________________
પુચના ચાર પ્રકાર :
પુણ્યનું ફળ સુખ માનવામાં આવ્યું છે. પરંતુ લોક વ્યવહારમાં જોવા મળે છે કે અનેક પુણ્ય કર્મ કરનાર વ્યકિત દુઃખી જોવા મળે છે અને અનેક પાપકર્મનું આચરણ કરનાર વ્યક્તિ લૌકિક સમૃદ્ધિ વગેરેથી પરિપૂર્ણ જોવા મળે છે. આ વિસંવાદનું શું કારણ છે? આ પ્રશ્નનો જવાબ દેતા જૈનાચાર્યોએ કહ્યું છે કે - પાપ-પુણ્યના ચાર પ્રકાર છે - (૧) પુણ્યાનુબંધી પુણ્ય, (૨) પાપાનુબંધી પુણ્ય, (૩) પાપાનુબંધી પાપ અને (૪) પુણ્યાનુબંધી પાપ.
(૧) પુણ્યાનુબંધી પુણ્ય જે પુણ્યના કારણથી વર્તમાનમાં પણ શુભ સામગ્રી પ્રાપ્ત થઈ છે અને આગળ પણ જે પુણ્યથી વધુ શુભ સામગ્રી પ્રાપ્ત થનારી છે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. જેમ કે કોઈ વ્યક્તિએ પૂર્વોપાર્જિત પુણ્ય પ્રકૃતિથી મનુષ્યભવમાં સારી સામગ્રી પ્રાપ્ત કરી અને આગામી ભવમાં દેવગતિ રૂપ વધુ સારી સામગ્રી પ્રાપ્ત કરનાર છે, તો તે પુણ્ય સામગ્રી શુભાનુભાવનું કારણ હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. ઉદાહરણ આપીને આની પુષ્ટિ કરી શકાય છે -
गेहाद् गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्धत् सुधर्मेण, अद्वंदेव भवाद्भवम् ॥१॥
- અભિધાન રાજેન્દ્ર જેમ કોઈ મનુષ્ય સારા ઘરથી નીકળીને એનાથી પણ સારા ઘરમાં જાય છે, એ જ રીતે જે વ્યક્તિ મનુષ્ય વગેરે સારા ભવથી દેવગતિ અથવા પરમ શરીર રૂપ સર્વોત્તમ મનુષ્ય ગતિને જે પુણ્ય કર્મના માધ્યમથી પ્રાપ્ત કરે છે તે પુણ્યાનુબંધી પુણ્ય છે. જેમ કે સુબાહુકુમાર તથા ભરત ચક્રવર્તી વગેરે. ભરત ચક્રવર્તીએ પૂર્વોપાર્જિત પુણ્યથી ચક્રવર્તીત્વ પ્રાપ્ત કર્યું અને પછી એનાથીય શ્રેષ્ઠ સ્થિતિ-મુક્તિ પ્રાપ્ત કરી.
(૨) પાપાનુબંધી પુણ્ય : પૂર્વોપાર્જિત પુણ્ય પ્રકૃતિના કારણે વર્તમાનમાં તો શુભ સામગ્રી પ્રાપ્ત થઈ હોય, પરંતુ આગામી ભવમાં જે અશુભ સામગ્રીની પ્રાપ્તિનું કારણ બન્યા, તે પાપાનુબંધી પુણ્ય છે. જેમ કે પૂર્વોપાર્જિત પુણ્યથી મનુષ્યભવમાં રાજ્ય વગેરે સામગ્રી મળી હોય, પરંતુ મર્યા પછી નરક વગેરે અશુભ ગતિનું જે કારણ બન્યા, તે પાપાનુબંધી પુણ્ય છે. કહ્યું છે -
गेहाद् गेहान्तरं कश्च्चिछोभनादि तरन्नरः ।
याति यद्यद्सद् धर्मात्, तद्वदेव भवाद्भवम् ॥२॥ જેમ કોઈ મનુષ્ય પોતાના સારા ઘરથી નીકળીને કોઈ ખરાબ ઘરમાં પ્રવેશ કરે છે, એ જ રીતે જે વ્યક્તિ પોતાના સારા વર્તમાન ભવથી અસધર્મનું આચરણ કરી નરકાદિક ભવમાં જાય છે, તો તે પાપાનુબંધી પુણ્ય છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી વગેરે. બ્રહ્મદત્ત ચક્રવર્તીને પૂર્વ પુણ્યથી ચક્રવર્તીત્વ પ્રાપ્ત થયું, પરંતુ તીવ્ર ભોગાસક્તિના કારણે એને નરકનો મહેમાન બનવું પડ્યું. [ પુણ્ય તત્ત્વ : એક પરિશીલન DT) A તત્વ: એક પરિશીલન
) ૪૫૧)
૪૫૧