________________
સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે – રોહિત અને હરીકાંતા. રોહિત નદી દક્ષિણની તરફ હૈમવત ક્ષેત્રના મધ્યમાં થતી અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવાર સહિત પૂર્વના લવણ સમુદ્રમાં મળે છે. હરીકાંતા નદી ઉત્તરની તરફ હરિવાસ ક્ષેત્રમાં થતી છપ્પન હજાર નદીઓની સાથે લવણ સમુદ્રને મળે છે.
મેરુ પર્વતના ઉત્તરમાં એરણ્યવત ક્ષેત્રની પાસે રુમી પર્વત છે. આ પર્વત ચ્યમય છે. તેની મધ્યમાં મહાપુરીમદ્રહ છે. આમાં રત્નમય કમળ પર બુદ્ધિ દેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે - રૂધ્યકૂલા (૨) નરકાંતા. રુખ્યમૂલા ઉત્તરની તરફ એરણ્યવત ક્ષેત્રની મધ્યમાં થતી અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવાર સાથે પશ્ચિમમાં લવણ સમુદ્રને મળે છે. નરકાંતા નદી દક્ષિણની તરફ રમ્યકવાસ ક્ષેત્રની મધ્યમાં થઈને છપ્પન હજાર નદી-પરિવાર સાથે લવણ સમુદ્રમાં જાય છે.
મેરુ પર્વતની દક્ષિણમાં મહાહિમવાન પર્વતની પાસે ઉત્તર દિશામાં હરિયાસ ક્ષેત્ર છે. એમાં રહેનાર યુગલિકોનું શરીર પન્નાની જેવું લીલું છે. અહીં બીજા આરાની જેમ રચના સદાય બની રહે છે. આની મધ્યમાં વિકટાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. મેરુની ઉત્તરમાં રુકમી પર્વતની પાસે દક્ષિણમાં રમ્યકવાસ ક્ષેત્ર છે. ત્યાંના યુગલિકોના શરીર ખૂબ જ રમણીય છે. તેની મધ્યમાં ગંધાપતિ નામના વૃત્તાકાર વૈતાઢ્ય પર્વત છે. મેરુ પર્વતની દક્ષિણમાં હરિયાસ ક્ષેત્રના નિકટ માણેકના સમાન રક્તવર્ણવાળો નિષધ પર્વત છે. આ પર્વત પર નવ ફૂટ છે તેના મધ્યમાં તિગિંછ નામનો દ્રહ છે. તેની અંદર રત્નમય કમળો પર વૃતિદેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે - હરિસલિલા અને સીતોદા. હરિસલિલા નદી દક્ષિણ તરફ હરિવાસ ક્ષેત્રની મધ્યમાં થતી છપ્પન હજાર નદીઓની સાથે પૂર્વ લવણ સમુદ્રને મળે છે. સીતાદા નદી ઉત્તર તરફ દેવકુરુક્ષેત્રના ચિત્રવિચિત્ર પર્વતના મધ્યમાં થતી ભદ્રશાલ વનમાં થતી મેરુ પર્વતથી બે યોજનના દૂરથી વહીને વિદ્યુ—ભ ગજદંત પર્વતના નીચેથી પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના બે ભાગ કરતી એક-એક વિજયથી અઠ્ઠાવીસ હજાર નદીઓને સાથે લઈને પાંચ લાખ બત્રીસ હજાર નદીઓના પરિવારથી પશ્ચિમ લવણ સમુદ્રમાં પડે છે. નિષધ પર્વતની પાસે હાથીના દાંતની સમાન વાંકા આકારવાળા બે ગજદંત પર્વત છે - (૧) પશ્ચિમમાં તપ્ત સ્વર્ણ જેવો વર્ણવાળો વિદ્યુભ ગજદંત પર્વત અને (૨) પૂર્વમાં હીરાની સમાન શ્વેત વર્ણવાળો સૌમનસ ગજદંત પર્વત છે. આ બંને પર્વતો પર અલગ-અલગ નવ અને સાત ફૂટ છે.
મેરુ પર્વતની ઉત્તર દિશામાં રમકવાસ ક્ષેત્રની પાસે નીલવંત પર્વત છે. આ નીલમની સમાન વર્ણવાળો છે. તેની મધ્યમાં કેસરીદ્રહ છે. તેનાં રત્નમય કમળો પર કીર્તિદેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે - નારીકાંતા અને સીતા - નારીકાંતા નદી ઉત્તરની તરફ રમ્યકવાસ ક્ષેત્રની મધ્યમાં થઈને છપ્પન હજાર નદીઓની સાથે પશ્ચિમમાં લવણ સમુદ્રને મળે છે. સીતા નદી દક્ષિણ તરફ ઉત્તર કુરુક્ષેત્ર ઝમકસમક પર્વતની મધ્યમાં થઈને ભદ્રશાલ-વનની મધ્યમાં વહીને મેરુથી બે યોજન દૂર માલ્યવંત ગજદંતની નીચે થઈને પૂર્વ દિશાની તરફ વળીને પૂર્વ મહાવિદેહના બે ભાગમાં વિભક્ત કરતી પાંચ લાખ બત્રીસ હજાર નદીઓની સાથે પૂર્વ લવણ સમુદ્રમાં જાય છે. [મધ્ય લોક છે .
(૩૫)