________________
ગતિ : અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રાણી મરવાથી પ્રથમ નરકભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે. ભુજ-પરિસર્પ પ્રથમની બે ભૂમિઓ સુધી, પક્ષી ત્રણ ભૂમિઓ સુધી, સિંહ ચાર ભૂમિઓ સુધી, ઉરગ પાંચ ભૂમિઓ સુધી, સ્ત્રી છ ભૂમિઓ સુધી અને મનુષ્ય સાત ભૂમિઓ સુધી પેદા થઈ શકે છે. દેવ અને નારક મરીને દેવ અને નારક થઈ શકતા નથી. સારાંશ એ છે કે તિર્યંચ અને મનુષ્ય જ નરકભૂમિમાં પેદા થઈ શકે છે. કારણ એ છે કે એમનામાં જ એ પ્રકારના અધ્યવસાય થઈ શકે છે. નારક મરીને તત્કાળ ન તો નરક ગતિમાં પેદા થાય છે કે ન દેવગતિમાં. તેઓ તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જ પેદા થઈ શકે છે.
આગતિ : પહેલી ત્રણ ભૂમિઓમાં નારક જીવ મનુષ્ય ગતિમાં આવીને તીર્થકર પદ પ્રાપ્ત કરી શકે છે. ચાર ભૂમિઓના નારકી જીવ મનુષ્ય ગતિમાં આવીને નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે. પાંચ ભૂમિઓના નારક મનુષ્ય ગતિમાં આવીને સંયમ ધારણ કરી શકે છે. છ ભૂમિઓથી નીકળેલા નારક જીવ દેશવિરતિ અને સાત ભૂમિઓથી નીકળેલા નારક જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. દ્વીપ-સમુદ્રાદિની અવસ્થિતિઃ
રત્નપ્રભા ભૂમિને છોડીને બાકી છ ભૂમિઓમાં ન તો દીપ, સમુદ્ર, પર્વત અને સરોવર છે, પણ ન ગામ, શહેર વગેરે છે. વૃક્ષ, લતા વગેરે બાબર વનસ્પતિકાય નથી, કીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી ન તિર્યંચ છે, ન મનુષ્ય છે અને ન સામાન્ય તથા દેવ જ છે. રત્નપ્રભાથી સંબંધિત પૃથ્વી પિંડનું ૯૦૦ યોજન પ્રમાણ ઉપરી ભાગ મધ્યલોકમાં સમ્મિલિત છે. તેમાં દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય, દેવ હોય છે. રત્નપ્રભા સંબંધિત પૃથ્વી પિંડની અતિરિક્ત બાકી છ ભૂમિઓમાં માત્ર નારક અને એકેન્દ્રિય જીવ જ છે. આ સામાન્ય નિયમનો પણ અપવાદ છે. કારણ કે આ ભૂમિઓમાં ક્યારેક કોઈક સ્થાન પર કેટલાક મનુષ્ય, દેવ અને પંચેન્દ્રિય તિર્યંચોનું હોવું પણ સંભવ છે. કેવળી સમુઘાત કરનાર મનુષ્ય સર્વવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મ-પ્રદેશ ફેલાવે છે. વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યની પણ એ ભૂમિઓ સુધી પહોંચે છે. તિર્યંચોની પહોંચ પણ એ ભૂમિઓ સુધી છે. પરંતુ આ કેવળ વૈક્રિયલબ્ધિની અપેક્ષાથી જ માન્ય છે. કેટલાક દેવ ક્યારેક પોતાના પૂર્વજન્મના મિત્રોને દુઃખ-મુક્ત કરવાના ઉદ્દેશથી નરકોમાં પહોંચી જાય છે. પરંતુ દેવ પણ માત્ર ત્રણ ભૂમિઓ સુધી જ જાય છે. નરકપાલ કહેવાતા પરમાધાર્મિક દેવ જન્મથી જ પહેલા ત્રણ ભૂમિઓમાં રહે છે. અન્ય દેવ જન્મથી કેવળ પહેલી ભૂમિમાં મેળવાય છે.
ભવનપતિ અને વાણવ્યન્તર યદ્યપિ દેવગતિમાં આવે છે. તદપિ તેમનો નિવાસ રત્નપ્રભા ભૂમિમાં હોવાના કારણે અહીં તેમનું વર્ણન કરવામાં આવે છે.
(૩૪૬) જિણધામો)