________________
જોવા મળે છે, તો કોઈ કારણ નથી કે આપણે વૈદિક કાળમાં જૈન ધર્મનું અસ્તિત્વ ન માને, વેદોમાં જૈન ધર્મને સિદ્ધ કરનાર ઘણાય મંત્રો છે, સારાંશ એ છે કે આ બધાં પ્રમાણોથી જૈન ધર્મનો ઉલ્લેખ હિન્દુઓના પૂજ્ય વેદમાં પણ મળે છે.
(વિચાર કરો, એક કટ્ટર વેદાનુયાયી વેદતીર્થ પદવી પ્રાપ્ત, મોટા પ્રસિદ્ધ વિદ્વાન નિષ્પક્ષ થઈને જૈન ધર્મના ઉદય કાળ વિશે કેવું સ્પષ્ટ લખે છે. શું આ વિદ્વાનનું લખવું પણ અસત્ય છે ?)
શ્રીયુત્ લા. કન્નામલજી એમ. એ. સેશન જજ ધૌલપુર, લા. લાજપતરાયજી લિખિત ‘ભારત ઇતિહાસ'માં જૈન ધર્મ સંબંધી આક્ષેપોના પ્રતિવાદમાં લખે છે કે -
બધા લોકો જાણે છે કે જૈન ધર્મના આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી છે, જેમનો સંવત ઇતિહાસ પરિધિથી ક્યાંય દૂર છે. એમનું વર્ણન સનાતનધર્મી હિન્દુઓના શ્રીમદ્ ભાગવત પુરાણમાં પણ છે, ઐતિહાસિક ગવેષણાથી જાણવા મળ્યું છે કે જૈન ધર્મની ઉત્પત્તિનો કોઈ કાળ નિશ્ચિત નથી. પ્રાચીનથી પ્રાચીન ગ્રંથોમાં જૈન ધર્મનો હવાલો મળે છે. શ્રી પાર્શ્વનાથજી જૈનોના ત્રેવીસમાં તીર્થંકર છે, એમનો સમય ઈસાથી બારસો વર્ષ પૂર્વનો છે, તો પાઠક સ્વયં વિચારી શકે છે કે ઋષભદેવજીનો કેટલો પ્રાચીન સમય (કાળ) હશે, જૈન ધર્મના સિદ્ધાંતોની અવિચ્છિન્ન ધારા આ જ મહાત્માના સમયથી વહેતી રહી છે. કોઈ સમય એવો નથી જેમાં આનું અસ્તિત્વ ન હોય. શ્રી મહાવીર સ્વામી જૈન ધર્મના અંતિમ તીર્થંકર અને પ્રચારક હતા. એના આદિ સંસ્થાપક અને પ્રવર્તક નહોતા.’
ઉપર્યુક્ત સંપૂર્ણ ઐતિહાસિક તથા પ્રાગૈતિહાસિક વિવેચનના આધારે તે નિર્વિવાદ રૂપથી કહી શકાય છે કે જૈન ધર્મ અથવા સંસ્કૃતિને પ્રાગૈતિહાસિક જ નહિ અનાદિકાલીન માનવી જ યુક્તિ-સંગત છે. કોઈપણ સંસ્કૃતિ અથવા ધર્મના કાળ-નિર્ણયમાં નિષ્પક્ષ દૃષ્ટિની નિતાંત આવશ્યકતા છે. નિષ્પક્ષ દૃષ્ટિ જ તત્ત્વનો સમ્યનિર્ણય કરી શકે છે, અસ્તુ, પ્રત્યેક વિચાર ઐતિહાસિક તથ્યોના પરિપ્રેક્ષ્યમાં ઉપર્યુક્ત વિવેચન પર નિષ્પક્ષ ચિંતન કરશે.
સાધુમાર્ગ ક્યારથી :
જૈન ધર્મનું જ અપર નામ સાધુમાર્ગ છે. માટે સાધુમાર્ગના સંદર્ભમાં પણ થોડું વિવેચન પ્રસ્તુત છે.
ધર્મ તથા સંસ્કૃતિના આવિર્ભાવના કાળ-નિર્ધારણના અનુચિંતનને માનવ સંસ્કૃતિ તથા માનવીય સભ્યતાના પ્રાદુર્ભાવથી ભિન્ન નથી કરી શકાતું. માનવજીવનના સાથે ધર્મનો સંબંધ અનાદિ કાળથી અનુબંધિત છે. તેથી ધર્મ અથવા ધાર્મિક પરંપરાઓના સંદર્ભમાં ઐતિહાસિક ચિંતન આટલું અધિક મહત્ત્વ નથી રાખતું, છતાં સામાન્ય જનમાનસ અર્વાચીનતા તથા પ્રાચીનતાના પરિપ્રેક્ષ્યને વધુ મહત્ત્વ પ્રદાન કરે છે. માટે સાધુમાર્ગની જિણધમ્મો
૪૦૪