________________
(૧૩) વૈતરણી : જેમ ધોબી વસ્ત્રને ધૂએ છે, પછાડે છે, નિચોવે છે, તેવી રીતે આ પરમાધાર્મિક અસુર વૈતરણી નદીની શિલાઓ પર નારકીઓને પછાડે છે. ગરમ માંસ, રુધિર વગેરે પદાર્થોથી ઊકળતી નદીમાં નારકીઓને ફેંકીને તેમને તરવા મજબૂર કરે છે.
(૧૪) ખર સ્વર ઃ જેમ શોખીન લોકો બગીચાની હવા ખાય છે, તે પ્રમાણે પરમાધાર્મિક અસુર વિક્રિયાથી બનાવેલ શાલ્મલી વૃક્ષોના સમાન વનમાં નારકીઓને બેસાડી હવા ચલાવે છે. જેનાથી તલવારના ધાર જેવી તીક્ષ્ણ પાંદડા એ વૃક્ષો પરથી પડે છે અને નારકીઓના અંગ કપાઈ-કપાઈને પડે છે. અથવા કાંટાદાર વૃક્ષો પર ચઢાવીને કરુણ ક્રંદન કરતા એ નારકીઓને ખેંચે છે.
(૧૫) મહાઘોષ : જેમ કોઈ નિર્દયી ગોવાળ ઘેટાને વાડામાં ઠાંસી ઠાંસીને ભરે છે, તેવી રીતે આ અસુર ઘોર અંધકાર વ્યાપ્ત સાંકડા કોઠામાં મહાભયંકર શબ્દ કરતાં નારકીઓને ઠાંસી-ઠાંસીને ખીચોખીચ ભરે છે અને ત્યાં જ રોકી રાખે છે.
અપરાધની અનુસાર વેદના :
ઉક્ત રીતિથી પંદર પરમાધાર્મિક અસુર નારકી જીવોને વિવિધ પ્રકારની યાતનાઓ આપે છે. માંસાહાર કરનાર જીવ પ્રાયઃ નરકમાં ઉત્પન્ન થાય છે. એમને આ પરમાધાર્મિક અસુર એમના શરીરનું માંસ ચીપિયાથી ખેંચી ખેંચીને તેલમાં તળીને અથવા ગરમ રેતમાં શેકીને તેમને ખવડાવે છે. કહે છે કે તને માંસભક્ષણ કરવાનો શોખ છે, હવે તેનું ફળ ચાખ. તને બીજાં પ્રાણીઓનું માંસ પસંદ છે, તો હવે આને પણ પસંદ કર.
જે લોકો મદિરાપાન કરીને અથવા ત્રસ જીવોના પ્રતિ ક્રૂર બની નરકમાં ઉત્પન્ન થાય છે, તેને આ પરમાધાર્મિક અસુર તાંબા-સીસા-લોખંડનો ઊકળતો રસ સાંણસીથી જબરજસ્તીથી મોં ફાડીને પીવડાવે છે અને વ્યંગ્ય સાથે કહે છે - “લો આનો પણ સ્વાદ ચાખો, આનો પણ શોખ ફ૨માવો.’’
જે લોકો વેશ્યાગમન અથવા પરસ્ત્રીસેવન કરી નરકમાં જાય છે, તેમને આગમાં તપાવીને લાલ બનાવેલ લોખંડની પૂતળી સાથે જબરજસ્તીથી આલિંગન કરાવે છે, અને મહેણું મારીને કહે છે - “તને પરસ્ત્રી અને વેશ્યા સુંદર, વહાલી લાગે છે ને, લે આને પણ છાતીએ લગાવ. કુમાર્ગ પર ચાલનારને અને મિથ્યા ઉપદેશથી બીજાને કુમાર્ગ પર ચલાવનારને ધગધગતા અંગારો પર ચલાવે છે.
જે લોકો જાનવરો અને મનુષ્યો પર એમની ક્ષમતાથી અધિક ભાર લાદે છે. એમને કાંકરા-પથ્થર અને કાંટાયુક્ત રસ્તા પર ટનો વજનવાળી ગાડી ખેંચાવે છે. ઉપરથી તીક્ષ્ણધારવાળા ચાબુકથી પ્રહાર કરે છે. પરમાધાર્મિક કહે છે, નિર્દય, તું મૂક પશુ પર દયા ચાર ગતિઓનું વર્ણન
૩૪૩