________________
સાધારણ વનસ્પતિકાયના અંતર્ગત મૂળા, આદુ, પિડાળુ, બટાટા, રતાળુ, ડુંગળી, લસણ, ગાજર, શક્કરિયા, સૂરણ વજકંદ, મૂસલી વગેરે વનસ્પતિઓ આવે છે; જે જમીનની અંદર ફળે છે. સોયના અગ્રભાગ પર આવી જનાર સાધારણ વનસ્પતિના નાના અંશમાં નિગોદિયા જીવોના રહેવા માટે અસંખ્યાત પ્રતર છે. પ્રત્યેક ગોળામાં અસંખ્યાત શરીર છે અને એક-એક શરીરમાં અનંતાનંત જીવ છે. આ જીવ નિગોદના જીવ કહેવાય છે.
શંકા થઈ શકે છે કે સોયના અગ્રભાગ જેટલી થોડી જગ્યામાં આટલા જીવોનો સમાવેશ કેવી રીતે થઈ શકે છે ? સમાધાન છે કે એક કરોડ ઔષધિઓ એકત્ર કરીને તે એમનું ચૂર્ણ બનાવ્યું હોય કે તેનો અર્ક કાઢ્યો હોય અને તેને સોયની અણી પર રાખવામાં આવે, તો જેમ એમાં કરોડો ઔષધિઓ સમાયેલી છે, તેવી રીતે અનંતાનંત જીવોનો સમાવેશ પણ એ થોડા અંશમાં થઈ જાય છે.
પ્રત્યક્ષ જોવા જઈએ તો મુદ્રિકામાં લાગેલા નાના કાચના ટુકડામાં કેટલાય મનુષ્યોના પ્રતિબિંબ પડે છે. જ્યારે સ્થૂળ વસ્તુમાં ધૂળ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે, તો સૂક્ષ્મ જીવોના સમાવેશમાં શી શંકા હોય શકે છે ?
નિગોદના જીવ એક શ્વાસોચ્છવાસ જેટલા સ્વરૂપ કાળમાં સાત સત્તર વખત જન્મ-મરણ કરે છે. અને સૂક્ષ્મ વનસ્પતિના જીવ એક મુહૂર્તમાં ૬૫૫૩૬ વખત જન્મ-મરણના કષ્ટ ભોગવે છે. સાધારણ વનસ્પતિના જીવ એક મુહૂર્તમાં બત્રીસ હજાર તથા પ્રત્યેક વનસ્પતિના જીવ સોળ હજાર જન્મ-મરણ કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવ એક મુહૂર્તમાં ૧૨૮૨૪ જન્મ-મરણ કરે છે. કીન્દ્રિય એંસી, ત્રિન્દ્રીય સાઠ અને ચતુરિન્દ્રિય ચાલીસ, અસંજ્ઞી પંચેન્દ્રિય ચોવીસ, સંશી પંચેન્દ્રિય જીવ એક મુહૂર્તમાં એક જન્મ-મરણ કરે છે. ઉક્ત રીતિથી સ્થાવર તિર્યંચના બાર ભેદ હોય છે. ત્રસજીવ (જંગમકાય) :
ત્રસજીવોની ઉત્પત્તિનાં આઠ સ્થાન છે. આ સ્થાનોના કારણે ત્રસજીવોના પણ આઠ ભેદ છે, તે આ પ્રકારે છે :
(૧) અંડજ : ઈંડામાંથી ઉત્પન્ન થનારા પક્ષી વગેરે. (૨) પોતજ : જન્મતાં જ ચાલતા-ભાગતા હાથી વગેરે પ્રાણી.
(3) જરાયુજ : જરાયુથી પેદા થનાર મનુષ્ય, ગાય, ભેંસ વગેરે. જરાયુ એક પ્રકારના પડદા જેવું આવરણ છે. જે રક્ત-માંસથી ભરેલું હોય છે. તેમાં ગર્ભસ્થ શિશુ લપેટાયેલું રહે છે.
(૪) રસ રસમાં ઉત્પન્ન થનારા કીડા વગેરે. (૫) સંસ્વેદન : પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ વગેરે.
(૬) સંમૂઈિમ : માતા પિતાના સંયોગ વગર પોતાની ઉત્પત્તિના યોગ્ય સ્થાન પર સ્વતઃ ઉત્પન્ન થનારા માખી વગેરે.
(399)
DOOOOOOOOOOOOX જિણધમો)