________________
વ્યાપક આત્મવાદમાં પ્રતિનિયત સુખ-દુઃખ વગેરે તથા ધર્મ-કર્મ વગેરેની વ્યવસ્થા સંભવ નથી. બધા આત્માઓ વ્યાપક છે, તો બધાનાં શરીરોની સાથે એનો સંબંધ છે જ. એવી સ્થિતિમાં પોત-પોતાનાં સુખ-દુઃખ ભોગના પ્રતિનિયત નિયત કેવી રીતે ઘટી શકે છે ? એક આત્મા દ્વારા કરવામાં આવેલાં શુભાશુભ કર્મોનું પરિણામ બધા આત્માઓને ભોગવવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. એકના બંધથી બધાનો બંધ થઈ જશે અને એકની મુક્તિથી બધાની મુક્તિ થઈ જશે. બધી બંધ-મોક્ષની વ્યવસ્થાઓ જેમ-તેમ થઈ જશે. લૌકિક વ્યવહારોની સિદ્ધિ પણ નથી બની શકે. એકના ભોજન કરી લેવાથી બધાને તૃપ્તિનો અનુભવ થવો જોઈએ અને એકના ભૂખ્યા રહેવાથી બધાને સુધાનો અનુભવ થવો જોઈએ. બધા લોકોનાં અલગ-અલગ કાર્યોનું કોઈ મહત્ત્વ રહેશે નહિ. કોઈ અશુભકામ કરે છે અને કોઈ શુભકામ કરે છે, તો બંનેમાં કાર્ય અને એમનાં સુખ-દુઃખ વગેરે પરિણામ એકબીજામાં સમ્મિલિત થઈને એકમેક થઈ જશે - દૂધ-પાણીની જેમ તે પરસ્પર મળી જશે - આ કર્મ અને કર્મફળના સાંકર્ય(મિશ્રણ)થી લૌકિક અને લોકોત્તર ક્ષેત્રમાં જે પ્રતિનિયત કર્મ અને કર્મફળની વ્યવસ્થા ચાલી આવે છે, તે બધી લુપ્ત થઈ જશે, જ્યારે બધાને એક સમાન ફળ ભોગવવું જ પડે છે, તો કોણ તપ-જપનું કષ્ટ ઉઠાવશે? કેમ કરીને કોઈ સાધના કરશે ? કેમ આત્મ-સંયમ અને ઇન્દ્રિયદમન કરશે ?
ઉક્ત અવ્યવસ્થાનું સમાધાન અષ્ટ શક્તિ માની લેવાથી પણ સંભવ નથી. કારણ કે તે અદૃષ્ટ પણ વ્યાપક જ હશે. એનો સંબંધ એક આત્માની જેમ બધા આત્માઓ સાથે પણ રહેશે. ત્યારે પ્રતિનિયત વ્યવસ્થા કેવી રીતે થઈ શકે છે ? મન અને શરીરના સંબંધથી શરીરસ્થ આત્મ-પ્રદેશોમાં જ સુખ-દુઃખ વગેરેનો ઉપભોગ અને જ્ઞાન વગેરે માનવામાં આવે છે, તો પછી એટલા જ ક્ષેત્રમાં આત્માનો સભાવ માનવો જોઈએ. શરીરથી બહાર રહેલા આત્મામાં જ્યારે આત્મિક ગુણ છે જ નહિ, તો બહાર એનું અસ્તિત્વ માનવાથી શું લાભ ? કેમ નિરર્થક જ આત્માના અખંડિત સ્વભાવને ખંડિત કરવામાં આવે ? શરીરસ્થ આત્માના પ્રદેશ અલગ અને શેષ લોકવ્યાપી આત્માના પ્રદેશ અલગ, આ રીતે એક અખંડ આત્મદ્રવ્યના વિભાગની ભ્રાંત-ધારણાથી શું લાભ છે? અંતતોગત્વા જ્યારે પ્રતિનિયત જ્ઞાન તથા સુખ-દુઃખોપભોગ શરીરસ્થ આત્મામાં જ માનવો પડે છે, તો આત્માને સ્વદેહ-પ્રમાણ જ કેમ માનવામાં ન આવે ?
આત્મા અણુરૂપ નથી જે રીતે આત્માને વ્યાપક માનવાથી પ્રતિનિયત સુખ-દુઃખ વગેરે ભોગની વ્યવસ્થા નથી બની શકતી એમ જ આત્માને અણુમાત્ર તથા અંગુષ્ઠ માત્ર ક્ષેત્રમાં રહેનાર માનવાથી પણ સુખ-દુઃખના સંવેદનની વ્યવસ્થા નથી બેસતી. પગમાં કાંટો વાગવાથી આખા શરીરના આત્મ-પ્રદેશોમાં એક સાથે કંપન અને દુઃખની અનુભૂતિ થાય છે. જો આત્મા શરીરના કોઈ નિયત ભાગમાં અણુ રૂપમાં રહે છે, તો એવી યુગપદ્ અનુભૂતિ સંભવ નથી થઈ શકતી. [ જીવ તત્ત્વ એક વિવેચન છે જે છે ૨૯૦)