________________
પશુ હોય અથવા પક્ષી કોઈપણ પોતાના ખરાબ-સારા કર્મના ફળથી બચી શકતા નથી. પરમાધાર્મિક દેવ મર્યા પછી બકરા, કૂકડા વગેરેની નીચ યોનિઓમાં ઉત્પન્ન હોય છે અને અપૂર્ણ આયુમાં જ મરી જાય છે. આગળ પણ એમને વિવિધ પ્રકારની વ્યથાઓ ભોગવવી પડે છે.*
આનાથી વધુ ક્યારેક-ક્યારેક નિકાચિત કર્મ બંધન કરનાર પરમાધાર્મિક દેવ, ત્યાંથી આયુ પૂર્ણ કરી સ્વલ્પ આયુ લઈને તિર્યક્ લોકમાં મનુષ્ય-તિર્યંચના રૂપમાં જન્મ લે છે. અને ત્યાંથી નરકાયુ બંધન કરીને નરક યોનિમાં ઉત્પન્ન થઈ જાય છે, તથા વર્તમાનમાં નૈરયિક જીવ આયુ પૂર્ણ કરીને કાળાંતરમાં મનુષ્ય તિર્યંચમાં થઈને અસુર યોનિમાં ઉત્પન્ન થઈ જાય છે.
નારકી જીવોનું લેશ્યા પરિણામ :
નારક જીવ નિત્ય અશુભતર લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાવાળા હોય છે. પહેલી નરકભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી આ પ્રકાર સાત નરકભૂમિ સુધી તે નારક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળા છે. આ નરકોમાં સ્થિત નારકોની (૧) લેશ્યા (૨) પરિણામ (૩) દેહ, વેદના અને (૪) વિક્રિયાની ઉત્તોરત્તર અશુભ છે.
(૧) લેશ્યા : રત્નપ્રભામાં કાપોત લેશ્યા છે. શર્કરાપ્રભામાં પણ કપોત છે, પર રત્નપ્રભાથી અધિક તીવ્ર સંક્લેશકારી છે. બાળુકાપ્રભામાં કાપોત-નીલ લેશ્યા છે. પ્રકંપ્રભામાં નીલલેશ્યા છે. ધૂમપ્રભામાં નીલ-કૃષ્ણ લેશ્યા છે. તમઃપ્રભામાં કૃષ્ણ લેશ્યા છે અને મહાતમઃ પ્રભામાં પણ કૃષ્ણ લેશ્યા છે. પર તમપ્રભાથી તીવ્રતમ છે.
(૨) પરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન વગેરે અનેક પ્રકારનાં પૌદ્ગલિક પરિણામ સાત ભૂમિઓમાં ઉત્તરોત્તર અશુભ છે.
(૩) વેદના : સાત ભૂમિઓના નારકોની વેદના ઉત્તરોત્તર તીવ્ર છે. પહેલા ત્રણ ભૂમિઓમાં ઉષ્ણ વેદના, ચોથામાં ઉષ્ણ-શીત, પાંચમામાં શીતોષ્ણ, છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં શીતતર વેદના છે. આ ઉષ્ણ અને શીત વેદના એટલી તીવ્ર છે કે જો નારક જીવ મર્ત્ય લોકની ભયંકર ગરમી અથવા ઠંડીમાં આવી જાય તો તેમને ખૂબ સુખની ઊંઘ આવે છે.
(૪) વિક્રિયા : નારક જીવોની વિક્રિયા ઉત્તરોત્તર અશુભ હોય છે. તેઓ દુઃખથી ગભરાઈને છુટકારા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટું થાય છે કે તે વિક્રિયા તેમને અનુકૂળ બનવાના બદલે પ્રતિકૂળ બને છે. તેઓ વૈક્રિયક લબ્ધિથી બનાવવા જાય છે શુભ, પરંતુ બની જાય છે અશુભ.
* જૈન તત્ત્વ પ્રકાશ'માંથી
ચાર ગતિઓનું વર્ણન
૩૪૫