________________
હે ભગવાન ! ધર્માસ્તિકાયના હોવાથી જીવોની શું પ્રવૃત્તિ હોય છે ?” “હે ગૌતમ ! ધર્માસ્તિકાયના હોવાથી જ જીવોના આગમન-ગમન, ભાષા, ઉન્મેષ, મનયોગ, વચનયોગ, કાયયોગ અને અન્ય જે ગતિ રૂપ ભાવ છે તે પ્રવૃત્ત હોય છે. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિમાં સહાયક હોવું છે. જે પણ ગતિરૂપ - હલન-ચલનાત્મક પ્રવૃત્તિઓ છે, તે બધા ધર્માસ્તિકાયના અસ્તિત્વમાં જ સંભવ છે.” ધમસ્તિકાચની સિદ્ધિ :
જૈનદર્શન' સિવાય અન્ય કોઈપણ દર્શનકારે ધર્માસ્તિકાયના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો, તેથી સહજ (સ્વાભાવિક) શંકા થાય છે કે ધર્માસ્તિકાયના અસ્તિત્વમાં શું પ્રમાણ છે? આ શંકાનું સમાધાન આ પ્રકારે છે -
જૈનદર્શને ગતિશીલ જીવ અને પુગલોની ગતિને નિયમિત કરનાર નિયામક તત્ત્વના રૂપમાં ધર્માસ્તિકાયના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. જો એવા કોઈ નિયામક તત્ત્વને ન માનવામાં આવે તો આ વિશ્વનું નિયત સંસ્થાન ક્યારેય થઈ શકતું નથી. જડ અને ચેતન દ્રવ્યની ગતિશીલતા અનુભવ સિદ્ધ છે.
જો તે અનંત આકાશમાં ચાલ્યા જ જાય તો આ વિશ્વનું નિયત સંસ્થાન ક્યારેક સામાન્ય રૂપથી એક જેવું દેખાતું નથી. કારણ કે ભાગના રૂપમાં અનંત પુગલ અને અનંત જીવ અનંત આકાશમાં બેરોકટોક સંચારના કારણે આ રીતે અલગ-અલગ થઈ જશે કે એમનું મળવું અને નિયત સૃષ્ટિના રૂપમાં દેખાવું અસંભવ થઈ જશે. માટે જૈનદર્શને જીવ અને પુગલોની સ્વાભાવિક ગતિશીલતાને નિયમિત કરનાર નિયામક તત્ત્વ ધર્માસ્તિકાય માન્યું છે. આ રીતે સ્થિતિ-મર્યાદાના નિયામકના રૂપમાં અધર્માસ્તિકાયનો સ્વીકાર કર્યો છે. ધર્મઅધર્મ દ્રવ્યોનું આ કાર્ય આકાશ-દ્રવ્યના માનવાથી સિદ્ધ નથી થઈ શકતું, કારણ કે આકાશદ્રવ્ય અનંત અને અખંડ હોવાથી જડ-ચેતન-દ્રવ્યોને પોતાનામાં સર્વત્ર ગતિ-સ્થિતિ કરવાથી રોકી શકતો નથી. આ રીતે દશ્યાદેશ્ય વિશ્વના સંસ્થાનની અનુપપત્તિ બની રહેશે. માટે ધર્મ-અધર્મ દ્રવ્યોને આકાશથી અલગ તથા સ્વતંત્ર માનવા ન્યાયસંગત તથા તર્કસંમત છે.
જ્યારે જડ અને ચેતન ગતિશીલ છે, ત્યારે મર્યાદિત આકાશ ક્ષેત્રમાં એમની ગતિ પોતાના સ્વભાવવશ નથી માનવામાં આવતી. એમના માટે કોઈ નિયામકની આવશ્યકતા છે. માટે ગતિ-સ્થિતિના નિયામકના રૂપમાં જૈનદર્શને ક્રમશઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસ્તિત્વને માન્યો છે. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. પ્રદેશનો અર્થ છે એક એવો સૂક્ષ્મ અંશ જેના બીજા અંશની કલ્પના પણ નથી કરી શકાતી. એવા અવિભાજ્ય અંશને નિરંશ-અંશ પણ કહે છે. ધર્માસ્તિકાય એક એવું અખંડ સ્કન્ધ રૂપ છે, જેના અસંખ્યાત અવિભાજ્ય અંશ માત્ર બુદ્ધિથી કલ્પિત કરી શકાય છે, તે વસ્તુતઃ સ્કંધથી પૃથક (અલગ) નથી કરી શકાતા.
ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે - (૧) સ્કન્ધ, (૨) દેશ અને (૩) પ્રદેશ. (૪૨૨ જ છેજો કોની જિણધમ્મો)