________________
૨. પરસ્પરોટીરિત વેદના : - નારક જીવ એકબીજાને ભયંકર વેદના પહોંચાડે છે. તેઓ એકબીજાના જન્મજાત શત્રુ હોય છે. જેમ કે કાગડો અને ઘુવડ અથવા સાપ અને નોળિયામાં જન્મજાત વેર હોય છે. તેવી રીતે નારકી જીવોમાં એકબીજાના પ્રતિ જન્મજાત વેર હોય છે. આ કારણથી પરસ્પર તેઓ લડે છે, ઝઘડે છે, મારપીટ કરે છે અને અનેક પરિતાપ પહોંચાડતા રહે છે. જેમ નવા કૂતરાને જોઈને બીજા કૂતરા તેના પર તૂટી પડે છે અને દાંતથી, પંજાથી તેને ત્રાસ પહોંચાડે છે. આ રીતે નારક જીવ એકબીજા પર આક્રમણ કરે છે અને તેમને વિવિધ પ્રકારથી પીડિત કરતા રહે છે. પરસ્પર પ્રહાર અને આઘાત-પ્રત્યાઘાતનો અનુબંધ નિરંતર ચાલતો રહે છે. આ વેદનાઓ પ્રારંભની પાંચ નારકીઓમાં હોય છે.
છઠ્ઠા અને સાતમા નરકના નારકી છાણના કીડાના જેવા વજમય મુખવાળા કુંથવાનું રૂપ બનાવીને એક-બીજાના શરીરની આરપાર નીકળી જાય છે. આખા શરીરમાં ચાળણીના સમાન કાણા કરીને મહાન ભયંકર વેદના પહોંચાડતા રહે છે. તે જીવ પ્રતિક્ષણ આ પ્રકારની ઘોર-અતિઘોર વ્યથાઓ એક-બીજાને પહોંચાડતા રહે છે. તેથી નારકી જીવોને પરસ્પરોટીરિત વેદનાનું ભયંકર કષ્ટ ભોગવવું પડે છે,
કોઈ-કોઈ જીવને નારકીય વેદનાઓ ભોગવતા-ભોગવતા પણ સમ્યકત્વ ઉત્પન્ન થઈ જાય છે. આવા સમ્યગ્દષ્ટિ નારકી જીવ એ દુઃખોને પોતાના પૂર્વકૃત કર્મનું ફળ જાણીને સમભાવથી સહન કરે છે અને બીજાને દુઃખ અને વેદના પહોંચાડતા નથી. પરંતુ મિથ્યાષ્ટિ નારકી જીવ એકબીજાને વેદના પહોંચાડે છે.
નારક જીવ પોતાને બચાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેમનો એ પ્રયત્ન તેમના માટે વધુ દુઃખનું કારણ બને છે. તેમની વિક્રિયા એમને અનુકૂળ ન થઈને પ્રતિકૂળ જ થાય છે. ૩. અસુરોદરિત વેદના :
અસુરકુમાર દેવોની એક જાતિ છે, જે પરમાધાર્મિક કહી શકાય છે. આ પરમાધાર્મિક અસુર પંદર પ્રકારના હોય છે. તેમનો સ્વભાવ અત્યંત ક્રૂર, નિર્દય અને કુતૂહલી હોય છે. બીજાને હેરાન કરાવવામાં, પીડા પહોંચાડવામાં તેમને ખૂબ મજા આવે છે. તેઓ બીજાને લડાવી, તમાશો જોવાવાળા હોય છે. આ પરમાધાર્મિક અસુર નારકી જીવોને ભયંકર દુઃખ આપે છે. આ નારકી જીવો પરસ્પર લડાવે છે અને તેમને લડતા-ઝઘડતા જોઈને ખૂબ જ આનંદનો અનુભવ કરે છે. જો કે આ પરમાધાર્મિક અસુર એક પ્રકારના દેવ છે, એમને વધુ અન્ય પ્રકારના સુખ-સાધન પ્રાપ્ત છે. તથાપિ પૂર્વકૃત તીવ્ર દોષના કારણે તેમને બીજાને હેરાન કરવામાં ખૂબ જ પ્રસન્નતા થાય છે.
રત્નપ્રભા, શર્કરા પ્રભા અને બાલુકાપ્રભા - આ ત્રણ નરકભૂમિઓમાં જ પરમાધાર્મિક અસુરકૃત વેદનાઓ હોય છે. આગળ ચાર નરકભૂમિઓમાં અસુરોટીરિત વેદના હોતી નથી, હા, ક્ષેત્રકૃતિ અને પરસ્પરોટીરિત વેદનાઓ જ ભયંકર રૂપમાં હોય છે. [ ચાર ગતિઓનું વર્ણન છે ૧ ) ૩૪૧)