________________
‘ગુણરૂપી રત્નોના પાત્રભૂત જીવોના સમૂહનું નામ સંઘ છે. એ સંઘમાં માત્ર સાધુ જ નથી હોતા - શ્રાવક-શ્રાવિકા પણ હોય છે. તેથી સાધુથી અલગ વ્યક્તિ પણ ગુણવાન હોય છે. એ બધા ગુણવાનોનું ગ્રહણ કરવા માટે ઉક્ત ટીકામાં ‘ગુણિપુ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી ‘ગુણિપુ' શબ્દથી માત્ર સાધુનો અર્થ લેવો મિથ્યા છે.
સાધુથી અલગ વ્યક્તિની પ્રશંસા કરવાથી ‘સ્થાનાંગ સૂત્ર’માં પુણ્ય હોવું કહ્યું છે पंचहि ठाणेहिं जीवा सुलभ बोहियत्ताए कम्मं पगरेंति, तंजहा-अरिहंताणं वण्णं वयमाणे जाव विविक्क तव दंबचेराणं देवाणं वण्णं वयमाणे ।
સ્થાનાંગ સૂત્ર, ૫/ ૨/ ૨૯
‘જીવ પાંચ કારણોથી સુલભ બોધિ કર્મ બાંધે છે - (૧) અરિહંતોની પ્રશંસા કરવાથી, (૨) અરિહંત ભાષિત ધર્મની પ્રશંસા કરવાથી, (૩) આચાર્ય અને ઉપાધ્યાયની પ્રશંસા કરવાથી, (૪) સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના સમૂહની પ્રશંસા કરવાથી તથા (૫) ઉત્તમ શ્રેણીનું બ્રહ્મચર્ય ધારણ કરનાર દેવોની પ્રશંસા કરવાથી.’
ઉક્ત પાઠમાં ઉત્તમ શ્રેણીનું બ્રહ્મચર્ય ધારણ કરનાર દેવોની પ્રશંસા કરવાથી સુલભ બોધિ કર્મ બંધ હોવું કહ્યું છે. તેથી સાધુથી ઇતરની પ્રશંસા કરવામાં એકાંત પાપ કહેવું મિથ્યા છે. જે રીતે સાધુથી અલગ પરિપક્વ બ્રહ્મચર્યવાળા દેવતાની પ્રશંસા કરવાથી પુણ્યબંધ થાય છે, એ જ રીતે સાધુથી અલગ ગુણસંપન્ન પુરુષને વંદન-નમસ્કાર કરવાથી તથા એની સેવા-શુશ્રુષા કરવાથી અને દીન-દુઃખી જીવોને અનુકંપા દાન દેવાથી પુણ્ય બંધ થાય છે. જો સાધુથી અલગ વ્યક્તિને દાન આપવાથી પુણ્ય બંધ નથી થતો, તો પછી સાધુથી અલગ પરિપક્વ બ્રહ્મચર્યવાળા દેવતાની પ્રશંસા કરવાથી પણ સુલભ બોધિ રૂપ પુણ્ય પ્રકૃતિનો બંધ થવો જોઈએ. પરંતુ શાસ્ત્રકાર એનાથી પુણ્ય બંધ હોવો કહી રહ્યા છે. તેથી સાધુથી અલગ વ્યક્તિને દાન-સન્માન, વંદન-નમન વગેરે કરવામાં એકાંત પાપ કહેવું મિથ્યા છે. નાના સાધુ મોટા સાધુને, નાના શ્રાવક મોટા શ્રાવકને, નાનો ભાઈ મોટા ભાઈને, પુત્ર પોતાના માતા-પિતાને વંદન-નમન કરે છે, એનાથી પુણ્યનો બંધ થાય છે, પાપનો નહિ.
કેટલાક લોકો કહે છે કે - “જો દીન-હીન જીવોને અનુકંપા દાન દેવાથી પુણ્ય થાય છે, તો એમને નમસ્કાર કરવાથી પણ પુણ્ય થવું જોઈએ ?’’ પરંતુ એમનો આ તર્ક યુક્તિસંગત નથી. અનુકંપા દાન નાનાં-મોટાં બધાં પ્રાણીઓને આપવામાં આવે છે, પરંતુ વંદન-નમન બધાને નથી કરવામાં આવતા, પોતાનાથી શ્રેષ્ઠોને જ કરવામાં આવે છે. દીન-હીન પાણી અનુકંપા કરવા પાત્ર છે, પરંતુ શ્રેષ્ઠ તથા ગુણસંપન્ન ન હોવાના કારણે તે વંદનનમસ્કારને પાત્ર નથી. તેથી એમને અનુકંપા દાન દેવાથી પુણ્ય થાય છે, વંદન નમસ્કાર કરવાથી નહિ. આ રીતે સ્પષ્ટ પ્રતિપાદન હોવા છતાયં મિથ્યા કલ્પના કરીને અનુકંપા દાન દેવા તથા સાધુથી ઇતર માતા-પિતા તથા શ્રેષ્ઠ શ્રાવક વગેરેને વંદન-નમસ્કાર કરવામાં એકાંત પાપ કહેવું ભયંકર ભૂલ છે.
અનુકંપા દાન વિરોધી કહે છે કે - “જો સાધુથી ઇતરને દાન દેવાથી પુણ્ય થાય છે, તો કસાઈને બકરો મારવા માટે, ચોરને ચોરી કરવા માટે, વેશ્યાને વેશ્યાવૃત્તિ માટે દાન
પુણ્ય તત્ત્વ : એક પરિશીલન
૪૫૯