________________
શું કાળ સ્વતંત્ર દ્રવ્ય છે:
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવા વિશે બધા આચાર્યો એકમત નથી. કોઈ આચાર્ય એને સ્વંતત્ર દ્રવ્ય માને છે અને કોઈ કહે છે કે – “કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી, પણ જીવાજીવ વગેરે દ્રવ્યોની પર્યાયોનો પ્રવાહ જ કાળ છે.” આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં આ વાતને આ રીતે કહી છે -
“ોડનો સમયઃ' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂત્ર-૩૮/૩૯ અર્થાત્ કોઈ-કોઈ આચાર્ય કાળને દ્રવ્ય માને છે, તે અનંત સમયાત્મક છે. સૂત્રકારે એ સૂચિત કર્યું છે કે – “કાળના સ્વતંત્ર દ્રવ્યત્વ સર્વ સંમત નથી.” સ્વયં સૂત્રકારે કાળને અલગ દ્રવ્ય નથી કહ્યું અને ન એને સ્વતંત્ર દ્રવ્ય માનવાવાળાઓનું નિરાકરણ જ કર્યું છે. સૂત્રકારે અન્ય દ્રવ્યોના ઉપકારની સાથે-સાથે કાળના ઉપકારોનું વર્ણન કર્યું છે તથા એને અનંત સમયાત્મક કહ્યું છે. વર્તમાનકાલીન સમય-પર્યાય તો એક જ છે, પરંતુ અતીત-અનાગત સમયના પર્યાય અનંત થાય છે. માટે કાળને અનંત સમયવાળો કહ્યો છે.
વિદ્ધવર્ય પં. સુખલાલજીએ કાળના વિષયમાં પોતાના ચતુર્થ ‘કર્મગ્રંથ'ની આલોચનામાં જે પ્રકાશ ફેંક્યો છે, એના ઉપયોગી કેટલાક અંશ અહીં સાભાર ઉધૃત કરવામાં આવે છે - “કાળના વિષયમાં જૈન અને વૈદિક બંને દર્શનોમાં લગભગ હજાર વર્ષો પહેલાંથી બે પક્ષ ચાલ્યા આવે છે. શ્વેતાંબર ગ્રંથોમાં બંને પક્ષ વર્ણિત છે. દિગંબર ગ્રંથોમાં એક જ પક્ષ નજર આવે છે.
(૧) પહેલો પક્ષ કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતો. તે માને છે કે - “જીવ અને અજીવ દ્રવ્યનો પર્યાય-પ્રવાહ જ કાળ છે.” આ પક્ષ અનુસાર જીવાજીવ દ્રવ્યના પર્યાય-પરિણમન જ ઉપચારથી કાળ માનવામાં આવે છે. તેથી વસ્તુતઃ જીવ અને અજીવને જ કાળ-દ્રવ્ય સમજવું જોઈએ, તે એનાથી અલગ તત્ત્વ નથી. આ પક્ષ જીવાભિગમ વગેરે આગમોમાં છે.
(૨) બીજા પક્ષ કાળને સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે. તે કહે છે કે - “જેમ જીવ-પુગલ વગેરે સ્વતંત્ર દ્રવ્ય છે, એમ જ કાળ પણ સ્વતંત્ર દ્રવ્ય છે.” તેથી આ પક્ષના અનુસાર કાળને જીવ વગેરેના પર્યાય પ્રવાહ રૂપ ન માનીને જીવ વગેરેથી અલગ તત્ત્વ સમજવું જોઈએ. આ પક્ષ ભગવતી વગેરે આગમોમાં છે.
આગમના પછીના ગ્રંથોમાં જેમ “તત્ત્વાર્થ સૂત્ર'માં વાચક ઉમાસ્વાતિએ, દ્વાáિશિકા'માં શ્રી સિદ્ધસેન દિવાકરે, “વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે, “ધર્મ સંગ્રહણી'માં શ્રી હરિભદ્ર સૂરિએ, “યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્ર સૂરિએ, ‘દ્રવ્ય ગુણપર્યાયના રાસ'માં, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “લોક પ્રકાશમાં', શ્રી વિનય વિજયજીએ નયચક્ર સાર” તથા “આગમસારમાં, શ્રી દેવચંદ્રજીએ આગમ-ગત બંને પક્ષોનો ઉલ્લેખ કર્યો છે. દિગંબર પરંપરામાં માત્ર બીજા પક્ષનો સ્વીકાર છે, જે બધાથી પહેલાં
(૪૪૨) OOOOOOOOOOOOOX જિણધમો)