________________
(૩) પાપાનુબંધી પાપ ઃ પૂર્વોપાર્જિત અશુભ કર્મથી વર્તમાન ભવમાં પણ તિર્યંચ વગેરે અશુભ અનુભાવની પ્રાપ્તિ જેનાથી થઈ હોય, આગામી ભવમાં પણ જે નરક વગેરે અશુભતર અનુભવની પ્રાપ્તિનું નિમિત્ત બને તે પાપાનુબંધી પાપ છે. કહ્યું છે -
गेहाद् गेहान्तरं कश्चिद, शुभादधिकं नरः ।
याति यद्वन्महापापात्, तद्वदेव भवाद्भवम् ॥३॥ જેમ કોઈ મનુષ્ય પોતાના અશુભ ઘેરથી નીકળીને એનાથી પણ વધુ અશુભ ઘરમાં પ્રવેશ કરે છે, એ જ રીતે જે વ્યક્તિ પોતાના વર્તમાન અશુભ ભવમાં મહાપાપ કર્મનું આચરણ કરીને નરક વગેરે ભવમાં જાય છે, તો તે પાપાનુબંધી પાપનું પરિણામ છે. જેમ કે બિલાડી વર્તમાન ભવમાં પણ તિર્યંચ વગેરે અશુભ ભાવનો અનુભવ કરે છે અને મહાપ્રાણાતિપાત વગેરેનું આચરણ કરીને નરક ગતિમાં જાય છે - તે પાપાનુબંધી પાપનું ઉદાહરણ છે.
(૪) પુણ્યાનુબંધી પાપ ઃ પૂર્વોપાર્જિત અશુભ કર્મના કારણે વર્તમાનમાં અશુભ અનુભાવનો અનુભવ જેનાથી થાય, પરંતુ એ ભવમાં સુધર્મનું આચરણ કરવાથી આગામી ભવમાં શુભ અનુભાવનો અનુભવ જેના દ્વારા થાય, તે પુણ્યાનુબંધ પાપ કહેવામાં આવે છે. જેમ કે પૂર્વ ભવાર્જિત અશુભ કર્મના કારણે કોઈ જીવે તિર્યંચ વગેરે યોનિ પ્રાપ્ત કરી હોય અને એમાં ધર્મ વગેરેનું આચરણ કરીને દેવગતિ યોગ્ય શુભ અનુભાવનું તે નિમિત્ત (કારણ) બને તો તે પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. કહ્યું છે -
गेहाद् गेहान्तरं कश्चिदशुभादितरन्नरः ।
याति यद्वत् सुधर्मेण, तद्वदेव भवाद्भवम् ॥४॥ જેમ કોઈ વ્યક્તિ અશુભ ઘરથી નીકળીને શુભ ઘરમાં પ્રવેશ કરે છે એમ જે જીવ વર્તમાન ભવમાં અશુભ અનુભાવનો અનુભવ કરીને સધર્મનું આચરણ કરતાં-કરતાં આગામી ભવ માટે શુભ અનુભાવની ભૂમિકા તૈયાર કરે છે, તે પુણ્યાનુબંધી પાપ કહેવામાં આવે છે. જેમ ચંડકૌશિક નાગ વગેરે. ચંડકૌશિક પૂર્વોપાર્જિત અશુભ કર્મના કારણે સર્પ યોનિ પ્રાપ્ત કરી, પરંતુ એ ભવમાં ક્ષમાશીલતા અને સહનશીલતા વગેરેનું આચરણ કરીને દેવગતિ યોગ્ય અનુભાવને પ્રાપ્ત કરવાની ભૂમિકા તૈયાર કરી લીધી. આ પુણ્યાનુબંધી પાપનું ઉદાહરણ છે.
જે વ્યક્તિ વર્તમાન ભવમાં પુણ્યકર્મનું આચરણ કરતાં-કરતાં પણ લૌકિક સમૃદ્ધિની અપેક્ષાથી પાછળ (પછાત) છે, એમને પુણ્યાનુબંધી પાપનું ઉદાહરણ સમજવું જોઈએ. પૂર્વાર્જિત અશુભ કર્મના કારણે તે આ ભવમાં ભલે સમૃદ્ધ ન થાય, પરંતુ એમનો આગામી ભવ અવશ્ય શુભાનુભાવવાળો હશે, આ નિશ્ચિત સમજવું જોઈએ.
પુણ્યના વિષયમાં ઉપર્યુક્ત ચાર શ્લોકોના સિવાય નીચેના ચાર શ્લોક પણ મનનીય છે.
(૪૫૨) 00000000000007 જિણધમો )