________________
હોય તો ગણિત-પ્રક્રિયામાં તેના માટે અનેક ઉપાય છે. નિપુણ ગણિતજ્ઞ એવી રીતનો ઉપયોગ કરે છે જેનાથી ખૂબ જ શીઘ અભીષ્ટ ફળ નીકળી આવે છે. બીજી સાધારણ જાણકાર વ્યક્તિ ભાગાકાર વગેરે વિલંબ સાધ્ય ક્રિયા દ્વારા વિલંબથી અભીષ્ટ પરિણામ લાવે છે. પરિણામ તો તુલ્ય છે, અંતર ફક્ત જલદી અને વિલંબનું છે.
આ રીતે સમાન રૂપથી પલળેલાં બે કપડાંમાંથી એકને સંકેલીને અને બીજાને ફેલાવીને સુકાવવાથી પહેલું વિલંબથી સુકાય છે અને બીજું જલદી પાણીનું પરિમાણ અને શોષણક્રિયા સમાન હોવા છતાં પણ કપડાંનાં સંકોચ-
વિસ્તારના કારણે વિલંબ અને જલદીનું અંતર પડે છે. આ રીતે સમાન પરિમાણયુક્ત અપવર્તનીય અને અનપવર્તનીય આયુને ભોગવવામાં માત્ર વિલંબ અને જલદીનું જ અંતર પડે છે. તેથી કૃતકર્મનો નાશ અથવા તેની નિષ્ફળતાનો કોઈ દોષ પ્રાપ્ત થતો નથી. જેમ કોઈ દીપકમાં એક પૂણી બાળવામાં આવે તો તેનું તેલ વધારે ચાલે છે. પરંતુ તે દીપકમાં ચાર-પાંચ પૂણીઓ એક સાથે સળગાવવામાં આવે તો તેલ જલદી સમાપ્ત થઈ જાય છે. આ રીતે અપવર્તનીય અને અનપવર્તનીય આયુના ભોગમાં અંતર વિલંબ અને જલદીનું હોય છે. માનવીય જીવન અનેક ઉપક્રમોથી ભરેલું છે. જીવનનો કોઈ ભરોસો નથી, તેથી મુમુક્ષુ સાધકે અપ્રમત્ત ભાવથી સદા જાગૃત રહીને ધર્મની સાધના અને આરાધના કરવી જોઈએ.
૪૬
(ચાર ગતિઓનું વર્ણન)
ગત પ્રકરણમાં કહેવાયું છે કે ચાર ગતિઓના વર્ણનમાં બહુ-વક્તવ્યતા હોવાના કારણે આગળના પ્રકરણમાં સ્વતંત્ર રૂપથી તેનું પ્રતિપાદન કરવામાં આવશે, તદનુસાર અહીં ચાર ગતિઓના વિષયમાં વિવેચન પ્રસ્તુત છે.
લોકસ્થિતિ : ગતિઓને સમજવા માટે પહેલાં લોકસ્થિતિના વિષયમાં જાણી લેવું આવશ્યક છે. નો તિ નો: અર્થાતુ આકાશના જે ભાગમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પદ્રવ્ય મેળવાય છે, તે લોક કહેવાય છે. જ્યાં આકાશના અતિરિક્ત અન્ય કોઈપણ દ્રવ્ય ન મેળવાય, તે અલોક છે. અલોકમાં કેવળ આકાશ જ આકાશ છે. ૧૪ રજૂ* પ્રાણ ક્ષેત્રને છોડીને સર્વત્ર અનંતાનંત આકાશ જ વ્યાપ્ત છે. તે અલોકાકાશ અનંતાનંત છે, અખંડ છે, અમૂર્ત છે. જેમ કોઈ વિશાળ સ્થાનની મધ્યમાં છીકો લટકાવ્યો હોય, એ રીતે અલોકના મધ્યમાં લોક અવસ્થિત છે.
* રજુનું પરિમાણ : ત્રણ કરોડ એક્યાસી લાખ બાર હજાર નવસો સિત્તેર (૩,૮૧,૧૨,૯૭૦) મણ વજનનો એક ભાર હોય છે. આવા એક હજાર ભારના લોખંડના ગોળા કોઈ દેવતા ઉપરથી નીચે ફેંકે તે ગોળો છ માસ, છ દિવસ, છ પ્રહર અને છ ઘડીમાં જેટલા ક્ષેત્રને ઓળંગીને જાય, તેટલા ક્ષેત્રને એક રજુ કહેવાય છે.
[ચાર ગતિઓનું વર્ણન
(૩૩૩)