________________
(૪) અભિમાન : સ્થાન, પરિવાર, વ્યક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ વગેરેના કારણે અભિમાન ઉત્પન્ન થાય છે. આ અભિમાન ઉપર-ઉપરના દેવોમાં ઓછું થતું જાય છે, કારણ કે ઉપર-ઉપરના દેવોમાં કષાયોની મંદતા થતી જાય છે. દેવોમાં કામસુખઃ
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા પ્રથમ અને બીજા કલ્પના દેવ મનુષ્યની જેમ શરીરથી કામસુખનો અનુભવ કરીને પ્રસન્ન થાય છે. ત્રીજા કલ્પ અને ચોથા કલ્પના દેવોની કામતૃપ્તિ દેવીઓના સ્પર્શમાત્રથી થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવ, દેવીઓના સુસજ્જિત રૂપને જોઈને જ વિષય-સુખ પ્રાપ્ત કરી લે છે. સાતમા-આઠમા સ્વર્ગના દેવોની કામવાસના દેવીઓના વિવિધ શબ્દોને સાંભળવાથી જ પૂરી થઈ જાય છે. નવમા-દસમા અને અગિયારમા-બારમા સ્વર્ગના દેવોની વૈષયિક તૃપ્તિ દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે. બીજા સ્વર્ગ સુધી જ દેવીઓ છે. ઉપરના કલ્પોમાં દેવીઓ નથી. તે જ્યારે તૃતીય વગેરે ઉપરનાં સ્વર્ગોના દેવોના વિષય-સુખના માટે ઉત્સુક અર્થાતુ પોતાના પ્રત્યે આદરશીલ જાણે છે, ત્યારે તે એમના યથાયોગ્ય સ્થાન ઉપર પહોંચે છે. દેવીઓના હસ્ત (હાથ) વગેરેના સ્પર્શમાત્રથી ત્રીજા-ચોથા કલ્પના દેવોને તૃપ્તિ થઈ જાય છે. પાંચમા - છઠ્ઠા સ્વર્ગના દેવોને દેવીઓના મનોહર રૂપ દેખવા માત્રથી તૃપ્તિ થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવદેવીઓના મનોહર સંગીતમય શબ્દોના શ્રવણમાત્રથી વૈષયિક આનંદનો અનુભવ કરી લે છે. દેવીઓની પહોંચ આઠમાં સ્વર્ગ સુધી જ છે. નવમાંથી બારમા સ્વર્ગ સુધીનાં દેવદેવીઓના ચિંતન કરવા માત્રથી તૃપ્ત થઈ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવ કામ લાલસાથી પર હોય છે. એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દના ચિંતન દ્વારા કામ-સુખ ભોગવવાની અપેક્ષા નથી રહેતી છતાંય તે નીચેના દેવોથી વધુ સંતુષ્ટ અને વધુ સુખી છે. આનું સ્પષ્ટ કારણ એ છે કે જેમ-જેમ કામ-વાસના પ્રબળ થાય છે, તેમ-તેમ ચિત્ત સંક્લેશ વધુ વધે છે. ઉપરા-ઉપરના દેવોની કામવાસના મંદ થતી જાય છે, માટે એમનું ચિત્ત સંક્લેશ પણ ઓછું થતું જાય છે. એમના કામ-ભોગના સાધન પણ અલ્પ હોય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવોની કામવાસના શાંત હોય છે, માટે એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન વગેરે કોઈપણ પ્રકારના ભોગની કામના નથી હોતી. તેઓ સંતોષજન્ય સુખમાં નિમગ્ન રહે છે. એ જ કારણ છે કે નીચ-નીચેની અપેક્ષા ઉપર-ઉપરના દેવોનું સુખ વધુ માનવામાં આવ્યું છે. દેવોના અન્ય જ્ઞાતવ્ય વિષયઃ
દેવોના સંબંધમાં બીજી પણ કેટલીય વાતો જ્ઞાતવ્ય છે. એમાંથી કેટલાક આ પ્રકારે છે : (૧) ઉચ્છવાસ, (૨) આહાર, (૩) વેદના, (૪) ઉતપાત અને (૫) અનુભાવ.
(૧) ઉચ્છવાસ : જેમ-જેમ દેવોની આયુ-સ્થિતિ વધતી જાય છે તેમ-તેમ ઉચ્છવાસનો સમય પણ વધતો જાય છે. જેમ દસ હજાર વર્ષની આયુવાળા દેવોના એક-એક ઉચ્છવાસ, સાત-સાત સ્તોકમાં હોય છે. એક પલ્યોપમની આયુવાળા દેવોનો ઉશ્વાસ પૃથકત્વ મુહૂર્તમાં એક જ હોય છે. સાગરોપમની આયુવાળા દેવોના વિષયમાં આ નિયમ છે કે જેમની આયુ જેટલા સાગરોપમની હોય એમનો એક ઉચ્છવાસ એટલા જ પક્ષમાં હોય છે. [ ઊર્ધ્વ લોક
૪૧૦)