________________
સૂર્ય વિમાનવાસી દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ તથા એક હજાર વર્ષની છે. એમની દેવીઓની આયુ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમ અને પાંચસો વર્ષની છે.
ચંદ્ર વિમાનવાસી દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ તથા એક લાખ વર્ષની છે. એમની દેવીઓની સ્થિતિ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમ તથા પચાસ હજાર વર્ષની છે.
નક્ષત્ર વિમાનોમાં રહેનાર દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમની છે. એમની દેવીઓની આયુ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પા પલ્યોપમથી કંઈક વધુ છે.
ગ્રહ વિમાનવાસી દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. એમની દેવીઓની જઘન્ય આયુ પા પલ્યોપમની તરફ ઉત્કૃષ્ટ આયુ અડધા પલ્યોપમની છે. પૂર્વમાં કહેવાયું છે કે મનુષ્ય લોકમાં જ્યોતિષ્ક મેરુની ચારેય બાજુ પ્રદક્ષિણા કરે છે અને નિત્ય ગતિશીલ છે, તેથી તેમના દ્વારા કાળનો વિભાગ કરેલો છે, માટે હવે કાળચક્રનું વર્ણન કરવામાં આવે છે.
પર
(કાળચક્રઃ એક અનુશીલન)
મનુષ્ય લોક પ્રસિદ્ધ દિવસ-રાત, પક્ષ-માસ વગેરે સ્થૂળ કાલ-વિભાગ સૂર્ય-ચંદ્ર વગેરે જ્યોતિષ્કોની ગતિ પર આધારિત છે. સ્થાન-વિશેષમાં સૂર્યના પ્રથમ દર્શનથી લઈને તે સ્થાનવિશેષમાં સૂર્યનું જે અદર્શન થાય છે, તે ઉદય-અસ્તની વચ્ચે સૂર્યની ગતિક્રિયાથી જ દિવસનો વ્યવહાર થાય છે.
આ રીતે સૂર્યના અસ્તથી ઉદય સુધીની ગતિક્રિયાથી રાતનો વ્યવહાર થાય છે. દિવસ અને રાતનો ત્રીસમો ભાગ મુહૂર્ત કહેવાય છે. પંદર દિવસ-રાતનો પક્ષ હોય છે. બે પક્ષનો માસ હોય છે. બે માસની ઋતુ હોય છે. ત્રણ ઋતુઓનું અયન હોય છે, બે અયનનું વર્ષ, પાંચ વર્ષનો યુગ હોય છે. આ રીતે લૌકિક કાળ વિભાગ સૂર્યની ગતિક્રિયાથી કરવામાં આવ્યા છે. જે ક્રિયા ચાલુ છે તે વર્તમાનકાળ, જે થનાર છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીત કાળ છે. જે કાળ ગણનામાં આવી શકે છે તે સંખ્યય છે. જે ગણનામાં ન આવીને માત્ર ઉપમાનથી જાણી શકાય છે, તે અસંખ્યય છે. જેમ કે પલ્યોપમ, સાગરોપમ વગેરે. જેનો અંત નથી, તે અનંત છે. - સમય, આવલિકા વગેરે કાળના સૂક્ષ્મ વિભાગ છે. કાળનો સૌથી નાનો અંશ જેનો પછી અંશ (ભાગ) ન થઈ શકે તે સમય કહેવાય છે. અસંખ્યાત સમયની એક આવલિકા હોય છે. એક કરોડ, સડસઠ લાખ, સિત્તોતેર હજાર, બસો સોળ (૧,૬૭,૭૭, ૨૧૬) આવલિકાઓનું [કાળચક્રઃ એક અનુશીલન D છે જે છે છે, જે ૩૦૫