________________
(૮) આઠ દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોના બાલાગ્રોથી લીલા રમ્યક વર્ષના મનુષ્યોનો એક
બાલાગ્ર.
(૯) એમના આઠ બાલાગ્રંથી હેમવય હિરણ્યવત મનુષ્યોનો એક બાલાગ્ર. (૧૦) એમના આઠ બાલાગ્રથી પૂર્વ-વિદેહ પશ્ચિમ વિદેહ મનુષ્યોનો એક બાલાગ્ન. (૧૧) એમના આઠ બાલાગ્રંથી ભરત ઐરવતના મનુષ્યોનો એક બાલાગ્ર.
(૧૨) એમના આઠ બાલાગ્રંથી એક લીખ થાય છે.
(૧૩) આઠ લીખની એક યૂકા (જૂ). (૧૪) આઠ યૂકાનો એક અર્ધયવ.
(૧૫) આઠ અર્ધયવનો એક ઉત્સેધ અંગુલ.
(૧૬) છ ઉત્સેધ આંગળના એક પગનો પનો (પહોળાઈ).
(૧૭) બે પગના પનાની એક વેંત.
(૧૮) બે વેંતનો એક હાથ.
(૧૯) બે હાથની એક કુક્ષિ.
(૨૦) બે કુક્ષિનું એક ધનુષ.
(૨૧) બે હજાર ધનુષનો એક કોસ (ગાઉ). (૨૨) ચાર કોસનું એક યોજન.
કલ્પના કરો કે એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઊંડો કૂવો હોય, એમાં દેવકુરુ, ઉત્તરકુરુ મનુષ્યના વાળના અસંખ્ય ખંડ તળથી લગાવીને ઉપર સુધી ઠાંસી-ઠાંસીને એ રીતે ભરવામાં આવે કે એના ઉપરથી ચક્રવર્તીની સેના નીકળી જાય તો પણ તે નમે નહિ. નદીનો પ્રવાહ તેના પરથી પસાર થઈ જાય, પણ એક ટીપું પાણી અંદર ન ભરી શકાય, અગ્નિનો પ્રવેશ પણ ન થાય. એ કૂવામાંથી સો-સો વર્ષ*પછી એકએક બાળ ખંડ નીકળે એ રીતે કરવાથી જેટલા સમયમાં તે કૂપ (કૂવો) ખાલી થઈ જાય, એટલા સમયને એક પલ્યોપમ કહે છે. એવા દસ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. વીસ ક્રોડા-ક્રોડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે. અનંત કાળચક્ર વીતવાથી એક પુદ્ગલ પરાવર્તન થાય છે. (કાળના સંબંધમાં વિશેષ વર્ણન અજીવ દ્રવ્ય પ્રકરણમાં કરવામાં આવશે.) આ રીતે મધ્યલોકના વર્ણનની અંતર્ગત જ્યોતિષચક્ર કૃત કાળના વિભાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
* અસંખ્ય સમયોની એક આવલિકા, સંખ્યાત આવલિકાઓનો એક શ્વાસ. સંખ્યાત આવલિકાઓનો એક નિશ્વાસ. શ્વાસ-નિશ્વાસ મળીને એક પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક. સાણત સ્ત્રોકનો એક લવ (બે કાષ્ઠાનું માપ), સિત્યોતેર લવનું એક મુહૂર્ત. ત્રીસ મુહૂર્તની એક અહોરાત્રિ. પંદર અહોરાત્રિનો એક પક્ષ. બે પક્ષનો એક માસ. બાર માસનું એક વર્ષ થાય છે.
૩૯૬
જિણધો