________________
માનવામાં આવે છે. બધા આત્માઓનો મધ્યમ પરિમાણ પ્રદેશ સંખ્યાની દૃષ્ટિથી સમાન છે, છતાં લંબાઈ-પહોળાઈ વગેરે બધાંની સમાન નથી. તેથી પ્રશ્ન થાય છે કે જીવ-દ્રવ્યનું આધાર ક્ષેત્ર ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું છે ? આનો જવાબ એ છે કે એક જીવનું આધાર ક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી હોઈ શકે છે. જો કે લોકાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે, છતાં અસંખ્યાત સંખ્યાના અસંખ્યાત પ્રકાર હોવાથી લોકાકાશના એવા અસંખ્યાત ભાગોની કલ્પના કરી શકાય છે, જે અંગુલા સંધ્યેય ભાગ પરિમાણ હોય. આટલો નાનો એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. કોઈ જીવ એ એક ભાગમાં રહી શકે છે, એનાથી એક પ્રદેશ વધુમાં પણ રહી શકે છે. આ રીતે વધતાં-વધતાં યાવત્ સર્વલોકમાં પણ એક જીવ રહી શકે છે.
એક જીવનું આધાર ક્ષેત્ર સર્વ લોકાકાશ ત્યારે થાય (હોય) છે જ્યારે તે કેવળી સમુદ્દાતની સ્થિતિમાં હોય. જીવના પરિમાણની ન્યૂનાધિકતા અનુસાર એના ક્ષેત્રની જૂનાધિકતા એક જીવની અપેક્ષાથી (વધઘટ) કહેવામાં આવી છે. સર્વ જીવરાશિની અપેક્ષાથી તો જીવ તત્ત્વનું આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ જ છે.
પ્રશ્ન થઈ શકે છે કે - “જ્યારે બધા જીવોના આત્મપ્રદેશ તુલ્ય છે, તો ભિન્ન-ભિન્ન જીવોના પરિમાણમાં અંતર કેમ છે ? કે એક જ જીવ અલગ-અલગ સમયોમાં અલગ-અલગ પરિમાણવાળો કેમ હોય છે ?’’ એનો જવાબ એ છે કે - “અનાદિકાળથી જીવની સાથે લાગેલું કાર્મણ-શરીર જ આ પ્રકારની વિવિધતાનું કારણ છે. કાર્મણ-શરીર હંમેશાં એક જેવું રહેતું નથી. એના સંબંધથી ઔદારિક વગેરે અન્ય શરીર પણ નાના-મોટા થાય છે. જીવ વસ્તુતઃ અમૂર્ત છે, પણ તે શરીર સંબંધથી મૂર્તવત્ થઈ જાય છે. તેથી જ્યારે જેટલું મોટું શરીર એને પ્રાપ્ત થાય છે ત્યારે તેનું પરિમાણ એટલું જ થઈ જાય છે.”
પુનઃ પ્રશ્ન કરી શકાય છે કે - “ધર્માસ્તિકાય વગે૨ે દ્રવ્યોની જેમ જીવ-દ્રવ્ય પણ અમૂર્ત છે, પછી ધર્માસ્તિકાય વગેરેનું પરિમાણ ઘટતું-વધતું નથી અને જીવનું પરિમાણ વધે-ઘટે છે.’' આનો જવાબ એ જ આપી શકાય છે કે - “તે સ્વભાવભેદ છે. જીવતત્ત્વનો સ્વભાવ નિમિત્ત મળવાથી પ્રદીપની જેમ સંકોચ અને વિસ્તારને પ્રાપ્ત કરવાનો છે. જેમ ખુલ્લા આકાશમાં રાખેલા પ્રદીપના પ્રકાશનું કોઈ એક પરિમાણ નથી હોતું, પણ ઓરડીમાં રાખી દેવાથી તેનો પ્રકાશ ઓરડીભર જ બની જાય છે. કૂંડાના નીચે રાખવાથી કૂંડાના ભાગને જ પ્રકાશિત કરે છે, લોટાના નીચે એનો પ્રકાશ એટલો જ થઈ જાય છે. એ રીતે જીવદ્રવ્ય પણ સંકોચ વિકાસશીલ છે. જ્યારે તે જેટલો નાનું કે મોટું શરીર ધારણ કરે છે, એની જ અનુસાર એના પરિમાણમાં સંકોચ કે વિસ્તાર થઈ જાય છે.’
સંકોચ-વિસ્તારની આ મર્યાદા કાર્પણ-શરીર પર આશ્રિત છે. કાર્યણ-શરીર અંગુલાસંખ્યાત ભાગથી નાનું થઈ જ શકતું નથી, તેથી જીવનો સંકોચ પણ ત્યાં સુધી સીમિત રહે છે.
વિકાસની મર્યાદા લોકાકાશ સુધી માનવામાં આવી છે. વધુમાં વધુ વિકાસ દશામાં જીવનો એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપ્ત કરી શકે છે, તેથી લોકાકાશના બહારના ભાગને
અજીવ તત્ત્વ જડ દ્રવ્ય
૪૩૧
-