવું પડે છે. પાપની ૮૨ પ્રકૃતિઓના નામ આ પ્રકારે છે. (૪૨ છે. આ જ રીતે આ જિણધમ્મો)