________________
અને ઉત્તરકુરુમાં બંને ક્ષેત્ર વિદેહના જ ભાગ છે, પરંતુ એ ક્ષેત્રમાં યુગલિકોની આબાદી હોવાથી ભિન્નરૂપમાં ઓળખે છે. દેવકુરુ ઉત્તરકુરુના ભાગને છોડીને મહાવિદેહના અવશિષ્ટ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સોળ-સોળ વિભાગ છે, તેને વિજય કહે છે. આ રીતે સુમેરુ પૂર્વ અને પશ્ચિમ બંને અને કુલ મળીને બત્રીસ વિજય છે.
ભરત ક્ષેત્ર :
જંબુદ્રીપમાં મેરુ પર્વતથી પિસ્તાળીસ હજાર યોજન દક્ષિણ દિશામાં વિજયદ્વારના અંદર ભરત નામનું ક્ષેત્ર છે. આ વિજયદ્વારથી હિમવંત પર્વત સુધી ૫૨૬. ૬/૧૯ (છ કલા) યોજનનો વિસ્તારવાળો છે. ભરત ક્ષેત્રના મધ્યમાં રજમય વૈતાઢ્ય પર્વત છે. આ પર્વત પૂર્વ-પશ્ચિમમાં ૧૦૭૨. ૧૨/૧૯ યોજન લાંબા અને ઉત્તર દક્ષિણમાં પચાસ યોજન પહોળો, ૨૫ યોજન ઊંચો, ૬૧ યોજન પૃથ્વીની અંદર ઊંડો છે. આ પર્વતમાં બે ગુફા છે. પૂર્વમાં ખંડ-ગુફા અને પશ્ચિમમાં તમસ્ર-ગુફા. આ ગુફાઓથી બે નદીઓ નીકળે છે. તેમનાં નામ છે - ઉમગ્ગ-જલા અને નિમર્ગી-જલા. ઉમગ-જલા નદીમાં કોઈ સજીવ-નિર્જીવ વસ્તુ પડી જાય તો તે તેને ત્રણ વાર ફેરવીને બહાર ફેંકી દે છે, અને નિમર્ગી-જલા વસ્તુઓને ત્રણ વાર ફેરવીને તળિયે બેસાડી દે છે. આ બંને નદીઓ ત્રણ-ત્રણ યોજન જઈને ગંગા અને સિંધુમાં મળી જાય છે.
વૈતાઢ્ય પર્વત પર પૃથ્વીથી દસ યોજનની ઊંચાઈ પર બે વિદ્યાધર શ્રેણીઓ છે. આમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, આકાશ ગામિની વગેરે હજારો વિદ્યાઓના ધારક વિદ્યાધર (મનુષ્ય) રહે છે. ત્યાંથી દસ યોજન ઉપર જવાથી આ પ્રકારની બે શ્રેણીઓ વધુ છે. જ્યાં અભિયોગ્ય દેવ રહે છે. સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ જે ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના સ્વામી છે. તેમના આજ્ઞાપાલક દેવો તથા અન્ન-જુમ્ભક, પાન-શૃમ્ભક વગેરે દસ જુમ્ભક દેવોના આવાસ છે. આ જુમ્ભક દેવ અન્ન-પાણી વગેરે વસ્તુના રક્ષક છે. તથા પોતાનું કર્તવ્ય કરવા માટે પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળ ફેરી લગાવવા નીકળે છે. ત્યાંથી પાંચ યોજનની ઊંચાઈ પર વૈતાઢચ શિખર છે. અહીં નવ ફૂટ છે. તેમાં વૈતાઢ્ય પર્વતના અધિપતિ મહર્દિક વૈતાઢચગિરિકુમાર રહે છે.
આ વૈતાઢ્ય પર્વતના મધ્યમાં આવી જવાના કારણે ભરત ક્ષેત્રના બે વિભાગ થઈ ગયા છે, જેને દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત કહે છે. ઉત્તરમાં ભરત ક્ષેત્રની સીમા પર (ચુલ્લ) હિમવાન્ પર્વત છે. આ પર્વત પર પદ્મ નામનો દ્રહ છે.
પદ્મ-દ્રહના પૂર્વદ્વારથી ગંગા અને પશ્ચિમ દ્વારથી સિંધુ નામની બે નદીઓ વૈતાઢચ પર્વતની નીચેથી થઈને લવણ સમુદ્રને મળે છે. આ રીતે વૈતાઢ્ય પર્વત અને ગંગા અને સિંધુ નદીના કારણ ભરત ક્ષેત્રના છ વિભાગ થઈ ગયા, જેને છ ખંડ કહે છે.
જંબુદ્રીપના પૂર્વ દિશાના વિજયદ્વારની નીચેના નાળાથી લવણ સમુદ્રનું પાણી ભરત ક્ષેત્રમાં આવે છે. આ કારણ નવ યોજન વિસ્તારવાળી ખાડી છે. તેના તળ પર ત્રણ પ્રમુખસ્થાન છે - પૂર્વમાં માગધ, મધ્યમાં વરદાન અને દક્ષિણમાં પ્રભાસ.
મધ્ય લોક
૩૫૫