________________
PUG
(પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન)
જૈનદર્શન સંમત નવ તત્ત્વોમાંથી ત્રીજું તત્ત્વ પુણ્ય છે. “પુતિ-શમી પતિ પુનતિ વા પવિત્ર સ્રરત્યાત્માનમ્ તિ પુષ્યમ્' અર્થાત્ જે આત્માને શુભ કરે છે અથવા એને પવિત્ર બનાવે છે, તે શુભ-કર્મ પુણ્ય છે. બધી શુભ પ્રવૃત્તિઓ અને શુભ પ્રકૃતિઓ પુણ્યના અંતર્ગત સમાવિષ્ટ થઈ જાય છે. સંસારમાં જે કંઈ પણ શુભ છે, તે બધા પુણ્ય અને પુણ્યના ફળમાં અંતનિહિત છે. સાક્ષાત્ કે પરંપરાથી પુણ્ય આત્મા માટે ઉપકારક છે. અહીં સુધી કે તીર્થકરત્વની પ્રાપ્તિનું કારણ પણ તીર્થકરવ નામની પુણ્ય-પ્રકૃતિ છે. પુણ્ય તત્ત્વની સિદ્ધિઃ
પુણ્યને જૈનદર્શને સ્વતંત્ર તત્ત્વના રૂપમાં માન્યતા પ્રદાન કરી છે. એમ તો જે કંઈ વિશ્વમાં છે, તે બધા જીવ અને અજીવ તત્ત્વમાં સમાહિત થઈ જાય છે, જેમ કે આગમમાં કહ્યું છે - 'जमत्थि णं लोगे तं सव्वं दुपड़ो आरं, तंजहा जीवच्चेव अजीवच्चेव ।'
- ઠાણાંગ, દ્વિતીય સ્થાન, સૂત્ર-૧ પંચાસ્તિકાયાત્મક લોકમાં જે કંઈ પણ સત્ છે, તે બધા બે તત્ત્વોમાં સમાવિષ્ટ થઈ જાય છે - જીવ અને અજીવ.”
એવું હોવા છતાંય જૈનદર્શનમાં નવ તત્ત્વ પ્રસિદ્ધ છે. ઉક્ત બે તત્ત્વોનું કથન સંગ્રહ નયની દૃષ્ટિથી છે. મુમુક્ષુ જિજ્ઞાસુને તત્ત્વોનું સ્પષ્ટ જ્ઞાન કરાવવા માટે નવ તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જે મોક્ષમાર્ગમાં અત્યંત ઉપયોગી છે. જ્યારે માત્ર સંગ્રહ નયની દૃષ્ટિ અપેક્ષિત હોય છે, ત્યારે બે તત્ત્વોના કથનથી કામ ચાલી જાય છે, પરંતુ મુમુક્ષુને મોક્ષમાર્ગનું જ્ઞાન જ્યારે વિસ્તારની અપેક્ષાથી કરાવવું અપેક્ષિત હોય છે, ત્યારે નવ તત્ત્વોની વિવેચના અનિવાર્ય થઈ જાય છે. પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ - એ છ તત્ત્વો જીવ દ્વારા કૃત કર્મોની વિવિધ અવસ્થાઓનો દ્યોતક છે. મુમુક્ષુ આત્મા માટે એ જાણવું બહુ જરૂરી છે કે પુણ્ય કર્મ શું છે, પાપકર્મ ક્યાં છે, કર્મોનું આગમન કેવી રીતે થાય છે, કર્મોને આત્માથી કઈ રીતે આંશિક રૂપમાં અલગ કરવામાં આવે છે અને આત્મા કઈ રીતે સર્વથા કર્મોના બંધનથી મુક્ત થઈને પોતાના ચરમ અને પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે? અધ્યાત્મ શાસ્ત્રમાં એ જ વાતો સારભૂત હોય છે, તેથી એમને અલગ તત્ત્વના રૂપમાં પ્રતિષ્ઠા પ્રદાન કરવામાં આવી છે. મોક્ષ આત્માની સર્વોચ્ચ ભૂમિકા છે, માટે એને તત્ત્વરૂપ માનવામાં આવ્યો છે. આ રીતે જીવ-અજીવની સાથે જ પાપ, પુષ્ય, આઢવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષને જૈનદર્શનમાં તત્ત્વની સંજ્ઞા આપવામાં આવી છે. K પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન D છે
૪૪૦)