________________
આમ નારકના ૧૪, તિર્યંચના ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેવના ૧૯૮ ભેદ મળીને જીવના ૫૬૩ ભેદ હોય છે. ચાર ગતિઓના વર્ણનની સાથે આ ભેદોની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવશે. આ પ્રકારે જૈનદર્શનનું જીવ વિજ્ઞાન ખૂબ જ વિસ્તૃત, ગહન અને ગંભીર છે. અન્ય ધર્મો અને દર્શનોમાં જીવત્વનું આટલું ગંભીર વિવેચન ઉપલબ્ધ હોતું નથી. જૈન તીર્થકરોએ વિશ્વનું ખૂબ જ સૂમ નિરીક્ષણ અને પરીક્ષણ પોતાના કેવળજ્ઞાન-દર્શન દ્વારા કરીને પછી તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, તેથી તેમાં સૂક્ષ્મ, ગહન, ગંભીર અને વિસ્તૃત વિવેચન હોવું સ્વાભાવિક જ છે.
(જન્મ-મરણની પ્રક્રિયા)
માનવના વિચારો, વચન, વ્યવહારો અને શારીરિક ક્રિયાઓનો પ્રભાવ અને સંસ્કાર આત્માથી ચિર સંબદ્ધ કાર્મણ-શરીર પર પડે છે. પ્રાણી જેવા જેવા સારા અથવા ખરાબ વ્યવહાર કરે છે, તે અનુસાર સંસ્કાર (કર્મબંધ) કાર્મણ-શરીર પર પડે છે. કેટલીક વાર વ્યક્તિનું આચરણ સારું અને શુભ હોય છે અને કેટલીકવાર અશુભ અને ખરાબ હોય છે. વ્યક્તિનાં આ સારાં-ખરાબ બધાં કાર્યોની ખતવણી કાર્મણ-શરીરની વહીમાં અંકિત થતી રહે છે. અને નામાની જમા રાશિના અંતર અનુસાર તે જીવ આગલા જન્મની ભૂમિકા તૈયાર કરી લે છે. જૂના શરીરને છોડીને પોતાના સૂક્ષ્મ કાર્મણ-શરીરની સાથે નવીન ઉત્પત્તિસ્થળ વર પહોંચી જાય છે. આ ક્રિયામાં શરીર છોડતા સમયે પ્રાણીના પરિણામ ઘણું બધું કામ કરે છે. તેથી જૈન પરંપરામાં સમાધિમરણ અથવા પંડિતમરણનું મહત્ત્વ ઘણું પ્રતિપાદિત કરેલું છે. આ સમયમાં જો વ્યક્તિને અનુકૂળ વાતાવરણ મળી જાય, તે સંભાળી લે છે અને તેના અધ્યવસાય શુભ બની જાય, તો જૂના બંધાયેલ સંસ્કારોમાં ઉપાર્જિત કર્મોમાં હીનાધિકતા થઈ શકે છે. જો વ્યક્તિ હોશહવાસમાં રહેતા, આકુળ-વ્યાકુળ થયા વગર શાંતચિત્તથી પોતાના અંતિમ કાળને સુધારી લે છે, તો તેને આગલા જન્મમાં અનુકૂળ અવસર પ્રાપ્ત થાય છે અને તેના વિપરીત અંતિમકાળમાં આકુળ-વ્યાકુળતા છે, હાય હાય છે, મોહમમતા બનેલી હોય, હાય-વિલાપ ચાલતો રહે છે, તો આગળના જન્મમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવને જબરજસ્તીથી બંધાયેલા રહેવું પડે છે.
જે વ્યક્તિના જીવનમાં ધર્મ અને સદાચારની પરંપરા રહી છે, તેના કાર્મણ-શરીરમાં પ્રકાશમય, બધું સ્વચ્છ અને શુભ પરમાણુની બહુમતી રહે છે, તેથી તેનું ગમન પ્રાયઃ ઊર્ધ્વશુભ ગતિઓમાં થાય છે. જેના જીવનમાં હત્યા, છળ-પ્રપંચ, માયા, મૂચ્છ વગેરે કાળા, ગુરુ અને અશુભ પરમાણુઓનો સંબંધ વિશેષ રૂપથી રહેલ છે, તે સ્વભાવતઃ નીચેની તરફ - અધોગતિમાં જાય છે. “સાંખ્ય કારિકા'માં કહેવાયું છે કે -
“धर्मेण गमनमूर्ध्वमधस्तात् भवत्यधर्मेण"
[ જન્મ-મરણની પ્રક્રિયા 20000000000000/૩૧૯)