________________
ઉપર બતાવ્યા છે. આ એના અસાધારણ પર્યાય હોવાથી જ કહેવાયા છે. અસ્તિત્વ આદિ પારિણામિક ભાવ તો છે, પરંતુ તે જીવની જેમ અજીવમાં પણ મેળવી શકાય છે. આ જીવના અસાધારણ ભાવ નથી. તેથી તેમનો નિર્દેશ કર્યો નથી. “તત્ત્વાર્થ સૂત્રમાં જીવ ભવ્યાભવ્યત્યાદીનિ ચ સૂત્ર'માં “આદિ’ શબ્દ દ્વારા આ જ ભાવ વ્યક્ત કર્યો છે. - ઉક્ત પાંચ ભાવ આત્માના સ્વરૂપ છે. સંસારી અથવા મુક્ત કોઈપણ આત્મા હોય, તેની બધી પર્યાય આ પાંચ ભાવમાંથી કોઈના કોઈ ભાવમાં અવશ્ય હોય છે. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળી પર્યાય હોતી નથી. મુક્ત જીવોમાં બે ભાવ મેળવી શકાય છે - ક્ષાયિક અને પરિણામિક. સંસારી જીવોમાં કોઈ ત્રણ ભાવવાળી, કોઈ ચાર ભાવવાળી, કોઈ પાંચ ભાવવાળી હોય છે. કોઈ બે ભાવવાળી હોતી નથી. મુક્ત જીવોની પર્યાય બે ભાવવાળી અને સંસારી આત્માના પર્યાય ત્રણથી લઈને પાંચ ભાવવાળા હોય છે. તેથી પાંચ ભાવનો જીવ સ્વરૂપ ધ્વરાશિની અપેક્ષાથી અથવા કોઈ જીવ વિશેષમાં સંભાવનાની અપેક્ષાથી કહેવાય છે.
ઔદયિક ભાવવાળી પર્યાય વેભાવિક છે, અને બાકી ચાર ભાવવાળી પર્યાય સ્વાભાવિક છે. ઉક્ત પાંચ ભાવોના જીવ સ્વતત્ત્વ-સ્વરૂપ કહેવાય છે, કારણ કે જીવને છોડીને તે અન્યત્ર નથી મેળવી શકાતું.
(જીવના ભેદ)
જીવ અનંત છે, પરંતુ પર્યાય-વિશેષની ભિન્નતાથી લઈને તેની ઘણી અપેક્ષાઓથી વિવિધ ભેદ કરવામાં આવે છે. જેમ જીવ એક પ્રકારના પણ છે, બે પ્રકારના પણ છે, ત્રણ પ્રકારના પણ છે, ચાર પ્રકારના પણ છે, પાંચ પ્રકારના તથા છ પ્રકારના પણ છે. ચૌદ પ્રકારના પણ છે અને પાંચસો ત્રેસઠ પ્રકારના પણ છે.
ચેતના ગુણની અપેક્ષાથી જીવનો ભેદ એક છે. ચેતના જીવનો અસાધારણ ધર્મ છે. ચેતના સર્વ જીવોમાં ઉપલબ્ધ હોય છે. સંગ્રહનયની દૃષ્ટિથી જેમાં ચેતના છે, તે જીવ ભલે હી તે સિદ્ધ હોય અથવા સંસારસ્થ હોય. ચેતના સંસારીમાં પણ છે અને સિદ્ધમાં પણ છે. ચેતનાની દૃષ્ટિથી સિદ્ધ અને સંસારી એક છે. સંસારીના સમસ્ત જીવ એક છે, કારણ કે બધામાં ચેતના ગુણ હોય છે. જેમાં ચેતના ગુણ નથી, તે જીવ પણ નથી. જેમ કે પુગલ. તેથી જ્યાં જ્યાં જીવત્વ છે, ત્યાં-ત્યાં ચેતના ગુણ પણ અવશ્ય જ હોય છે.
ચેતનાનું સ્વરૂપ બે દૃષ્ટિથી પ્રતિપાદિત કર્યું છે - એક છે આગમિક દૃષ્ટિ અને બીજી છે દાર્શનિક દષ્ટિ. આગમિક દૃષ્ટિ અનુસાર બોધરૂપ વ્યાપારને ચેતના કહે છે. બોધરૂપ વ્યાપાર સામાન્ય અને વિશેષના ભેદથી બે પ્રકારના છે. જીવની ચેતના જ્યારે વસ્તુના વિશેષ ધર્મોને ગૌણ કરીને સામાન્ય ધર્મોને મુખ્ય રૂપથી ગ્રહણ કરે છે, તેને દર્શન-ચેતના કહે છે. જીવની ચેતના જ્યારે વસ્તુમાં સામાન્ય ધમોને ગૌણ કરીને વસ્તુના વિશેષ ધર્મોને મુખ્ય રૂપથી ગ્રહણ કરે છે, ત્યારે તેને જ્ઞાન-ચેતના કહે છે.
[ જીવના ભેદ )
(૩૦૫)