Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 490
________________ પાપની ૮૨ પ્રકૃતિઓઃ (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યય જ્ઞાનાવરણીય, (૫) કેવળ જ્ઞાનાવરણીય, (૬) દાનાંતરાય, (૭) લાભાંતરાય, (૮) ભોગાંતરાય, (૯) ઉપભોગવંતરાય, (૧૦) વીર્યાન્તરાય, (૧૧) નિદ્રા, (૧૨) નિદ્રાનિદ્રા, (૧૩) પ્રચલા, (૧૪) પ્રચલા-પ્રચલા, (૧૫) સ્થાનગૃદ્ધિ, (૧૬) ચક્ષુદર્શનાવરણ, (૧૭) અચક્ષુદર્શનાવરણ, (૧૮) અવધિદર્શનાવરણ, (૧૯) કેવળદર્શનાવરણ, (૨૦) અસાતાવેદનીય, (૨૧) નીચ ગોત્ર, (૨૨) મિથ્યાત્વ મોહનીય, (૨૩) સ્થાવર, (૨૪) સૂક્ષ્મ, (૨૫) અપર્યાપ્ત, (૨૬) સાધારણ, (૨૭) અસ્થિર, (૨૮) અશુભ, (૨૯) દુર્ભગ, (૩૦) દુસ્વર, (૩૧) અનાદય, (૩૨) અશોકીર્તિ, (૩૩) નરકગતિ, (૩૪) નરકાયુ, (૩૫) નરકાનુપૂર્વી, (૩૬) અનંતાનુબંધી ક્રોધ, (૩૭) અનંતાનુબંધી માન, (૩૮) અનંતાનુબંધી માયા, (૩૯) અનંતાનુબંધી લોભ, (૪૦) અપ્રત્યાખ્યાન ક્રોધ, (૪૧) અપ્રત્યાખ્યાન માન, (૪૨) અપ્રત્યાખ્યાન માયા, (૪૩) અપ્રત્યાખ્યાન લોભ, (૪૪) પ્રત્યાખ્યાન ક્રોધ, (૪૫) પ્રત્યાખ્યાન માન, (૪૬) પ્રત્યાખ્યાન માયા, (૪૭) પ્રત્યાખ્યાન લોભ, (૪૮) સંજ્વલન ક્રોધ, (૪૯) સંજ્વલન માન, (૫૦) સંજ્વલન માયા, (૫૧) સંજ્વલન લોભ, (૫૨) હાસ્ય, (૫૩) રતિ, (૫૪) અરતિ, (૫૫) ભય, (૫૬) શોક, (૫૭) જુગુપ્સા, (૫૮) સ્ત્રી વેદ, (૫૯) પુરુષ વેદ, (૬૦) નપુંસક વેદ, (૬૧) તિર્યંચ ગતિ, (૬૨) તિર્યંચાનુપૂર્વી, (૬૩) એકેન્દ્રિય જાતિ, (૬૪) બેઇન્દ્રિય જાતિ, (૬૫) ત્રીન્દ્રિય જાતિ, (૬૬) ચતુરિન્દ્રિય જાતિ, (૬૭) અશુભ વિહાયો ગતિ, (૬૮) ઉપઘાત, (૬૯) અશુભ વર્ણ, (૭૦) અશુભ ગંધ, (૭૧) અશુભ રસ, (૭૨) અશુભ સ્પર્શ, (૭૩) ઋષભનારાચ સંહનન, (૭૪) નારા સંતનન, (૭૫) અર્ધનારાચ સંહનન, (૭૬) કીલક સંહનન, (૭૭) સેવાર્ત સંહનન, (૭૮) નયૂઝોધ પરિમંડળ સંસ્થાન, (૭૯) સાદિ સંસ્થાન, (૮૦) વામન સંસ્થાન, (૮૧) કુન્જ સંસ્થાન અને (૮૨) હુંડ સંસ્થાન. ઉક્ત વ્યાસી પ્રકારથી પાપના ફળને ભોગવવાં પડે છે. (આ પ્રવૃતિઓના અર્થ કર્મબંધના પ્રકરણમાં કરવામાં આવશે.) અહીં એક શંકા થઈ જાય છે કે – “પુણ્યની પ્રકૃતિઓ ૪૨ અને પાપની પ્રકૃતિઓ ૮૨ બતાવી છે. બંને મળીને ૧૨૪ થાય છે. જ્યારે બંધ યોગ્ય પ્રકૃતિઓ ૧૨૦ની બતાવવામાં આવી છે.” આનું સમાધાન એ છે કે - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ - એ ચાર પ્રકૃતિઓ બંધાધિકારમાં સામાન્ય રૂપથી બતાવવામાં આવી છે. પરંતુ પુણ્ય પ્રકૃતિઓમાં શુભ વર્ણ, શુભ ગંધ, શુભરસ અને શુભ સ્પર્શ બતાવવામાં આવી છે. જ્યારે પાપ-પ્રકૃતિઓમાં અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ, અશુભ સ્પર્શ રૂપમાં કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે મૂળ પ્રકૃતિઓ તો વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ચાર જ છે. આને જ શુભ-અશુભના ભેદથી પુણ્ય અને પાપ તત્ત્વમાં અલગ-અલગ કહેવામાં આવ્યા છે. બંધ તો શુભાશુભમાંથી એકનો થાય છે. કાં તો શુભ વર્ણ વગેરેનો થાય છે કે અશુભનો. તેથી બંધ યોગ્ય પ્રવૃતિઓમાં ચાર પ્રકૃતિઓનું જ ગ્રહણ કર્યું છે, આઠનો નહિ. તેથી બંધ યોગ્ય પ્રકૃતિઓ ૧૨૦ની છે. પાપ પ્રકૃતિઓના સ્વરૂપને જાણીને એનો ત્યાગ કરવો જોઈએ. પાપ તત્ત્વ હેય છે. આનું પરિણામ અતિ કડવું (કટુકી છે. તેથી આત્મકલ્યાણના અભિલાષીઓને પાપ પ્રકૃતિઓથી બચવા માટે પાપમય પ્રવૃત્તિઓથી હંમેશાં દૂર રહેવું જોઈએ. [ પાપ તત્ત્વDO O OOOOOOOOOY૪૦૩)

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538