________________
સાધુથી અલગ બધાને કુપાત્ર કહેવું સર્વથા મિથ્યા છે.
પ્રદેશી રાજાએ બાર વ્રત સ્વીકાર કર્યા પછી દાનશાળા ખોલીને ઘણાંય દીન-દુઃખી પ્રાણીઓને અનુકંપા દાન કર્યું હતું. પરંતુ આગમકારે એના દાનની નિંદા નથી કરી. જો સાધુથી ઇતરને (બીજાને) દાન દેવું માંસાહાર કે કુશીલ સેવનની જેમ એકાંત પાપનું કાર્ય હોત તો આગમકાર પ્રદેશી રાજાને દાનની અવશ્ય જ નિંદા કરતા અને પ્રદેશ રાજા પણ બાર વ્રત કરવા ઉપરાંત એકાંત પાપનું નવીન કાર્ય કેમ આરંભ કરતા? એણે કેશી શ્રમણની સામે જ દાનશાળાનું કાર્ય ચાલુ કરવાની ઘોષણા કરી હતી. એનાથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સાધુથી અલગ બધા જીવ ન તો કુપાત્ર છે અને ન એમને દાન દેવું એકાંત પાપનું નહિ, પુણ્યનું કાર્ય છે. તેથી સાધુથી અલગ બધા વ્યક્તિઓને દાન દેવામાં એકાંત પાપની પ્રરૂપણા કરવી ગંભીરતમ્ ભૂલ છે. ક્ષેત્ર-અક્ષેત્ર : - “સ્થાનાંગ સૂત્ર'ના ચતુર્થસ્થાનમાં વર્ણિત મેઘ સંબંધી ચૌભંગીમાં ક્ષેત્ર-અક્ષેત્ર વર્ષે મેઘોના ઉદાહરણથી ચાર પ્રકારના દાની પુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે. આની વ્યાખ્યા કરતા તેરા (તેરહ)પંથી જીતમલજીએ ભ્રમવિધ્વંસનમાં લખ્યું છે - “થ રૂદાંપિUT कुपात्र-दान कुक्षेत्र कह्या । कुपात्र रूप कुक्षेत्र में पुण्य रूप बीज किम उगो ।' - એમના કહેવાનો અભિપ્રાય એ છે કે સાધુથી અલગ બધાં કુપાત્ર છે અને કુપાત્રને આ પાઠમાં કુક્ષેત્ર કહ્યું છે. જેમ કે કુક્ષેત્રમાં ઘઉં-ચણા વગેરે બીજ નથી ઊગતા, એ જ રીતે સાધુથી અલગ પુરુષને આપેલું દાન પણ પુણ્ય રૂપ અંકુરને ઉત્પન્ન નથી કરતું. એમની આ દલીલ માત્ર ભોળા લોકોને ભરમાવનારી છે. “સ્થાનાંગ સૂત્ર'નો એ પાઠ લખીને એના વાસ્તવિક અર્થને પ્રગટ કરવા સાથે એમની ઉક્ત દલીલનું ખંડન કરવામાં આવી રહ્યું છે.
चतारि मेहा पण्णत्ता, तंजहा खेत्तवासी णाममेगे णो अखेत्तवासी, एवमेव चतारि पुरिसजाया पण्णत्ता, तंजहा-खेत्तवासी णाममे गेणो अखेतवासी ।
- સ્થાનાંગ સૂત્ર, ૪/૩૪૬ વરસાદ ચાર પ્રકારના હોય છે - (૧) વરસાદ જે ક્ષેત્રમાં વરસે છે, અક્ષેત્રમાં નહિ, (૨) વરસાદ, જે અક્ષેત્રમાં વરસે છે, ક્ષેત્રમાં નહિ, (૩) એ વરસાદ, જે ક્ષેત્ર-અક્ષેત્ર બંનેમાં વરસે છે અને (૪) એ મેઘ, જે ક્ષેત્ર-અક્ષેત્ર કોઈમાં નથી વરસતો. આ રીતે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે - (૧) એ પુરુષ, જે પાત્રને દાન આપે છે, અપાત્રને નહિ, (૨) એ પુરુષ, જે અપાત્રને દાન આપે છે, પાત્રને નહિ, (૩) એ પુરુષ, જે પાત્ર-અપાત્ર બંનેને દાન આપે છે અને (૪) એ પુરુષ જે પાત્ર-અપાત્ર કોઈને પણ દાન નથી દેતો.
પ્રસ્તુત પાઠમાં પ્રયુક્ત “ક્ષેત્ર' શબ્દનો ટીકાકારે એ અર્થ કર્યો છે “ક્ષેત્રે ઘાઘુત્પત્તિ સ્થાનમ્' જે પૃથ્વીમાં વાવેલા ઘઉં-ચણા વગેરેના બીજ અંકુરિત થતા હોય, એને ક્ષેત્ર અને એનાથી અલગને અક્ષેત્ર સમજવું જોઈએ. વરસાદ (મેઘ) પક્ષમાં ક્ષેત્ર-અક્ષેત્રથી પૃથ્વી વિશેષનું ગ્રહણ થાય છે અને પુરુષ પક્ષમાં દાન દેવા યોગ્ય જીવ ક્ષેત્ર છે અને દાન નહિ દેવા યોગ્ય જીવ અક્ષેત્ર છે. (૪૬૪
છે.
જ જિણધમો)