________________
૫૦
મનુષ્યના ભેદ
મનુષ્યના મુખ્ય રૂપથી બે ભેદ છે - ગર્ભજ અને સંમૂર્ણિમ. ગર્ભજ મનુષ્યોના બસો બે ભેદ છે - પંદર કર્મભૂમિજ, ત્રીસ અકર્મભૂમિજ અને છપ્પન અંતર્દીપજ. આ એકસો એક મનુષ્યોના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બસો બે ભેદ થાય છે. ગર્ભજ મનુષ્યોના મળમૂત્ર આદિ ચૌદ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થનારા મનુષ્ય સંમૂર્ણિમ મનુષ્ય કહેવાય છે. આ અપર્યાપ્ત અવસ્થામાં જે મરી જાય છે, તેથી આના એકસો એક ભેદ જ થાય છે. આ રીતે ગર્ભજ મનુષ્યોના બસો બે તથા સંમૂર્ણિમ મનુષ્યોના એકસો એક ભેદ મેળવીને ત્રણસો ત્રણ ભેદ મનુષ્ય જાતિના થઈ જાય છે.
ચૌદ અશુચિ સ્થાન ઃ
સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિના ચૌદ સ્થાન આ છે - (૧) વિષ્ઠા (૨) મૂત્ર (૩) કફ (૪) સેડા - નાકનો મેલ (૫) વમન (૬) પિત્ત (૭) રસી - પૂય પીવ (૮) શોણિત (૯) શુક્ર (૧૦) સુકાઈને પુનઃ ભીના થયેલ વીર્યાદિના પુદ્ગલ (૧૧) મૃતશરીર (૧૨) સ્ત્રીપુરુષ સંયોગ (૧૩) નગરની મોરીઓ, નાળીઓ (૧૪) અન્ય બધા અશુચિ સ્થાન. મનુષ્યાદિના શરીરની જ્યારે અશુચિ અલગ હોય છે, તો અંતર્મુહૂર્ત જેટલા સમયમાં તેમાં અસંખ્યાત સંમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થઈ શકે છે અને મરી શકે છે.
કર્મ ભૂમિઓ ઃ
ગર્ભજ મનુષ્યોના ભેદમાં પંદર ભેદ કર્મભૂમિજ મનુષ્યોના બતાવ્યા છે, તેથી કર્મભૂમિઓનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. કર્મભૂમિ તે છે, જ્યાં મોક્ષમાર્ગમાં ઉપદેષ્ટા તીર્થંકર ઉત્પન્ન થાય છે. જ્યાં હથિયાર, લેખન-વ્યાપાર વગેરે અને ખેતીવાડી કર્મ કરીને મનુષ્ય પોતાનો જીવનનિર્વાહ કરે છે. આવી કર્મભૂમિઓ પંદર છે. પાંચ ભરત (એક જંબુદ્રીપનો, ધાતકી ખંડના અને બે પુષ્કરાર્ધદ્વીપના) પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ. હથિયાર, લેખન-વ્યાપાર, કૃષિ રૂપ કાર્ય નથી, પરંતુ દસ પ્રકારનાં કલ્પવૃક્ષોથી મનુષ્યોનો નિર્વાહ થાય છે, તે ભૂમિ અકર્મભૂમિ કહેવાય છે. આવી અકર્મભૂમિઓ ત્રીસ છે - પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હિરવાસ, પાંચ રમ્યાસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. આમાંથી એક-એક જંબુદ્વીપમાં, બે-બે ધાતકી ખંડમાં અને બે-બે પુષ્કરાર્ધ દ્વીપમાં છે. આ ત્રીસ ક્ષેત્ર અને છપ્પન અંતર્દીપ ભોગભૂમિ (અકર્મભૂમિ) છે. કારણ કે એમાં યુગલિક ધર્મ હોવાને લીધે ચરિત્ર ધારણ કરવું સંભવ નથી. આમાં કોઈ પ્રકારના કર્મ-વ્યાપાર-વાણિજ્ય નથી, માત્ર કલ્પવૃક્ષો દ્વારા મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે.
મનુષ્યના ભેદ
૩૦૯