________________
(અજીવ તત્ત્વઃ જડ દ્રવ્ય)
પૂર્વ પ્રકરણમાં જીવ તત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જીવનું પ્રતિપક્ષી તત્ત્વ અજીવ છે. માટે અહીં અજીવ તત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. ન નીવ: નીવ:' આ વ્યુત્પત્તિ અનુસાર જે જીવ નથી, તે અજીવ છે. જેમાં જીવના ચેતનત્વ લક્ષણ ન જોવા મળે, તે અજીવ છે. જેમાં ઉપયોગ ન હોય, જાણવાની શક્તિ ન હોય, તે જડ પદાર્થ અજીવ કહેવાય છે. અજીવ જીવનો વિરોધી ભાવાત્મક ભાવ છે, તે સર્વથા અભાવાત્મક નથી. તે ચેતનાહીને, અકર્તા, અભોક્તા, અનાદિ, અનંત હંમેશાં શાશ્વત તત્ત્વ છે. તે સદાકાળ નિર્જીવ રહેવાથી અજીવ કહેવાય છે.
અજીવ તત્ત્વ મૂળ બે પ્રકારના છે - (૧) અરૂપી અજીવ અને (૨) રૂપી અજીવ. અરૂપી અજીવના ચાર ભેદ છે - (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) કાળરૂપી એકમાત્ર પુદ્ગલાસ્તિકાય છે.
ધર્મ, અધર્મ, આકાશ અને પુગલની સાથે “અસ્તિકાય’ શબ્દ જોડાયેલો છે. આ એક પારિભાષિક શબ્દ છે, જેનો અભિપ્રાય પ્રદેશોના પ્રચય કે સમૂહથી છે. અર્થાત્ ધર્મ વગેરે અજીવ પદાર્થ એક પ્રદેશ રૂપ કે એક અવયવ રૂપ નથી, અપિતુ પ્રદેશો કે અવયવોના સમૂહ રૂપ છે. ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણેય પ્રદેશ પ્રચય રૂપ છે અને પુગલ અવયવ અને અવયવ પ્રચય રૂપ છે. કાળને અસ્તિકાય નથી કહેવામાં આવ્યો, કારણ કે તે પ્રદેશ પ્રચય રૂપ નથી, તે માત્ર પ્રદેશાત્મક છે. જીવ અસ્તિકાય છે, કારણ કે તે પ્રદેશ પ્રચયરૂપ છે. આ રીતે જૈનદર્શન અનુસાર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એમાંથી ચાર અસ્તિકાય અરૂપી છે અને પુદ્ગલાસ્તિકાયરૂપી છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય નિત્ય છે, તે પોતાના સામાન્ય વિશેષ સ્વરૂપથી ક્યારેક ટ્યુત નથી થતા. તે સ્થિર પણ છે. અર્થાત્ એમની સંખ્યામાં ન્યૂનાધિકતા નથી હોતી. સ્થિરત્વનો અર્થ અવસ્થિતત્વથી છે, અર્થાત્ તે બધા પરિવર્તનશીલ હોવાથી પણ પોતાના સ્વરૂપને નથી છોડતા અને એક સાથે રહેવા છતાંય બીજાના સ્વરૂપથી અસ્પષ્ટ છે. જેમ જીવ દ્રવ્ય પોતાના દ્રવ્યાત્મક સામાન્ય રૂપ અને ચેતનાત્મક વિશેષ રૂપને ક્યારેય નથી છોડતો. આ એનું નિત્યત્વ છે અને તે અજીવત્વને ક્યારેય પ્રાપ્ત નથી કરતો, આ એનું સ્થિરત્વ કે અવસ્થિતત્વ છે. સ્વરૂપને ન ત્યાગવો અને પર સ્વરૂપને પ્રાપ્ત ન કરવો એ બે અંશ બધાં દ્રવ્યોમાં સમાન છે. પહેલો અંશ નિયત્વ છે અને બીજો અંશ અવસ્થિતત્વ છે. દ્રવ્યોના નિત્યત્વ કથનથી જગતની શાશ્વતતા પ્રગટ કરવામાં આવે છે અને અવસ્થિતત્વથી એમનો પારસ્પરિક અસાંકર્ય (પૃથકતા) પ્રગટ કરવામાં આવે છે. આ રીતે આ જગત અનાદિ નિધન પણ છે અને એનાં મૂળ તત્ત્વોની સંખ્યા પણ સમાન રહે છે.
પૂર્વમાં ધર્મ-અધર્મ, આકાશ વગેરેને અરૂપી કહેવામાં આવ્યો છે, આનો અર્થ એ નથી કે એમનું કોઈ સ્વરૂપ નથી, સ્વરૂપ રહિત વસ્તુ તો અસતુ હોય છે. એમને અરૂપી કહેવાનો (૪૨૦))
)) ), જિણધમો]