________________
(૨) આહાર : આહારના વિષયમાં આ નિયમ છે કે દસ હજાર વર્ષની આયુવાળા દેવ એક-એક દિવસ વચ્ચે છોડીને આહાર ગ્રહણ કરે છે. પલ્યોપમની આયુવાળા દેવ બેથી લઈને નવ દિવસ પછી આહાર લે છે. સાગરોપમની સ્થિતિવાળા દેવોના વિષયમાં એ નિયમ છે કે જેમની આયુ જેટલા સાગરોપમની હોય, તે દેવ એટલા હજાર વર્ષના પછી આહાર ગ્રહણ કરે છે. દેવ કવલાહાર નથી કરતા, પરંતુ રોમાહાર કરે છે. અર્થાત્ તે શુભ પુદ્ગલોને રોમો દ્વારા ખેંચીને તૃપ્ત થઈ જાય છે.
(૩) વેદના સામાન્ય રીતે દેવોના સાતા (સુખ-વેદના) જ થાય છે. ક્યારેક અસાતા (દુઃખ-વેદના) થઈ જાય તો તે અંતર્મુહૂર્તથી વધુ કાળ સુધી નથી રહેતી. સાતા વેદના પણ હંમેશાં છ મહિના સુધી એક જેવી રહીને બદલાઈ જાય છે.
(૪) ઉપપાદ : ઉપપાદ અર્થાતુ ઉત્પન્ન થવાની યોગ્યતા જૈનેત્તર લિંગી મિથ્યાત્વી બારમાં સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. જૈન લિંગી મિથ્યાત્વી રૈવેયક સુધી જઈ શકે છે. સમ્યગુદૃષ્ટિ પહેલા સ્વર્ગથી સર્વાર્થસિદ્ધિ સુધી ક્યાંય પણ ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ એ અનિવાર્ય નથી કે બધી સમ્યગુદૃષ્ટિ વૈમાનિક સ્વર્ગમાં જ ઉત્પન્ન હોય. ચતુર્દશ પૂર્વધારી આરાધક સંયત પાંચમાં સ્વર્ગથી નીચે ઉત્પન્ન નથી થતી.
(૫) અનુભાવ અનુભાવનો અર્થ છે લોક સ્વભાવ. એના કારણે જ બધાં વિમાનો તથા સિદ્ધશિલા વગેરે આકાશમાં નિરાધાર અવસ્થિત છે અરિહંત ભગવાનના જન્માભિષેક વગેરે પ્રસંગો પર દેવોનાં આસનોનું કંપિત હોવું પણ લોકાનુભાવ જ છે. આસનકંપના અનંતર અવધિ જ્ઞાનના ઉપયોગથી તીર્થકરનો મહિમા જાણીને, કેટલાક દેવ એમના નજીક પહોંચીને એમની સ્તુતિ, વંદના, ઉપાસના વગેરે કરીને આત્મકલ્યાણ કરે છે. કેટલાક દેવ પોતાના જ સ્થાન પર પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર વગેરે દ્વારા તીર્થકરની ચર્ચા કરે છે. આ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. સ્વર્ગની સુષમા :
આ પ્રકાર બાર સ્વર્ગ, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં બાંસઠ પ્રતર અને ચૌર્યાસી લાખ સત્તાણુ હજાર, તેવીસ વિમાન છે. બધા વિમાન રત્નમય છે. તે અનેક સ્તંભોથી પરિમંડિત, વિવિધ-વિવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખૂટીઓ અને લીલાયુકત પૂતળીઓ(કીકીઓ)થી સુશોભિત છે. સૂર્ય સમાન જગમગાતા અને સુગંધથી મઘમઘે છે. પ્રત્યેક વિમાનના ચારેય બાજુ બગીચા છે એમાં રત્નમય બાવડીઓ, રત્નમય નિર્મળ જળ અને કમળ છે. રત્નોના સુંદર વૃક્ષ, વેલ, ગુચ્છા, ગુલ્મ અને તૃણ વાયુથી હલે છે. જયારે તે પરસ્પર ટકરાય છે તો એમાં છ રાગ, છત્રીસ રાગિણીઓ નીકળે છે. ત્યાં સોના-ચાંદીની રેત પાથરેલી છે અને વિવિધ પ્રકારનાં આસન રાખેલાં છે. અતિસુંદર, હંમેશાં યુવાનીથી લલિત, દિવ્ય તેજવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનના ધારક, અતિ ઉત્તમ મણિરત્નોનાં વસ્ત્રોના ધારક, દિવ્ય અલંકૃત દેવ અને દેવીઓ ઇચ્છિત ક્રીડા કરતા પોતાના પૂર્વાજિત પુણ્યના ફળને ભોગવે છે. (૪૧૮) જિણધમો)