________________
એક મુહૂર્ત હોય છે. એક મુહૂર્તની બે ઘટિકાઓ હોય છે. ચોવીસ મિનિટની એક ક્ષણ અને અડતાલીસ મિનિટનું એક મુહૂર્ત હોય છે. બે સમયથી લઈને એક સમય ઓછા મુહૂર્ત કાળને અંતર્મુહૂર્ત કહે છે.
સમયનું સ્વરૂપ :
સમયના સ્વરૂપને આગમમાં એક દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. તે આ રીતે છે ઃ જેમ કે કોઈ કુશળ, બળવાન, નીરોગી, હૃષ્ટ-પુષ્ટ તરુણ વેપારીનો પુત્ર એક પટ્ટ શાટિકા(કોમળ સાડી)ને હાથમાં લેતાં જ એકદમ શીઘ્રતાથી જેટલા સમયમાં ફાડી દે છે, શું એટલો કાળ-સમય કહી શકાય છે પ્રજ્ઞાપક આચાર્ય કહે છે કે - “ના, તે સમય નથી, કારણ કે તે કોમળ સાડી સંખ્યાત તંતુઓના સમુદાયથી બનેલી છે. જ્યાં સુધી ઉપરનો તંતુ છિન્ન નથી થતો ત્યાં સુધી નીચેનો તંતુ છેદી શંકાતો નથી. ઉપરના તંતુનો છેદ કાળ બીજો છે અને નીચેના તંતુનો છેદ-કાળ બીજો છે. માટે એ સાડીને ફાડવાના કાળને સમય નથી કહી શકાતો.’’
ત્યારે શંકાકાર કહે છે કે - ‘તે પટશાટિકાના ઉપરના તંતુ જેટલા કાળમાં છિન્ન થયો, શું એને સમય કહી શકાય છે ?”
પ્રજ્ઞાપક આચાર્ય કહે છે કે - “ના, તે પણ સમય નથી. કારણ કે તે ઉપરી તંતુ પણ સંખ્યાત પદ્મોથી બનેલ છે. જ્યાં સુધી ઉપરના પક્ષ્મ છિન્ન નથી થતા ત્યાં સુધી નીચેના પક્ષ્મ છિન્ન નથી થઈ શકતા. ઉપરના પક્ષ્મનો છેદ-કાળ બીજો છે અને નીચેના પક્ષનો છેદ-કાળ બીજો છે.”
આના પર પુનઃ શંકાકાર કહે છે કે - “જે કાળમાં એ વેપારીના પુત્રે એ તંતુના ઉપરી પક્ષ્મને છિન્ન કર્યો, શું તે કાળ સમય કહી શકાય છે ?”
આચાર્ય કહે છે કે - “ના, તે પણ સમય નથી. કારણ કે તે ઉપરના એક પક્ષ્મ પણ અનંત સંઘાતોના સમુદાયથી બનેલ છે. જ્યાં સુધી ઉપરના સંઘાત વિઘટિત નથી થતા ત્યાં સુધી નીચેના સંઘાત વિઘટિત નથી થઈ શકતા. ઉપરના સંઘાત માટે વિઘટિત થવાનો કાલ બીજો છે અને નીચેના સંઘાતના વિઘટિત થવાનો કાળ બીજો છે. માટે તે કાળ સમય નથી કહી શકાતો. એનાથી પણ સૂક્ષ્મતર કાળને સમય કહેવામાં આવે છે.”
- અનુયોગ દ્વાર સૂત્ર
સો કમળનાં પાંદડાંઓના છેદનું ઉદાહરણ પણ એ વિષયમાં આપી શકાય છે. જેમ કે કમળનાં સો પાંદડાંઓને એક ઉપર એક લગાવી એમાં એક અણીદાર ભાલો ઘુસાડવામાં આવે તો તે એકદમ એ સો પાંદડાંઓને છેદીને બહાર આવી જાય છે. પરંતુ એ સો કમળનાં પાંદડાંઓનો તે છેદ એક સાથે નથી થયો. તે એક પછી એક ક્રમિક રૂપથી જ છેદાયો છે, કારણ કે ઉપરનું પત્તું છેદચા વિના નીચેનું પાંદડું છેદી શકાતું નથી. ઉપરનાં પાંદડાંનો
369
જિણઘમ્મો