________________
વિવિધતા છે. તેથી એના આધારનું પરિમાણ અનેક રૂપે કહેવામાં આવ્યું છે. જેમ કે કહ્યું છે કે -
“ પ્રવેશાવિષુ માન્ય: પુત્પાતાનામ્ ।''
તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૧૪
કોઈ પુદ્ગલ લોકાકાશના એક પ્રદેશમાં અને કોઈ બે પ્રદેશોમાં રહે છે. કોઈ પુદ્ગલ અસંખ્યાત પ્રદેશ પરિમિત લોકાકાશમાં પણ રહે છે. સારાંશ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુદ્ગલ-દ્રવ્યના પરમાણુઓની સંખ્યાથી ન્યૂન (નીચી) કે તુલ્ય હોઈ શકે છે, વધુ નહિ. એક પરમાણુ એક જ આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે, પરંતુ બે પરમાણુઓથી બનેલો સ્કન્ધ દૃયણુક એક પ્રદેશ ઉપર પણ રહી શકે છે અને બે ઉપર પણ. આ રીતે ઉત્તરોત્તર સંખ્યા વધતાં-વધતાં ઋણુક, ચતુરણુક યાવત્ સંખ્યાતાણુક સ્કન્ધ એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ યાવત્ સંખ્યાત પ્રદેશ પરિમિતિ ક્ષેત્રમાં રહી શકે છે. સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિ માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા નથી હોતી. અસંખ્યાતાણુક સ્કન્ધ એક પ્રદેશથી લઈને વધુમાં વધુ પોતાના બરાબરની અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશોના ક્ષેત્રમાં રોકાઈ શકે છે. અનંતાગુણ અને અનંતાનંતાણુક સ્કન્ધ પણ એક પ્રદેશ, બે પ્રદેશ વગેરે ક્રમશઃ વધતાં-વધતાં, અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રોકાઈ શકે છે. એમની સ્થિતિ માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની આવશ્યકતા નથી.
-
પુદ્ગલ દ્રવ્યનો તથા અનંતાનંત અણુઓનો બનેલો સૌથી મોટો અચિત્ત મહાસ્કન્ધ પણ અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં જ સમાઈ જાય છે.
જો કે પુદ્ગલ-દ્રવ્ય અનંતાનંત અને મૂર્ત છે છતાંય એમનું લોકાકાશમાં સમાઈ જવાનું કારણ એ છે કે પુદ્ગલોમાં સૂક્ષ્મ રૂપથી પરિણત હોવાની શક્તિ છે. જ્યારે એવું સૂક્ષ્મ રૂપ પરિણમન થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એકબીજાને વ્યાઘાત પહોંચ્યા વગર અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કન્ધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. જેમ એક જ સ્થાનમાં હજારો દીપકો(દીવા)નો પ્રકાશ વ્યાઘાતના વગર સમાઈ જાય છે. મૂર્ત થવા છતાંય પુદ્ગલ-દ્રવ્ય વ્યાઘાતશીલ ત્યારે થાય છે, જ્યારે તે સ્થૂળભાવમાં પરિણત થાય. (હોય.) સૂક્ષ્મ રૂપ પરિણામ દશામાં તે ના કોઈને વ્યાઘાત પહોંચાડે છે અને ના સ્વયં કોઈથી વ્યાઘાતિત થાય છે. જીવોની સ્થિતિ :
જીવોની સ્થિતિ લોકના અસંખ્યાતમાં ભાગ આદિ (વગેરે)માં હોય છે (થાય) છે.જેમ કે ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે -
'असंख्येयभागादिषु 'प्रदेशसंहारविसर्गाभ्यां
जीवानाम् ।' प्रदीपवत् ॥'
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૧૫-૧૬
જીવ પ્રકરણમાં એ બતાવવામાં આવ્યું છે કે - જૈનદર્શન અનુસાર આત્માનું પરિણામ ન તો આકાશની જેમ વ્યાપક છે અને ન પરમાણુની જેમ અણુ રૂપ, પરંતુ તે મધ્યમ પરિમાણ
૪૩૦
જિણધમ્મો