________________
ઉક્ત પાઠનાં સારાંશ એ છે કે ત્રસ-સ્થાવરાદિ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે. પૃથ્વીનો આધાર ઉદિધ છે, ઉદધિનો આધાર ઘનવાયુ અને ઘનવાયુનો આધાર તનુવાયુ અને તેનો આધાર આકાશ છે. આકાશ સ્વયં પ્રતિષ્ઠિત છે.
વાયુના આધાર પર ઉદધિ અને ઉદધિના આધાર પર પૃથ્વી કેવી રીતે રહી શકે છે ? આ પ્રશ્નના સ્પષ્ટીકરણ કરતા કહ્યું છે કે - “કોઈ પુરુષ વૈજ્ઞાનિક ઢંગથી બનેલી થેલીમાં હવા ભરીને ફુલાવી દે. પછી તેના મોંના છેડા પર દોરીથી મજબૂત ગાંઠ બાંધી દે તથા આ થેલીના વચ્ચેના ભાગને પણ બાંધી દે. આવું કરવાથી થેલીમાં ભરેલા પવનના બે ભાગ થઈ જશે, જેનાથી થેલી ડુગડુગી જેવી લાગશે. ત્યારે થેલીનું મોં ખોલીને ઉપરના ભાગમાંથી હવા કાઢી દેવામાં આવે અને તેની જગ્યાએ પાણી ભરીને થેલીનું મોં બંધ કરી દો અને વચ્ચેનું બંધન ખોલી દો. ત્યારે એવું થશે કે પાણી થેલીના ઉપરના ભાગમાં ભરેલું છે, તે ઉપરના ભાગમાં જ રહેશે. અર્થાત્ વાયુના ઉપરના ભાગમાં જ રહેશે. વાયુની ઉપર જ રોકાશે, નીચે જઈ શકશે નહિ. કારણ કે ઉપરના ભાગમાં જે પાણી છે, તેનો આધાર થેલીની નીચેના ભાગનો વાયુ છે. જેમ થેલીની હવાના આધાર પર પાણી ઉપર રહે છે, તેવી રીતે વાયુના આધાર પર ઉદ્ધિ અને ઉદધિના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
બીજું ઉદાહરણ એ આપ્યું કે કોઈ વ્યક્તિ થેલીમાં હવા ભરીને પોતાની કમર પર બાંધી લે અને પછી અગાધ અપાર ઊંડા જળમાં પ્રવેશ કરે, તો તે વ્યક્તિ એ પાણીના ઉપરી તળ પર જ રહેશે, તે જળના આધાર પર સ્થિત રહેશે. તેવી રીતે ઘનામ્બુના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
જેમ ઘરના મધ્ય ભાગમાં સ્તંભ ઊભો હોય છે, તેવી રીતે લોકના મધ્ય ભાગમાં એક રજ્જૂ પહોળી અને ચૌદ રાજૂ ઉપર-નીચે લાંબી ત્રસનાડી છે. આ ત્રસનાડીના અંદર ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવ હોય છે. બાકી બધા લોક સ્થાવર જીવોથી જ વ્યાપ્ત છે. ત્રસનાડીથી બહાર સામાન્ય રીતે ત્રસ જીવ હોતા નથી.
લોકના વિભાગ : લોકના ત્રણ વિભાગ કરેલા છે - (૧) અધોલોક (૨) મધ્ય-તિર્યંચલોક (૩) ઊર્ધ્વલોક.
અધોલોક : આ સમતલ ભૂમિના નીચે નવસો યોજનની ઊંડાઈ બાદ અધોલોકનો આરંભ થાય છે. તેનો આધાર આકાશમાં ઊંધા કરેલા શકોરાના જેવો છે. અર્થાત્ આ નીચે-નીચે વિસ્તીર્ણ છે. સમતલના નીચે નવસો યોજન તથા સમતલના ઉપર નવસો યોજન ૯૦૦+૯૦૦=૧૮૦૦ યોજનનો મધ્યલોક છે. તેનો આકાર ઝાલરના સમાન બરાબર લંબાઈ-પહોળાઈવાળો છે. મધ્યલોકના ઉપર ઊર્ધ્વલોક છે, જે આકારમાં મૃદંગના જેવો છે.
સાત નરક : નારકોનો નિવાસ અધોલોકમાં છે. નારકોના નિવાસને નરકભૂમિ કહે છે. આવી સાત નરકભૂમિઓ છે. આ ભૂમિઓ સમશ્રેણીમાં ન હોઈ એક-બીજાની નીચે છે. તેની લંબાઈ અને પહોળાઈ સમાન નથી. નીચે-નીચેથી ભૂમિ લંબાઈ-પહોળાઈમાં અધિક-અધિક છે.
ચાર ગતિઓનું વર્ણન
૩૩૫