________________
જો કે અનુગામી અને અનનુગામી - આ બંને ભેદોમાં શેષ ભેદોનો અંતર્ભાવ થઈ શકે છે, પરંતુ વર્ધમાન-હીયમાન વગેરે વિશેષ ભેદ બતાવવા માટે એમનું અલગ-અલગ વર્ણન કરવામાં આવ્યું છે.
હીનમાન અને પ્રતિપાતી અવધિજ્ઞાનમાં અંતર એ છે કે હીયમાન અવધિજ્ઞાનમાં ક્રમશઃ ધીરે-ધીરે અવધિજ્ઞાનનો હ્રાસ થાય છે જ્યારે પ્રતિપાતી અવધિજ્ઞાન દીવાની જેમ ક્ષણભરમાં જ નષ્ટ થઈ જાય છે.
અવધિજ્ઞાનનો વિષય
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લઈને અવધિજ્ઞાનનો વિષય આ રીતે બતાવવામાં આવ્યો છે. દ્રવ્યથી અવધિજ્ઞાની ઓછામાં ઓછાં અનંતરૂપી દ્રવ્યોને જાણે-દેખે છે અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણરૂપી દ્રવ્યોને જાણે-દેખે છે.
ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રનાં દ્રવ્યોને જાણે-દેખે છે, અને ઉત્કૃષ્ટથી લોકના ક્ષેત્રગત સમસ્ત રૂપી દ્રવ્યોને જાણે-દેખે છે. સામર્થ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અસત્ કલ્પનાથી જો અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્ય ખંડ કરવામાં આવે તો અવધિજ્ઞાની એમાં સ્થિત રૂપી દ્રવ્યોને પણ જાણવાની શક્તિ રાખે છે. ના તો અલોકમાં લોકપ્રમાણ ખંડ થઈ શકે છે અને ના ત્યાં રૂપી દ્રવ્ય જ છે. પરંતુ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિને બતાવવા માટે આ અસત્ કલ્પના કરવામાં આવી છે. ક્ષેત્ર અને કાળ સ્વરૂપથી અરૂપી સૂક્ષ્મ છે, એમને અવધિજ્ઞાની સાક્ષાત્ નથી જાણી શકતો. તેથી ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાનના વિષયનો અર્થ છે કે એટલા ક્ષેત્રમાં કે એટલા સમયમાં રહેલાં રૂપી દ્રવ્યોને એ જાણે-દેખે છે.
જઘન્ય અવધિક્ષેત્ર
‘વિશેષાવશ્યક ભાષ્ય'માં અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય વિષય આ રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યો છે -
जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणग जीवस्स । ओगाहणा जहन्ना, ओही खेत्तं बहन्नं तु ॥ વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૫૮૮
અર્થાત્ ત્રિસમયાહારક સૂક્ષ્મપનક જીવના શરીરની જેટલી અવગાહના થાય છે, એટલું ક્ષેત્ર અવધિજ્ઞાનના જઘન્ય ક્ષેત્ર વિષય હોય છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરતા કહ્યું છે :
“એક હજાર યોજનની અવગાહનાવાળા મહાકાય વિશાળ મત્સ્ય મરીને પોતાના જ દેહના બાહ્ય ભાગમાં સૂક્ષ્મ પનક જીવના રૂપમાં ઉત્પન્ન થાય છે. એ સમયે તે મત્સ્ય પ્રથમ સમયમાં પોતાના આયામ લંબાઈને સંક્ષિપ્ત કરે છે અર્થાત્ આત્મ-પ્રદેશોને સંકુચિત કરે છે અને મત્સ્ય દેહની જાડાઈના તુલ્ય (સમાન) મત્સ્ય શરીરના ઉપર-નીચે ડાબે-જમણે
૨૧૬
જિણધમ્મો