________________
અર્થ એ છે કે એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વગેરે નથી. રૂપ, રસ વગેરે ઇન્દ્રિયગ્રાહ્ય ગુણ જેમાં હોય, તે મૂર્ત કે રૂપી કહેવાયા છે. પુદ્ગલના ગુણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, માટે તેને રૂપી કહેવાયા છે. અતીન્દ્રિય હોવાથી પરમાણુ વગેરે સૂક્ષ્મ દ્રવ્ય અને એમના ગુણ ઇન્દ્રિયગ્રાહ્ય નથી, છતાં વિશિષ્ટ પરિણામ રૂપ અવસ્થા વિશેષમાં તે ઇન્દ્રિયો દ્વારા ગૃહીત હોવાની યોગ્યતા રાખે છે, તેથી અતીન્દ્રિય હોવા છતાંય તે રૂપી છે. ધર્માસ્તિકાય વગેરે અરૂપી દ્રવ્યોમાં ઇન્દ્રિય-વિષય બનવાની યોગ્યતા જ નથી.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેય દ્રવ્ય એક-એક ભાગ રૂપ છે. એમના બે બેથી વધુ વિભાગ નથી. એ ત્રણેય ગતિશૂન્ય છે, માટે એમને અર્થક્રિયા કરવાથી પણ પુદ્ગલ પરમાણુની જેમ ગતિશીલ ન હોવાથી આપેક્ષિક નિષ્ક્રિય કહેવામાં આવે છે. જીવ અને પુદ્ગલ ગતિશીલ છે અને એમના અનેક વિભાગો છે. ‘જૈનદર્શન’માં આત્મદ્રવ્યને વેદાંતની જેમ એક ભાગ રૂપ માનવામાં નથી આવ્યો અને ના સાંખ્ય-વૈશેષિકની જેમ એને નિષ્ક્રિય જ માનવામાં આવ્યો છે. જીવ દ્રવ્ય ભાગ રૂપમાં અનંત છે. પ્રત્યેક જીવ એક અખંડ ભાગ છે, જે અસંખ્યાત પ્રદેશી છે.
ધર્માસ્તિકાય :
સ્વભાવતઃ ગતિપરિણત જીવો અને પુદ્ગલોને ગતિ કરવામાં સહાયતા કરનાર દ્રવ્ય ધર્માસ્તિકાય છે. જે રીતે માછલીને તરવામાં પાણી સહાયક હોય છે અથવા વૃદ્ધ પુરુષને ચાલવામાં લાકડી સહાયક હોય છે, એ જ રીતે જીવો અને પુદ્ગલોની ગતિ ક્રિયામાં નિમિત્ત થનારાં દ્રવ્ય ધર્માસ્તિકાય છે. કહ્યું છે -
परिणामी गते धर्मो
भवेत्पुद्गल जीवयोः । अपेक्षा कारणाल्लोके मीनस्येव जलं सदा ॥
જેમ માછલીની ગતિ માટે પાણી નિમિત્ત કારણ છે, એમ જ જીવ અને પુદ્ગલોની ગતિમાં જે અપેક્ષિક કારણ છે, નિમિત્ત કારણ છે, તે ધર્માસ્તિકાય છે. અન્યત્ર કહ્યું છે - जीवानां पुद्गलानां च गत्युपग्रह कारणम् । धर्मास्तिकायो ज्ञानस्य, दीपश्चक्षुष्मतो यथा ॥
જેમ આંખોવાળી વ્યક્તિના જ્ઞાનમાં દીપક નિમિત્ત છે, એમ જ જીવો અને પુદ્ગલોની ગતિમાં ધર્માસ્તિકાય ઉપકારક છે. જેમ પાણી માછલીને ચલાવતું નથી, લાકડી વૃદ્ધને ચલાવતી નથી, દીપક વ્યક્તિને દેખાડતો નથી, છતાંય એ બધા ચાલવામાં કે જ્ઞાનમાં સહાયકઉપકારક માત્ર હોય છે, એમ જ સ્વભાવથી ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિમાં ધર્માસ્તિકાય પ્રેરક નથી હોતો, પણ માત્ર સહાયક હોય છે.
આગમમાં કહ્યું છે :
'धम्मत्थि काएणं भंते जीवाणं किं पवत्ति ? गोयमा ! धम्मत्थिकाएणं जीवाणं आगमणगमन भासुम्मेस मण जोगा वइजोगा, कायजोगा जे यावन्ने तपा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंति । गतिलक्खणेणं धम्मत्थिकाए । ' ભગવતીસૂત્ર, શતક-૧૩, ઉદા-૪, સૂ.-૪૮૧
૪૨૧
-
અજીવ તત્ત્વ જડ દ્રવ્ય