________________
પ્રસન્ન થવું, વચનથી ગુણીજનોની પ્રશંસા કરવી, કાયાથી ગુણસંપન્ન વ્યક્તિની વિનય-ભક્તિ, સેવા શુશ્રુષા કરવી અને ગુણસંપન્ન વ્યકિતને નમસ્કાર કરવા.”
પ્રસ્તુત પાઠમાં સાધારણ રૂપથી અનાજ - પાણી વગેરેનું દાન આપવાથી પુણ્ય બંધ કહ્યો છે, આ પાઠમાં ક્યાંય આ ઉલ્લેખ નથી કે સાધુને દેવાથી પુણ્ય થાય છે, અન્યને દેવાથી નહિ. આ પાઠમાં કોઈ વ્યક્તિ વિશેષને દેવાનો નિર્દેશ નથી. તેથી આ પાઠના આધારે સાધુના સિવાય અન્ય દીન-હીન વ્યક્તિઓને દયા કરીને દાન દેવામાં એકાંત પાપ બતાવવું સર્વથા ભ્રાંતિપૂર્ણ છે અને ભોળા લોકોને ભ્રમિત કરનાર છે.
ઉક્ત પંથનો તર્ક છે કે – “જો સાધુથી અલગ વ્યક્તિને દાન આપવાથી પુણ્ય થાય છે, તો સાધુથી અલગ વ્યક્તિને નમસ્કાર કરવા અને એની પ્રશંસા કરવાથી પણ પુણ્ય હોવું જોઈએ. જ્યારે એને નમસ્કાર કરવા તથા એની પ્રશંસા કરવાથી પુણ્ય નથી મળતું. આ રીતે સાધુથી બીજાને દાન આપવાથી પણ પુણ્ય મળતું નથી. એમના આ તર્ક નિરાધાર છે, કારણ કે સાધુથી અલગ વ્યક્તિને વંદન કરવા તથા એની પ્રશંસા કરવાથી પણ પુણ્ય થાય છે, જો તે વંદનીય તથા પ્રશંસનીય પુરુષ ગુણસંપન્ન થાય”. પ્રસિદ્ધ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ આ વિશે એ જ લખ્યું છે -
"मनसा गुणिषु तोषाद्, वाचा प्रशंसनात्, कायेन पर्युपासनात् नमस्काराच्च यत् पुण्यं तन्मनः पुण्यादीनि ।'
ગુણવાન પુરુષોને જોઈને મનમાં પ્રસન્નતા લાવવા, વચનથી એમની પ્રશંસા કરવા અને શરીરથી એમની સેવા-સુશ્રુષા કરવા તથા એમને નમસ્કાર કરવાથી જે પુણ્ય થાય છે, એને ક્રમશઃ મનઃ પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય અને નમસ્કાર પુણ્ય કહે છે.
ટીકાકારે ઉક્ત ઉદ્ધરણમાં ગુણવાનને જોઈને મનમાં પ્રસન્નતા લાવવા, એની પ્રશંસા કરવા વગેરેથી પુણ્ય હોવું કહ્યું છે, માત્ર સાધુને જ નમસ્કાર કરવાથી નહિ. તેથી સાધુથી અલગ વ્યકિતઓને વંદન-નમસ્કાર કરવામાં એકાંત પાપ કહેવું સર્વથા મિથ્યા છે. જેમ સાધુથી અલગ યથાયોગ્ય ગુણવાન પુરુષને વંદન, નમસ્કાર તથા એની સેવા-સુશ્રુષા વગેરે કરવાથી પુણ્ય બંધ થાય છે, એ જ રીતે સાધુથી અલગ દીન-હીન જીવો પર અનુકંપા કરીને દાન દેવાથી પણ પુણ્ય થાય છે.
જો એમ કહેવાય કે ઉક્ત ટીકામાં જે “ પુ' શબ્દ આવ્યો છે, એનો અર્થ સાધુ છે, કારણ કે સાધુ જ ગુણવાન હોય છે. આ કથન સર્વથા અસંગત છે, કારણ કે જો ટીકાકારને અહીં સાધુ અર્થ અભીષ્ટ હોત તો તે સ્પષ્ટ રૂપથી ત્યાં “સાધુપુ' શબ્દનો પ્રયોગ કરતા. ગુણિપુ' શબ્દનો પ્રયોગ કરીને ટીકાકારે સમસ્ત ગુણનિષ્ઠ પુરુષોનું ગ્રહણ કર્યું છે - માત્ર સાધુનું જ નહિ. આ કથન સત્ય નથી કે માત્ર સાધુ જ ગુણવાન હોય છે. સાધુ સિવાય શ્રાવક-શ્રાવિકા વગેરે પણ ગુણવાન હોય છે. માટે ચતુર્વિધ સંઘની વ્યાખ્યા કરતા ટીકાકારે લખ્યું છે - 'संघः गुणरत्न पात्रभूत-सत्त्व समूहः'
(સ્થાનાંગ ટી) [૫૮
જિણધર્મો