________________
(૭) ચર્મ-રત્ન : આ બે હાથ લાંબું હોય છે. આ બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી નાવડી રૂપ થઈ જાય છે. ચક્રવર્તીની સેના પર સવાર થઈને ગંગા-સિંધુ જેવી મહાનદીઓને પાર કરે છે. આ ત્રણેય રત્ન ચક્રવર્તીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.
(૮) સેનાપતિ-રત્ન : વચ્ચેના બંને ખંડોને ચક્રવર્તી સ્વયં જીતે છે અને ચારેય ખૂણાના ચારેય ખંડોને ચક્રવર્તીના સેનાપતિ જીતે છે. આ વૈતાઢ્ય પર્વતની ગુફાઓના દ્વાર દંડનો પ્રહાર કરીને ખોલે છે અને મ્લેચ્છોને પરાજિત કરે છે.
00
(૯) ગાથાપતિ-રત્ન : ચર્મરત્નને પૃથ્વીના આકારનું બનાવીને તેના પર ચોવીસ પ્રકારના ધાન્ય અને બધા પ્રકારના મેવા-મસાલા, શાકભાજી વગેરે દિવસના પ્રથમ પહોરમાં લગાવે છે, બીજા પહોરમાં બધા પાકી જાય છે અને ત્રીજા પહોરમાં તૈયાર કરીને ચક્રવર્તી વગેરેને ખવડાવી દે છે.
(૧૦) વર્ધકિ-રત્ન ઃ આ મુહૂર્તભરમાં બાર યોજન લાંબુ, નવ યોજન પહોળું, બેંતાલીસ ખંડનો મહેલ, પૌષધશાળા, રથશાળા, ઘોડાશાળા (અસ્તબળ), પાકશાળા, બજાર વગેરે બધી સામગ્રીથી યુક્ત નગર બનાવી દે છે. રસ્તામાં ચક્રવર્તી પોતાના સમસ્ત પરિવારની સાથે એમાં નિવાસ કરે છે.
(૧૧) પુરોહિત-રત્ન : આ શુભ મુહૂર્ત બતાવે છે. લક્ષણ, હસ્તરેખા વગેરે સામુદ્રિક, વ્યંજન (તલ-મસ વગેરે), સ્વપ્ન, અંગ-સ્ફુરણ વગેરેનું શુભાશુભ ફળ બતાવે છે. શાંતિપાઠ કરે છે.
(૧૨) સ્ત્રી-રત્ન : આ વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણીના સ્વામી વિદ્યાધરની શ્રીદેવી નામની પુત્રી હોય છે. અત્યંત રૂપવતી, હંમેશાં કુમારિકાની સમાન યુવતી રહે છે. આ પુત્રપ્રસવ નથી કરતી. એનું દેહમાન ચક્રવર્તીના દેહમાનથી ચાર આંગળ ઓછું હોય છે.
(૧૩) અશ્વ-રત્ન : પૂંછડીથી મુખ સુધી એકસો આઠ આંગળ લાંબા, ખુરથી કાન સુધી એંસી આગળ ઊંચું, ક્ષણભરમાં અભીષ્ટ સ્થાન પર પહોંચાડી દેનારો કમળપતિ નામનો ઘોડો હોય છે. આ વિજયપ્રદ હોય છે.
(૧૪) ગજ-રત્ન : આ ચક્રવર્તીથી બેગણો ઊંચો હોય છે. મહા સૌભાગ્ય શીલ, કાર્યદક્ષ અને અત્યંત સુંદર હોય છે.
આ અશ્વ અને હાથી વૈતાઢ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. ચક્રવર્તી આ ચૌદ રત્નોના (શ્રેષ્ઠ પદાર્થોના) સ્વામી હોય છે.
નવ નિધિઓ :
(૧) નૈસર્પ-નિધિ : આ નિધિથી ગામ વગેરે વસાવવાની અને સેનાનો પડાવ નાખવાની વિધિ અને સામગ્રી પ્રાપ્ત થાય છે.
(૨) પંડૂક-નિધિ : આ નિધિથી તોલવા-માપવાના ઉપકરણ પ્રાપ્ત થાય છે. ચક્રવર્તીની ઋદ્ધિ
૩૮૩