________________
જીવનું જેટલું નાનું કે મોટું શરીર છે તે બધા શરીરમાં આત્માના અસંખ્યાત-પ્રદેશ વ્યાપ્ત રહે છે. આત્મ-પ્રદેશોમાં દીપકની પ્રજાના સમાન સંકોચ કે વિસ્તારનો ગુણ રહેલો છે. જેમ કે દીપકની પ્રભા હજુ આખા ઓરડામાં ફેલાયેલી છે, એ દીપક ઉપર જો મોટા વાસણનું આવરણ નાખી દેવામાં આવે તો તે પ્રભા વાસણના અંદર જ સંકોચાઈ જશે. જો વાસણ હટાવી લેવામાં આવે તો તે પછી આખા ઓરડામાં ફેલાઈ જાય છે. એ જ રીતે આત્મ-પ્રદેશ બધા જીવોના બરાબર હોવા છતાંય તે હાથમાં હાથી શરીર-પ્રમાણ અને કંથમાં કુંથુ શરીરપ્રમાણ થઈ જાય છે. આત્મા શરીર રૂપ ન હોવા છતાંય સ્વદેહ પરિમાણ છે.
આત્માના સંબંધમાં અન્ય દર્શનોનું મંતવ્ય અને એમનું સમાધાન ઉપનિષદમાં આત્માના સર્વગત અને વ્યાપક હોવાના જ્યાં ઉલ્લેખ છે ત્યાં એના અંગુષ્ઠમાત્ર તથા અણુરૂપ હોવાનું પણ કથન છે. વૈદિક-દર્શનોમાં પ્રાયઃ આત્માને અમૂર્ત અને વ્યાપક સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યાપક હોવા છતાંય પણ શરીર અને મનના સંબંધથી શરીરસ્થ આત્મ-પ્રદેશોમાં જ્ઞાન વગેરે વિશેષ ગુણોની ઉત્પત્તિ માનવામાં આવી છે. અમૂર્ત હોવાના કારણે આત્માને નિષ્ક્રિય પણ માન્યો છે, એમાં ગતિ નથી માની. શરીર અને મનમાં ગતિ માનવામાં આવી છે જેનાથી સ્વસંબદ્ધ આત્મ-પ્રદેશોમાં જ્ઞાન વગેરેની અનુભૂતિ થાય છે.
ઉક્ત મંતવ્ય યુક્તિસંગત પ્રતીત નથી થતું. આ સાધારણ નિયમ છે કે જેના ગુણ જ્યાં જોવા મળે છે એનો સદ્ભાવ ત્યાં જ હોય છે, અન્યત્ર નહિ. જેમ કે જ્યાં ઘર વગેરેના રૂપ વગેરે ગુણ જોવા મળે છે, ત્યાં જ ઘટનું અસ્તિત્વ માની શકાય છે, અન્યત્ર નહિ. એમ જ આત્માના જ્ઞાન વગેરે ગુણ શરીર-પ્રદેશોમાં જ જોવા મળે છે. તેથી આત્માને શરીર-પ્રમાણ જ માનવું ઉચિત છે. આત્માના જ્ઞાન વગેરે ગુણ શરીરના બહાર જોવા મળતા નથી. જ્યાં ગુણ નથી ત્યાં ગુણી નથી માનવામાં આવતા. માટે શરીરથી બહાર આત્મ-દ્રવ્યનું અસ્તિત્વ નથી માનવામાં આવતું. આચાર્ય હેમચંદ્ર આ જ વાત આ શ્લોકમાં વ્યક્ત કરી છે. -
यत्रैव यो दृष्ट गुणः स तत्र् कुम्भादिवन्निष्पतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्वमतत्ववादोपहताः पठन्ति ॥
- અન્યયોગ વ્ય. દ્વાચિંશિકા, ગા.-૯ વૈદિક-દર્શન આત્માને સર્વવ્યાપક માનવા છતાંય સુખ-દુઃખોનો ઉપયોગ અને જ્ઞાનાદિ ગુણ શરીર પર્યત આત્મામાં જ સ્વીકાર કરે છે. આ મોટી અટપટી વાત છે. જ્યારે આત્માને સૈદ્ધાંતિક રૂપમાં સર્વવ્યાપક માનવામાં આવે છે તો સુખ-દુઃખ વગેરેનો ઉપયોગ શરીર સુધી જ સીમિત કેવી રીતે રહી શકે છે ? એક અખંડ દ્રવ્ય કેટલાક ભાગોમાં સુખ-દુઃખ વગેરેનો ભોક્તા અને અન્ય કેટલાક ભાગોમાં સુખ-દુઃખ વગેરેનો અભોક્તા કેવી રીતે હોઈ શકે છે ? (૨૯)
)))( જિણધમો)