________________
શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથોમાં મળે છે. એના પછી પૂજ્યપાદ સ્વામી ભટ્ટારક શ્રી અકલંક દેવ, વિદ્યાનંદ સ્વામી, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી અને બનારસીદાસજી વગેરેએ પણ એ એક જ પક્ષનો ઉલ્લેખ કર્યો છે.
પ્રથમ પક્ષનું તાત્પર્ય : પહેલો પક્ષ કહે છે કે સમય, આવલિકા, મુહૂર્ત, દિવસરાત વગેરે જે વ્યવહાર કાળ સાધ્ય બતાવવામાં આવે છે કે નવીનતા-પુરાણતા, જ્યેષ્ઠતા, કનિષ્ઠતા વગેરે જે અવસ્થાઓ કાળ-સાધ્ય બતાવવામાં આવે છે, જે બધી ક્રિયાવિશેષ(પર્યાય વિશેષ)નો જ સંકેત છે. જેમ કે જીવ કે અજીવનો જે પર્યાય અવિભાજ્ય છે અર્થાત્ બુદ્ધિથી જેનો બીજો ભાગ નથી થઈ શકતો, એ આખરી અતિ સૂક્ષ્મ-પર્યાયને “સમય” કહે છે. એવા અસંખ્યાત પર્યાયોના પૂંજને “આવલિકા' કહે છે. અનેક આવલિકાઓને “મુહૂર્ત અને ત્રીસ મુહૂર્તને દિવસરાત' કહે છે. બે પર્યાયોમાંથી જે પહેલાં થયું હોય તે પુરાણ અને જે પાછળથી થયો હોય તે નવીન કહેવાય છે. બે જીવધારીઓમાંથી પાછળથી જન્મેલો હોય તે કનિષ્ઠ અને જે પહેલાં જન્મ્યા હોય તે જ્યેષ્ઠ કહેવાય છે. આ રીતે વિચાર કરવાથી એ જ જણાય છે કે સમય આવલિકા વગેરે બધા વ્યવહાર અને નવીનતા વગેરે બધી અવસ્થાઓ વિશેષ-વિશેષ પ્રકારના પર્યાયોના જ અર્થાતુ નિર્વિભાગ પર્યાય અને એમના નાના-નાના બુદ્ધિકલ્પિત સમૂહોનો જ સંકેત છે. પર્યાય, આ જીવ અજીવની ક્રિયા છે. જે કોઈ તત્ત્વાંતરની પ્રેરણા સિવાય જ થાય છે. અર્થાત્ જીવ-અજીવ બંને પોતપોતાના પર્યાય રૂપમાં તમે જ પરિણત થયા કરે છે. તેથી વસ્તુતઃ જીવ-અજીવના પર્યાય-પુંજને જ કાળ કહેવું જોઈએ. કાળ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી.
દ્વિતીય પક્ષનું તાત્પર્ય : જે રીતે જીવ-પુદ્ગલમાં ગતિ સ્થિતિ કરવાનો સ્વભાવ હોવા છતાંય એ કાર્ય માટે નિમિત્ત-કારણ રૂપથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વ માનવામાં આવે છે, એ જ રીતે જીવ-અજીવમાં પર્યાય-પરિણમનનો સ્વભાવ હોવા છતાંય એના માટે નિમિત્ત-કારણ રૂપથી કાળ-દ્રવ્ય માનવું જોઈએ. જો નિમિત્ત-કારણ રૂપથી કાળ ન માનવામાં આવે તો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય માનવામાં કોઈ યુક્તિ નથી.
બીજા પક્ષમાં મતભેદ : કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારાઓમાં પણ એના સ્વરૂપના વિષયમાં બે મત છે -
(૧) કાળ-દ્રવ્ય, મનુષ્ય ક્ષેત્રમાં - જ્યોતિષચક્રના ગતિક્ષેત્રમાં વર્તમાન છે. તે મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ હોવા છતાંય સંપૂર્ણ લોકનાં પરિવર્તનોનું નિમિત્ત બને છે. કાળ પોતાનું કાર્ય જ્યોતિષ ચક્રની ગતિની મદદથી કરે છે. તેથી મનુષ્ય ક્ષેત્રથી બહાર કાળ-દ્રવ્ય ન માનીને એને મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ જ માનવું યુક્ત છે. આ મત ધર્મસંગ્રહણી વગેરે શ્વેતાંબર ગ્રંથોમાં છે.
(૨) કાળ-દ્રવ્ય, મનુષ્ય ક્ષેત્ર માત્રવર્તી નથી પરંતુ લોકવ્યાપી છે. તે લોકવ્યાપી થઈને પણ ધર્માસ્તિકાયની જેમ સ્કન્ધ નથી, પણ અણુરૂપ છે. એના અણુઓની સંખ્યા લોકાકાશના પ્રદેશોના બરાબર છે. તે અણુ, ગતિહીન હોવાથી જ્યાંના ત્યાં લોકાકાશના પ્રત્યેક પ્રદેશ [ કાળ-દ્રવ્ય
જો ૪૪૩)