________________
કર્મની સિદ્ધિ
પુણ્ય-પાપ વગેરે કર્મની વિવિધ પર્યાય છે. પ્રશ્ન કરી શકાય છે કે કર્મનું અસ્તિત્વ સિદ્ધ થયા વગર એની પર્યાયોની વિચારણા શું અર્થ રાખે છે ? માટે પહેલા કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરવું જોઈએ. કર્મનું અસ્તિત્વ પ્રમાણથી સિદ્ધ નથી થતું. જે વાત પ્રમાણથી સિદ્ધ ન થાય એની ઉપલબ્ધિ નથી માની શકાતી. જેમ કે શવિષાણની ઉપલબ્ધિ નથી માની શકાતી.
ઉક્ત પ્રશ્નનું સમાધાન આ છે - કર્મનું અસ્તિત્વ અનુમાન-પ્રમાણથી સિદ્ધ થાય છે. તે અનુમાન આ પ્રકારે છે - સુખ-દુઃખની અનુભૂતિનો કોઈ હેતુ હોવો જોઈએ. કારણ કે તે કાર્ય છે. જે કાર્ય થાય છે, એનો કોઈ હેતુ અવશ્ય હોય છે, જેમ કે અંકુરનો હેતુ બીજ. જે સુખ-દુઃખની અનુભૂતિનો હેતુ હોય, એ જ કર્મ છે. તેથી કર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
શંકા કરી શકાય છે કે ઇષ્ટ વિષયોની પ્રાપ્તિ સુખનો હેતુ છે અને અનિષ્ટ વિષયોની પ્રાપ્તિ દુ:ખનો હેતુ છે. આ પ્રત્યક્ષ હેતુને છોડીને અન્ય હેતુનું અન્વેષણ કરવું ઉપયુક્ત નથી કહી શકાતું, તેથી સુખ-દુઃખની અનુભૂતિનો હેતુ કર્મ છે, એ વાત સિદ્ધ નથી થતી.
ઉક્ત શંકાનું સમાધાન આ પ્રકારે છે - બે વ્યક્તિ સમાન સુખનાં સાધનોના હોવા છતાંય અલગ-અલગ અનુભૂતિ કરે છે. એક વ્યક્તિ એમાં દુ:ખની અનુભૂતિ કરે છે અને બીજી વ્યક્તિ એ જ સાધનોમાં સુખ માને છે. એ જ રીતે દુઃખ સમાન સાધનોના હોવા છતાંય એક વ્યક્તિ એમાં સુખ સમજે છે અને બીજી વ્યક્તિ એમાં દુઃખનો અનુભવ કરે છે. એનાથી એ અર્થ નીકળે (થાય) છે કે તે ઇષ્ટ-અનિષ્ટ પદાર્થ સુખ-દુઃખ વગેરેની અનુભૂતિનો કોઈ અન્ય જ હેતુ છે અને તે હેતુ છે - કર્મ. સમાન સાધનોના હોવા છતાંય પળમાં થનારી વિશેષતા કર્મના અસ્તિત્વને સિદ્ધ કરે છે. કહ્યું છે કે -
जो तुल्लसाहणाणं फले विसेसो न सो विणा हेउ । कज्जत्तणओ गोयम ! घडोव्व हेऊ य सो कम्मं ॥
વિશેષાવશ્યકભાષ્ય, ગાથા-૧૬ ૧૩
અર્થાત્ ઃ સાધનોની તુલ્યતા હોવા છતાંય ફળમાં જ વિશેષતા જોવા મળે છે, તે વગર હેતુથી નથી થઈ શકતી. ફળની વિશેષતા એક કાર્ય છે, જે વગર હેતુ નથી થઈ શકતી. જે-જે કાર્ય થાય છે, એનો હેતુ અવશ્ય હોય છે, જેમ કે ઘટનો હેતુ માટી છે. ફળની વિશેષતા રૂપ કાર્યનો જે હેતુ છે, એ જ કર્મ છે. આ અનુમાન પ્રમાણથી કર્મની સત્તા સિદ્ધ થઈ જાય છે.
-
કર્મના અસ્તિત્વને સિદ્ધ કરનાર બીજું અનુમાન-પ્રમાણ આ પ્રકારે છે. આ બાળ-શરીર અન્ય દેહપૂર્વક છે, કારણ કે આ ઇન્દ્રિય વગેરે સહિત છે. જે ઇન્દ્રિય વગેરે સહિત હોય છે તે અન્ય દેહપૂર્વક જોવા મળે છે, જેમ કે યુવા-શરીર બાળ-શરીર પૂર્વક જોવા મળે છે. બાળ-શરીર પણ ઇન્દ્રિય વગેરે સહિત છે, તેથી તે બાળ-શરીર પણ અન્ય દેહપૂર્વક હોવું જોઈએ. જે અન્ય દેહ છે તે કર્મ-શરીર જ છે. જેમ કે કહ્યું છે કે -
૪૪૮
જિણધમ્મો