________________
દિશાકુમાર : આઠમા અંતરમાં દિશાકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણના ઇન્દ્ર અમિતેન્દ્ર અને ઉત્તરના અમિત વાહનેન્દ્ર છે.
સ્વનિતકુમાર ઃ દસમા અંતરમાં સ્વનિતકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. આમાં દક્ષિણ વિભાગના ઈન્દ્ર ઘોષેન્દ્ર છે અને ઉત્તરના મહાઘોષેન્દ્ર છે.
આમાં ચોથા વિદ્યુકુમારથી સ્વનિતકુમાર સુધી પ્રત્યેકના દક્ષિણ વિભાગમાં ચાલીસચાલીસ લાખ અને ઉત્તર વિભાગમાં પ્રત્યેકને છત્રીસ-છત્રીસ લાખ ભવન છે. બીજા નાગકુમારથી લઈને દસમા સ્વનિતકુમાર સુધીને નવનિકાયના દેવ કહે છે. દક્ષિણ વિભાગોમાં નવનિકાયના પ્રત્યેક ઇન્દ્રને ૬-૬ હજાર સામાનિક દેવ છે, ૨૪-૨૪ હજાર આત્મરક્ષક દેવ છે, ૬-૬ અગ્રમહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીના ૬-૬ હજારનો પરિવાર છે. નવ ઇન્દ્રોની ૭-૭ અનીક છે. ૩-૩ પરિષદ છે. આત્યંતર પરિષદના ૬૦ હજાર દેવ છે, મધ્ય પરિષદના ૭૦ હજાર અને બાહ્ય પરિષદના ૮૦ હજાર દેવ છે. આત્યંતર પરિષદમાં ૧૭૫ દેવીઓ છે, મધ્ય પરિષદમાં ૧૫૦ દેવીઓ અને બાહ્ય પરિષદમાં ૧૨૫ દેવીઓ છે. આ નવ જાતિઓના દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દોઢ પલ્યોપમનું છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પોણા પલ્યોપમનું છે.
ઉત્તર વિભાગના નવ ઇન્દ્રોના સામાનિક દેવો, આત્મરક્ષક દેવો અગ્રમહિષીઓ, અગ્રમહિષીઓના પરિવાર, અનીક અને પરિષદોની સંખ્યા દક્ષિણ વિભાગના જેવી જ છે. પરિષદના દેવોની સંખ્યામાં અંતર છે. આત્યંતર પરિષદના ૫૦ હજાર દેવ, મધ્ય પરિષદનાં ૬૦ હજાર દેવ અને બાહ્ય પરિષદના ૭૦ હજાર દેવ છે. આત્યંતર પરિષદની દેવીઓ ૨૨૫, મધ્ય પરિષદની ૨૦૦, બાહ્ય પરિષદની ૧૭૫ દેવીઓ છે. બધાનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ થોડું ઓછું બે પલ્યોપમમાં છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમમાં થોડું ઓછું છે.
પૂર્વોક્ત દસ અંતરોમાં રહેનારા દક્ષિણ દિશાના દેવોના ભવન મળીને ૪ કરોડ ૬ લાખ છે. ઉત્તર વિભાગના બધા ભવન ત્રણ કરોડ છાસઠ લાખ છે. આમાં નાનામાં નાનો ભવન એક લાખ યોજન(જંબૂદ્વીપની બરાબર)નો છે. મધ્ય ભવન પિસ્તાળીસ લાખ યોજન(અઢી દ્વીપની બરાબર)નું છે. તથા સૌથી મોટું ભવન અસંખ્યાત દ્વીપ-સમૂહોની બરાબર છે, અર્થાત્ અસંખ્યાત યોજનાનું છે. બધા ભવન અંદરથી ચોરસ, બહારથી ગોળાકાર, રત્નમય અને મહાપ્રકાશયુક્ત તથા સમસ્ત સુખ-સામગ્રીઓથી ભરપૂર છે. સંખ્યાત યોજનના ભવનમાં સંખ્યાત દેવ-દેવીઓનો નિવાસ તથા અસંખ્યાત યોજનના ભવનમાં અસંખ્યાત દેવ-દેવીઓનો નિવાસ છે. [ભવનપતિ દેવોનું વર્ણન છે.
૩૪૯)